February 5, 2025
KalTak 24 News
GujaratReligionબોટાદ

બોટાદ/‌ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર એવં 500 કિલો ગોળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો ; જુઓ તસ્વીરો

shri-kashtabhanjandev-hanumanji-dada-was-presented-with-divine-decorations-of-sevanti-flowers-and-a-food-basket-of-500-kg-of-jaggery-botad

Shri Kashtabhanjan Dada Photos:શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.05-02-2025ને બુધવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા સેવંતીના મીક્સ ફુલોનો દિવ્ય શણગાર કરાયો હતો તથા 500 કિલો ગોળનો અન્નકૂટ ધરાવાયો હતો. આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા પહેરાવાયા છે. આ વાઘા 20 દિવસની મહેનતે 5 કારીગરો દ્વારા વૃંદાવનમાં તૈયાર કરવામાં આવ્યા છે. તો દાદાના સિંહાસને આજે સેવંતીના રંગબેરંગી ફુલનો શણગાર કરાયો છે. આ શણગાર કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તો 4 કલાકનો સમય લાગ્યો હતો. આ ઉપરાંત દાદા સમક્ષ આજે 500 કિલો ગોળનો અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો છે.

સ.ગુરૂ શ્રી ગોપાળાનંદસ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના એવા મહાન સંત છે જે બ્રહ્માંડના દરેક જીવો પર સિદ્ધિઓના આશીર્વાદ અને અષ્ટાંગ યોગ દ્વારા પ્રાપ્ત અનંત ઐશ્વર્યની વર્ષા કરી રહ્યા છે. શ્રી ગોપાળાનંદસ્વામીએ આ ધરતી પર વસતા દરેક પ્રાણી, પક્ષી, મનુષ્ય અને સમાજના કલ્યાણ માટે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની સાળંગપુર ખાતે સ્થાપના કરી હતી.આવા વિરલ સંતની ઐશ્વર્યની અસર આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને ખાસ કરીને સાળંગપુરધામમાં જોવા મળી રહી છે.સ્વામીજીની મહાન કથાઓની પરંપરા આજે પણ આધ્યાત્મિક સાધનાના રૂપમાં સંતો અને ભક્તોના હૃદયમાં અંકિત છે.આવા મહાન સંત અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સ.ગુરુ શ્રી ગોપાળાનંદસ્વામીજીને તેમના 244માં પ્રાગટ્ય દિવસના પાવન અવસર પર લાખ લાખ વંદન. એવં હાર્દિક શુભેચ્છાઓ..

સવારે ૭:૦૦ કલાકે શ્રી કષ્ટભંજનદેવની મૂર્તિની સ્થાપના કરનારા શાશ્વત મૂળ અક્ષરમૂર્તિ સદ્ ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના 244માં પ્રાગટ્ય દિવસ નિમિતે પૂજન-અર્ચન-આરતી પ.પૂ.નારાયણમુની સ્વામી તેમજ કિર્તનસાગર સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ.દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો ભકતોએ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો હતો..

 

Advertisement

Advertisement

 

 

 

 

Related posts

બોટાદ/ સાળંગપુરધામ ખાતે 15મી ઓગસ્ટ અને શ્રાવણના મંગળવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ત્રિરંગાનો કરાયો દિવ્ય શણગાર;હજારો ભક્તોએ કર્યા દર્શન

Sanskar Sojitra

સુરત/ જીવતા જીવ રક્તદાન,મૃત્યુ બાદ અંગદાન ને સાર્થક કરતું સૂત્ર આજે ખરું બન્યું; જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન થકી પટેલ સમાજના સખીયા પરિવાર દ્વારા 41 વર્ષીય પુરુષના અંગોનું કરાયું અંગદાન…

KalTak24 News Team

આજનું રાશિફળ/ 10 ઓક્ટોબર 2023નું રાશિ ભવિષ્ય,વિઘ્નહર્તા શ્રી ગણેશ આ 5 રાશિના લોકોનું ચમકાવશે ભાગ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં