Haryana School Bus Accident : હરિયાણાથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના કનિના શહેરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ગુરુવારે સવારે એક ખાનગી શાળાની બસ કાબૂ બહાર ગઈ હતી અને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 6 બાળકોના મોત થયા છે. જ્યારે એક ડઝનથી વધુ બાળકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત કનીબા નગર પાસે કનિના-દાદરી રોડ પર થયો હતો.
જીએલ પબ્લિક સ્કૂલ ની આ સ્કૂલ બસ સેહલાંગ, ઝાડલી, ધનૌંદાથી કનિના તરફ બાળકો ને લઇને જઇ રહી હતી. ઈદની જાહેર રજા હોવા છતાં સ્કૂલમાં રજા આપવામાં આવી ન હતી. લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત દરમિયાન ડ્રાઈવર બસમાંથી કૂદીને નીકળી ગયો હતો. આ પછી બસ એક ઝાડ સાથે અથડાઈ હતી. જેના કારણે બસ પલટી ગઈ હતી. બસની સ્પીડ વધુ હોવાને કારણે કેટલાક બાળકો ચાલુ બસ દરમિયાન બસ માંથી ફંગોળાયા હતા.
Haryana | “Four students were brought dead and one critical student who was put on a ventilator passed away at the hospital.15 injured students have been referred to another hospital. SDM and administration present,” says Dr Ravi Kaushik, Nihal hospital, Mahendragarh. pic.twitter.com/K8nWm09rep
— ANI (@ANI) April 11, 2024
મળતી માહિતી મુજબ, ઈદની સરકારી રજા હોવા છતાં આજે મહેન્દ્રગઢની જીએલ પબ્લિક સ્કૂલ ખુલી હતી. બાળકો સ્કૂલ બસમાં શાળાએ જઈ રહ્યા હતા. બસ ઉન્હાની ગામ પહોંચી કે તરત જ પલટી ગઈ. આ અકસ્માતમાં અનેક બાળકો ઘાયલ થયા છે. ઘાયલ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 5 બાળકોના મોતના સમાચાર છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ, પ્રશાસન અને બાળકોના માતા-પિતા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ ઘાયલ બાળકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે સારવાર પ્રાથમિકતા છે અને ત્યાર બાદ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે.
અકસ્માત બાદ સ્થાનિક લોકો બાળકોને બચાવતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અકસ્માત બાદ બસ પલટી ખાઈ ગઈ હતી, લોહીથી લથપથ બાળકો પણ નજીકમાં જોવા મળે છે, જેમને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, બસનું ફિટનેસ સર્ટિફિકેટ પણ સમાપ્ત થઈ ગયું હતું અને ફિટનેસ સર્ટિફિકેટ વિના બસ બાળકોને લઈ જવા માટે દોડતી હતી.
#WATCH | Haryana: A student, who suffered injuries after a private school bus met with an accident in Mahendragarh’s Kanina says, “…The driver was drunk and he kept the speed at 120 which led to misbalance…” pic.twitter.com/zdheKME2CE
— ANI (@ANI) April 11, 2024
માહિતી મુજબ, આ અકસ્માત વાહનને ઓવરટેક કરતી વખતે થયો હતો. બીજી તરફ બસ ચાલક દારૂના નશામાં હોવાની માહિતી મળી છે. પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ તેને મેડિકલ સારવાર માટે મહેન્દ્રગઢ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.
બાળકોની ચીસો પણ સંભળાવવા લાગી હતી. જેના કારણે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા અને બાળકોને બચાવવામાં લાગી ગયા હતા. ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અર્થમૂવિંગ મશીનની મદદથી બસને ઉપાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
Source: Media Channel Web
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube