Surat News: સુરતમાં રખડતાં કૂતરાનો ત્રાસ યથાવત છે. વરાછા વિસ્તરામાં કૂતરાએ બચકા ભરી લેતા એક વર્ષની બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીને આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. કૂતરાના આતંકના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરત શહેરમાં વધુ એક વખત રખડતા કૂતરાનો આતંક સામે આવ્યો છે. અગાઉ પણ રખડતા કૂતરાઓએ શહેરમાં બાળકોને અને લોકોને બચકાં ભર્યા હોવાના બનાવો સામે આવી ચુક્યા છે. ત્યારે હાલમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. વરાછા વિસ્તારમાં ઘર પાસે રમતી 1 વર્ષની બાળકીને કૂતરાએ બચકાં ભર્યા હતા. કૂતરાએ બચકાં ભરતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી.
ઘટના ગુરુવારના રોજ બપોરની હતી. વરાછા આદર્શ નગર સોસાયટી નજીકની બોમ્બે કોલોનીમાં એક બાળકી ઘર બહાર રમી રહી હતી. ત્યારે અચાનક કોઈ રખડતું શ્વાન સોસાયટીમાં ઘુસી ગયું હતું. ત્યાર બાદ રમતી બાળકીને શિકાર બનાવવાના ઇરાદે હુમલો કરી આંખ અને હાથના ભાગે ઈજાઓ પહોંચાડી હતી.
કૂતરાએ હુમલો કરતા બાળકીએ બૂમાબૂમ કરી હતી. જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કૂતરાથી બાળકીને બચાવી હતી. પરંતુ ત્યાં સુધીમાં કૂતરાએ બાળકીને બચકા ભરી લીધા હતા. આ બનાવમાં બાળકીને ગંભીર ઇજા પહોંચી હોય પરિવારજનો તેને સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. હાલ સિવિલ હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી છે. બાળકીને હાથ તેમજ આંખના ભાગે ઇજાઓ પહોંચી છે. કૂતરાઓના સતત વધી રહેલા ત્રાસથી સ્થાનિકોમાં રોષ છે.
તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર બાળકીનું નામ લક્ષ્મી બગદારામ પ્રજાપતિ છે. એક વર્ષની બાળકીનું આંખનું ઓપરેશન કરાઈ રહ્યું છે. ડોક્ટરોએ પણ પડકાર ઝીલ્યો છે. બાળકીની આંખ ને બચાવી લેવા મહેનત કરી રહ્યાં છે. પરિવાર હાલ ખૂબ જ દુઃખી છે. કશું પણ બોલવા તૈયાર નથી. જોકે આ બાબતે પોલીસ ચોપડે પણ નોંધ કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube