ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સક્રિય થવાના છે. ચૂંટણી પહેલા તેઓ પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરશે.
ગાંધીનગરઃ ગુજરાત(Gujarat)માં આગામી થોડા મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી(Election) યોજાવાની છે. જેને લઈને ભાજપ-કોંગ્રેસ(BJP-Congress) તથા આમ આદમી પાર્ટી(AAP) એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. ત્યારે હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankersinh Vaghela) પર 2022ની ચૂંટણીમાં જંપ લાવવાની તૈયારી કરી રહ્યા છે. શંકરસિંહ વાઘેલા(Shankersinh Vaghela) આગામી થોડા દિવસોમાં એક નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી શકે છે.
ચૂંટણી પહેલા જ નવી પાર્ટીની જાહેરાત
વિગતો મુજબ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને નેતા શંકરસિંહ વાઘેલા(Shankersinh Vaghela) પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામની નવી પાર્ટીની સ્થાપના કરીને આગામી ચૂંટણીમાં ઉતરી શકે છે. આ અગાઉ 2017ની ચૂંટણીમાં પણ શંકરસિંહ વાઘેલા(Shankersinh Vaghela) જન વિકલ્પ નામની પાર્ટી બનાવી ચૂંટણીમાં ઉતર્યા હતા.
સુબ્રમણ્યમ સ્વામીની ‘બાપુ’ સાથે મુલાકાત
બીજી તરફ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી(Subramanian Swamy) એ પણ શંકરસિંહ વાઘેલા(Shankersinh Vaghela) સાથે શનિવારે મુલાકાત કરી હતી. આ અંગે તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, આજે હું મારા જનસંઘના જૂના મિત્ર અને ધારાસભ્ય, સાંસદ, કેન્દ્રિય મંત્રી, જનસંઘના જનરલ સેક્રેટરી શંકરસિંહ વાઘેલા(Shankersinh Vaghela)ને મળ્યો. ભાજપ અને કોંગ્રેસ સાથે મતભેદના કારણે હવે તેમની પોતાની પાર્ટી છે. પરંતુ જ્યારે તેઓ જનસંઘમાં હતા ત્યારે અમે ખૂબ સારા મિત્રો હતા. ઘણા વર્ષો બાદ તેમને મળ્યો.
I met my long standing Jan Sangh friend today viz Shankarsinh Vaghela who has been MLA, MP, Central Minister, Jan Sangh General Secretay etc. He now has his own party due to differences with Congress and BJP. But when he was in JS we were good friends. Meeting him after years
— Subramanian Swamy (@Swamy39) August 20, 2022
‘બાપુ’ ભાજપ-કોંગ્રેસ-આપના મત તોડશે
શંકરસિંહ વાઘેલા(Shankersinh Vaghela)ની સુબ્રમણ્યમ સ્વામી સાથેની મુલાકાત બાદ નવી પાર્ટી બનાવવાની વાત સામે આવી છે. એવામાં શું સુબ્રમણ્યમ સ્વામી(Subramanian Swamy) આ પાર્ટીમાં જોડાશે કે કેમ તે ખાસ જોવાનું રહેશે. બીજી તરફ 2017ની ચૂંટણીમાં પણ ‘બાપુ’એ નવી પાર્ટી બનાવી હતી, જોકે તેમની કોઈ સીટ મળી નહોતી, એવામાં હવે તેઓ ચૂંટણીના 3 મહિના પહેલા નવી પાર્ટી બનાવી અન્ય ત્રણ પાર્ટીઓના મત તોડી શકે છે.
શું હશે શંકરસિંહ વાઘેલા (Shankersinh Vaghela)ની પાર્ટીના મુદ્દાઓ
શંકરસિંહ વાઘેલા(Shankersinh Vaghela)ની નવી પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી મુદ્દાઓ જાહેર કરાયા છે. જે મુજબ, વાર્ષિક 12 લાખ સુધીની આવક ધરાવતા પરિવારોને 12 લાખનું આરોગ્ય કવચ. 12 લાખ સુધીની આવક ધરાવતા પરિવારના બાળકોને ગ્રેજ્યુએશન સુધી મફત શિક્ષણ. બરોજગાર યુવાનોને રોજગારી તથા બેરોજગારી ભથ્થું આપવું.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ