Suspended BJP leader Nupur Sharma moves Supreme Court seeking transfer of all the FIRs registered against her, across several states over her controversial remark, to Delhi for investigation. Sharma says she is constantly facing life threats. pic.twitter.com/hcZUPYsf58
— ANI (@ANI) July 1, 2022
નોંધનીય છે કે, નૂપુર શર્મા(Nupur Sharma) બીજેપી પ્રવક્તા હતા. તેમણે તાજેતરમાં જ એક ટીવી ડિબેટમાં મોહમ્મદ પેયગંબર વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેનો ઘણો વિરોધ થયો હતો. અહીં સુધી કે કુવૈત, યુએઈ અને કતર સહિત તમામ મુસ્લિમ દેશોએ તેમના નિવેદનની નિંદા કરી હતી. ત્યારપછી બીજેપીએ નૂપુર શર્મા(Nupur Sharma)ને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.
નૂપુર શર્મા(Nupur Sharma)ના પયંગબર નિવેદનના કારણે આખા દેશના ઘણાં ભાગમાં વિરોધ પ્રદર્શન પણ થયા છે. એટલું જ નહીં મહારાષ્ટ્ર સહિત ઘણાં રાજ્યોમાં તેમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. નૂપુર શર્મા(Nupur Sharma)એ દરેક કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગણી કરી છે.
સમાચાર મુજબ નૂપુર શર્મા ઘણા રાજ્યોમાં તેમની વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરને દિલ્હી ટ્રાન્સફર કરવા માંગે છે. તેમણે આ માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ દરમિયાન ભાજપના પૂર્વ પ્રવક્તાએ માહિતી આપી હતી કે તેમને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ