ગુજરાત
Trending

રાજકોટ/ આવતીકાલે ખોડલધામ ખાતે વિદ્યાર્થી સમિતિ કન્વીનર મીટ અને એપ્લિકેશન કરાશે લોન્ચ..

Rajkot News: ખોડલધામ કાગવડ ખાતે તારીખ 30ને શનિવારે સવારે 10થી બપોરે 1 વાગ્યા દરમિયાન વિદ્યાર્થી કન્વીનર મીટ યોજવામાં આવી રહી છે. આ મીટમાં 800 નવનિયુક્ત કન્વીનરોના સન્માન સાથે ખાસ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી રહી છે.

રાજકોટ(Rajkot): ખોડલધામ કાગવડ(Khodaldham-Kagvad) ખાતે તારીખ 30 ને શનિવારે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી વિદ્યાર્થી કન્વીનર મીટ યોજવામાં આવી રહી છે.આ મીટમાં 800 નવનિયુક્ત કન્વીનરોના(Convener) સન્માન સાથે ખાસ એપ્લિકેશન(Application) પણ લોન્ચ કરવામાં આવી રહી છે.આ આધુનિક એપ્લિકેશન મારફતે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ(khodaldham Vidhyarthi Samiti)ની તમામ વિગતો આંગળીના ટેરવે રહેશે.

WhatsApp Image 2023 09 29 at 12.25.03 PM

ખોડલધામ સમિતિ દ્વારા સમાજ ઉત્થાન માટે અલગ અલગ પાંખના કાર્યક્રમો યોજાતા રહે છે. ત્યારે શનિવારે વિદ્યાર્થી સમિતિના કન્વીનરોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવી રહ્યો છે.જેમાં પાટીદાર સમાજના આગેવાનો ઉમટી પડશે.સમિતિ સાથે વાતચીતમાં જણાવ્યા પ્રમાણે,ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા આજના જમાનામાં અગત્યના પાસાઓને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો યોજાતા રહે છે.હાલ 3 P એટલેકે પ્રેસ,પોલીસ અને પોલિટિક્સમાં યુવાનોને જોડવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

3-P દ્વારા સફળ નેતાગીરી સર્જન માટે પણ વર્કશોપ યોજવામાં આવતા હોય છે.વિદ્યાર્થી સમિતિ દ્વારા રાજકોટમાં મવડી ખાતે કલ્ચરલ સેન્ટર ખાતે ચાલતા માર્ગદર્શક વર્ગો દ્વારા સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે.અત્યાર સુધીમાં 475 યુવાઓ આ વર્ગોમાં સાથે જોડાઈ સરકારી નોકરી મેળવવામાં સફળ થઈ ચૂક્યા છે.આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના આગેવાનો,લેઉવા પટેલ સમાજના આગેવાનો અને કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા