ગુજરાત
Trending

BREAKING NEWS : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી પસંદગી, જેઠા ભરવાડ ઉપાધ્યક્ષ ની વરણી

  • વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી
  • વિધાનસભા ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનુ નામ નક્કી
  • મંગળવારે એક દિવસિય સત્ર દરમિયાન અધ્યક્ષ-ઉપાધ્યક્ષની થશે ચૂંટણી

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બાદ નવી સરકારની રચના 12 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યા બાદ હવે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી છે. 156 બેઠક સાથે ભાજપનો વિજય થયા બાદ વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોને મુકવામાં આવશે તે અંગે અનેક નામો ચર્ચામાં હતા. જોકે અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડની વરણી કરવામાં આવી છે.

  • અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી- થરાદ
  • ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડ -શહેરા

અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ માટે ઉત્તર-મધ્ય ગુજરાતને પ્રાધાન્ય
રાજ્યની નવી સરકારના મંત્રી મંડળમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી વધુ ધારાસભ્યોને સમાવવામાં આવ્યા છે. જ્યારે વિધાનસભાના મહત્વના બે હોદ્દા માટે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર પસદંગી ઉતારવામાં આવી છે. અધ્યક્ષ પદ માટે શંકર ચૌધરીની વરણી કરવામાં આવી છે. તેઓ બનાસકાંઠાના રાજકારણમાં સૌથી મોટું નામ છે અને થરાદ બેઠક પરથી વિજયી થયા છે. જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડની વરણી કરાઈ છે. તેઓ પંચમહાલ જિલ્લામાંથી આવે છે અને શહેરા બેઠક પરથી વિજયી થયા છે.

આ નામો હતા રેસમાં
વિધાનસભાના અધ્યક્ષ પદ માટે શંકર ચૌધરી ઉપરાંત રમણલાલ વોરા અને ગણપત વસાવાનું નામ પણ ચર્ચામાં હતું. આ બન્ને નેતાઓ પહેલા વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. જોકે શંકર ચૌધરીના નામ પર ભાજપ દ્વારા મ્હોર મારવામાં આવી છે.

શંકર ચૌધરી ભાજપના દિગ્ગજ નેતા..
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી કરાઈ છે. આ દરમિયાન જોવા જઈએ તો તેઓ ભાજપના દિગ્ગજ નેતાઓ પૈકી એક છે. 1997માં બનાસકાંઠાની રાધનપુર બેઠક પરથી શંકર ચૌધરીએ તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિરૂદ્ધથી ચૂંટણી લડી હતી. આ સમયે શંકર ચૌધરીની ઉંમર 27 વર્ષની હતી. જ્યારે બીજીબાજુ જોવાજઈએ તો 1998માં તેઓ પહેલીવાર ધારાસભ્ય તરીકે રાધનપુર બેઠક પરથી ચૂંટાયા હતા.

 

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button