નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ(Viral Video) થઈ રહ્યો છે જેમાં એર હોસ્ટેસ(Air hostess) અને એક યાત્રી દલીલ કરતા જોવા મળી રહ્યા છે. એક મિનિટનો આ વીડિયો ઈસ્તાંબુલથી દિલ્હી આવી રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં શૂટ કરવામાં આવ્યો છે. એર હોસ્ટેસ અને પેસેન્જર વચ્ચે ખાવાના મુદ્દે ઝઘડો થયો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એર હોસ્ટેસ અને પેસેન્જર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. એર હોસ્ટેસે પેસેન્જરને કહ્યું કે મારી ક્રૂ (એસોસિયેટ એર હોસ્ટેસ) તમારી આંગળીના ઈશારાથી રડી રહી છે.
જાણો શા માટે ઝઘડો થયો
ખરેખરમાં આ ઘટના ત્યારે બની, જ્યારે કેબિન-ક્રૂ યાત્રીઓને ભોજન પીરસી રહ્યો હતો. એના માટે મુસાફરે સીધી એર હોસ્ટેસની પૂછપરછ શરૂ કરી દીધી હતી. ત્યાર બાદ એર હોસ્ટેસે પેસેન્જરને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને તેને પહેલા નમ્રતાથી વાત કરવા વિનંતી કરી. એમ છતાં પેસેન્જરે તેના પર બૂમો પાડવાનું શરૂ કર્યું. તેણે એર હોસ્ટેસ સામે બૂમો પાડીને તેને ચૂપ રહેવા કહ્યું હતું.
વીડિયોમાં પેસેન્જર કહે છે કે તે મારા પર કેમ બૂમો પાડી રહી છે? આના પર એર હોસ્ટેસ કહે છે કે કારણ કે તમે અમારા બધા પર બૂમો પાડી રહ્યા છો. વીડિયોમાં એર હોસ્ટેસ તેના સાથી દ્વારા શાંત થતી જોવા મળી રહી છે. એર હોસ્ટેસે પેસેન્જરને કહ્યું, તમે મારા ક્રૂ સાથે આ રીતે વાત ન કરી શકો. હું તમને શાંતિથી સાંભળું છું. પરંતુ તમારે અમારા ક્રૂને પણ માન આપવું જોઈએ.
પેસેન્જરે એર હોસ્ટેસને પૂછ્યું કે તેણીએ તેના ક્રૂનું અપમાન કેવી રીતે કર્યું? આના પર એર હોસ્ટેસે કહ્યું કે તે તેના ક્રૂ તરફ આંગળી ચીંધી રહી હતી. આ સાંભળીને પેસેન્જરે એર હોસ્ટેસને ‘શટ અપ’ કરવા કહ્યું. બદલામાં એર હોસ્ટેસે પણ પેસેન્જરને કહ્યું ‘તમે ચૂપ રહો’. આ આખી વાતચીત અંગ્રેજીમાં થઈ રહી હતી. ફ્લાઈટમાં બેઠેલા એક મુસાફરે આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો.
વીડિયોમાં એર હોસ્ટેસ કહે છે કે હું અહીંની કર્મચારી છું. હું તમારી નોકર નથી. એર હોસ્ટેસની પાસે તેના સપોર્ટિંગ ક્રૂમાંથી એક પણ હાજર હતો. તેણી તેને શાંત કરે છે. આટલું કહીને એર હોસ્ટેસ ત્યાંથી માસ્ક પહેરીને જતી રહે છે.
Tempers soaring even mid-air: “I am not your servant”
An @IndiGo6E crew and a passenger on an Istanbul flight to Delhi (a route which is being expanded soon with bigger planes in alliance with @TurkishAirlines ) on 16th December : pic.twitter.com/ZgaYcJ7vGv
— Tarun Shukla (@shukla_tarun) December 21, 2022
ઈન્ડિગોએ પ્રતિક્રિયા જણાવી
આ વીડિયો વાયરલ થયા બાદ ઈન્ડિગો એરલાઈન્સે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. મુસાફર જેની સાથે દલીલ કરી રહ્યો હતો તે ક્રૂ-મેમ્બર ટીમ લીડર હતી, જેથી એરલાઈને આ મુદ્દે દરમિયાનગીરી કરવી પડી હતી. એરલાઈન્સે જણાવ્યું હતું કે ફ્લાઈટમાં પેસેન્જરનું વર્તન બરાબર ન હતું.ઈન્ડિગોએ કહ્યું, પેસેન્જરે એર હોસ્ટેસ સાથે ખરાબ વર્તન કર્યું. ભોજન બાબતે બોલાચાલી થઈ હતી. મુસાફરની ખાણીપીણીની ફરિયાદ હતી. ઈન્ડિગોએ કહ્યું હતું કે તેઓ ઘટનાની તપાસ કરી રહ્યા છેઈન્ડિગોએ જણાવ્યું હતું કે મુસાફરોની સુવિધા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.