ગુજરાત
Trending

VIDEO : ‘વેલેન્ટાઈનમાં નહીં, નવરાત્રીમાં સેટિંગ કરો’ નડિયાદના ગરબામાં ગુજરાતી કલાકાર ઉર્વશી સોલંકીનો બફાટ -VIDEO થયો વાયરલ

નડિયાદમાં ગુજરાતી ગાયક કલાકાર ઉર્વશી સોલંકીએ જાહેર કાર્યક્રમમાં યુવાનોને 'વેલેન્ટાઈનમાં નહીં નવરાત્રીમાં સેટિંગ કરી લેવાનું કહેતા વિવાદ ઊભો થયો છે.

  • નડિયાદમાં ગુજરાતી ગાયક કલાકાર ઉર્વશી સોલંકી ભૂલી માતાજીની મર્યાદા
  • નવરાત્રીના કાર્યક્રમમાં બોલી-યુવાનોએ વેલેન્ટાઇનમાં નહીં નવરાત્રીમાં પ્રેમ કરવો જોઈએ
  • 9 દિવસમાં સેટિંગ નહીં તો તમે ખાલી ગરબા જ રમ્યા

Urvashi Solanki’s statement on Navratri: આજે નવલી નવરાત્રીનું આઠમું નોરતું છે. સૌ કોઈ ભાવી બકતો આસ્થાના આ પર્વના ખુબ ધામ ધૂમથી ઉજવે છે. રાત્રે ખેલૈયાઓ મનભરીને ગરબે રમતા જોવા મળે છે.ક્યાંક ડીજેના તાલ સાથે તો ક્યાંક જૂની અર્વાચીન રીતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તે દરમિયાન ગુજરાતના અનેક ગાયકો માતાના ગરબા ગાઈ રહ્યા છે.

તે દરમિયાન ખેડામાંથી એક ગાયક કલાકારનો વીડિયો સામે આવી રહ્યો છે. જેને લઈને માતાના ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કથિત ગુજરાતી કલાકાર ઉર્વશી સોલંકીએ માતાની(Urvashi Solanki’s statement on Navratri) આરાધનાના ઉત્સવને લાંછન લગાવ્યું છે. તેમણે કહ્યું છે કે, વેલેન્ટાઇનમાં નહીં તો , નવરાત્રીમાં કરો સેટિંગ. 9 દિવસમાં પણ સેટિંગ ના કરી શક્યા, તો તમે ખાલી ગરબા જ રમ્યા કહેવાય.

લોકોએ આ અંગે કહ્યું કે, આ સેલિબ્રિટી નવરાત્રી નહીં પરંતુ આપણા પવિત્ર તહેવારને લવરાત્રીમાં સમજી રહ્યા છે. કથિત વાઇરલ વીડિયો ગુજરાતના નડિયાદના ડેરી રોડ ઉપર આવેલા મા શક્તિ ઉત્સવ નવરાત્રી મહોત્સવનો છે. આ કથિત વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે ઉર્વશી પાંચમા નોરતે નડિયાદમાં આવી હતી.

શું બોલી ઉર્વશી
જેવા ઓ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તેવી જ લોકોની પ્રતિક્રિયા સામે આવવા લાગી. લોકો સોશિયલ મીડિયા પર ઉર્વશી સામે રોષ ઠાલવી રહ્યા છે. પ્રતિ નામના ટ્વિટર એકાઉન્ટ પર લખવામાં આવ્યું કે, આ ઉર્વશી સોલંકી એમ કે છે કે નવરાત્રી “સેટિંગ” કરવાનો ઉત્સવ છે. જો નવમે દિવસે પણ તમે સિંગલ છો,તો તમે ગરબા જ રમ્યા છો.આ બેન ને ખબર પણ છે કે આપણી હિંદુ દીકરીઓને ફસાવવા માટે પંચર પુત્રો “વેશ” ધારણ કરીને ગરબામાં પહોંચે છે, પછી શું થાય છે? મૂર્ખ સ્ત્રી છે.

આ વિડીયો નડિયાદનો છે અને મા શક્તિ ગરબા ઉત્સવનો છે. આ ગરબાનું આયોજન સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ઉર્વશીનો આ વીડિયો વાયરલ થયા પછી લોકો ભડકી ઉઠ્યાં હતા અને તેની પાસે માફીની માગ પણ કરવા લાગ્યા હતા.એક ટ્વિટર યૂઝરે લખ્યું કે આ ઉર્વશી સોલંકી એમ કે છે કે નવરાત્રી “સેટિંગ” કરવાનો ઉત્સવ છે. જો નવમે દિવસે પણ તમે સિંગલ છો,તો તમે ગરબા જ રમ્યા છો.આ બેન ને ખબર પણ છે કે આપણી હિંદુ દીકરીઓને ફસાવવા માટે પંચર પુત્રો “વેશ” ધારણ કરીને ગરબામાં પહોંચે છે, પછી શું થાય છે? મૂર્ખ સ્ત્રી

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા