March 25, 2025
KalTak 24 News
Gujaratસુરત

સુરત/ રવિવારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા સમૂહલગ્નોત્સ્વનું આયોજન,60 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે

saurashtra-patel-seva-samaj-surat-organizes-mass-marriage-on-sunday-60-couples-will-be-married-surat-news
  • જાગૃતિ પંચામૃત : આરોગ્ય, બચત, સમજણ, ખુશી અને કર્તવ્ય.
  • ૧૫૦૦૦ માનવ સમુદાય માટે વ્યવસ્થા
  • ૧૫૦૦ સ્વયમ સેવકમિત્રોની સેવા
  • અત્યાર સુધીમાં કુલ ૫૪૦૪ યુગલોના લગ્ન થયા છે.
  • સમુહલગ્નોત્સવનો ઉદ્દેશ.
  •     –   સામાજીક પ્લેટફોર્મ પરથી જાગૃતિ લાવવી.
  •     –   સાંજે ૪ કલાકે સમૂહલગ્નોત્સવનો આરંભ.
  •     –   રાત્રે ૯ કલાકે કન્યાવિદાય સાથે સમાપન.

Mass marriage organized Saurashtra Patel Seva Samaj in Surat: સમૂહલગ્નોત્સવના માધ્યમથી સંગઠન અને જનજાગૃતિનું કાર્ય કરતી સંસ્થા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી તા. ૧૬-૦૨-૨૫ રવિવારે ૬૬માં સમૂહલગ્નોત્સ્વનું આયોજન થયું છે. ભક્તિ ડેવલોપર્સના શ્રી રમેશભાઈ વી. ગજેરા પરિવારના યજમાન પદે યોજાનાર સમૂહલગ્નોત્સવ ૬૦ યુગલો લગ્નગ્રંથીથી જોડાનાર છે. મોટાવરાછા, આઉટર રીંગરોડ ઉપર, ગોપીનગામની સામે, વિશાળ મેદાનમાં સમુહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત પાટીદાર સમાજના સ્થાપક પ્રમુખ શ્રી લાલજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં જામકંડોરણા શાહી સમૂહલગ્નોત્સવના આયોજન અને પૂર્વમંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા ખાસ અતિથી પદે ઉપસ્થિત રહેનાર છે. જેમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ પુ. રાજેન્દ્રદાસ બાપુ નવયુગલોને આશીર્વચન પાઠવશે. નવયુગલોને શુભાશીષ પાઠવવા માટે યોજાનાર સમારોહમાં રાજ્ય શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ તથા મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી અને આદરણીય ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે.

ગંગાસ્વરૂપા બહેનોને સન્માનીય સ્થાન

ગંગાસ્વરૂપા બહેનોની સમાજના શુભ પ્રસંગો એ અવગણના થાય અને મન મળે તેવી જાગૃતિ લાવવા માટે સમૂહલગ્નોત્સ્વના પ્રારંભ માટે દિપ પ્રાગટ્યવિધી ગંગાસ્વરૂપ બહેનોના હાથે કરવામાં આવે છે. આ પ્રસંગે ૧૨૧ બહેનોને રૂપિયા ૧૨ લાખની સહાય યજમાન પરિવાર રમેશભાઈ ગજેરા તથા નિતીનભાઈ રાદડીયા પરિવાર તરફથી આપવામાં આવી છે. લગ્નવિધી સમયે કન્યાના માતા – પિતાને સન્માન આપવા તથા અપમાન થાય તેવી કોઈ વિધી ન કરાવવા વિનંતી કરવામાં આવે છે.

વિશાળ સંખ્યામાં મહાનુભાવોની હાજરી

જમનાબા વિદ્યાર્થીભવનના મુખ્ય દાતાશ્રી હંસરાજભાઈ ગોંડલીયા, કિરણ મહિલા ભવનના નામકરણના દાતાશ્રી વલ્લભભાઈ એસ. લખાણી, રાધાબેન ઘેલાણી, અતિથી ભવનના દાતાશ્રી તુષારભાઈ ઘેલાણી, મહિલા રોજગાર તાલીમ કેન્દ્રના દાતાશ્રી શૈલેષભાઈ લુખી ઉપરાંત મુકેશભાઈ પટેલ, મનુભાઈ જીયાણી, જયંતીભાઈ બાબરીયા, ગોવિંદભાઈ ધોળકિયા, લવજીભાઈ બાદશાહ, સવજીભાઈ ધોળકિયા અને મનહરભાઈ કાકડીયા સહિત દાતાશ્રીઓને ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યા છે.

આ પ્રસંગે મુખ્યમહેમાનો દાસભાઈ ગજેરા, વલ્લભભાઈ જોધાણી, ભરતભાઈ કથીરિયા, મુકેશભાઈ માંગુકિયા, વિનુભાઈ ગાંગાણી, રાજેશભાઈ લખાણી, તથા જી.એમ રેપીયર ગ્રુપના શ્રી રમેશભાઈ વઘાસિયા ખાસ ઉપસ્થિત રહ્યા છે.

સંસ્થા સૌરભ મહાનુભાવો

સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સુરતના પ્રમુખ વેલજીભાઈ શેટા, સૌરાષ્ટ્ર પટેલ ભવનના પ્રમુખ ઝેડ. પી. ખેની સહીત વિવિધ સેવાભાવી સંસ્થાના અગ્રણીઓ અને વાપી, નવસારી, અંકલેશ્વર અને વડોદરાથી પટેલ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે.

સમૂહ લગ્નોત્સવના દાતા-યજમાન પરિવાર

૬૬માં સમૂહલગ્નોત્સવ ખર્ચ દાતા શ્રી રમેશભાઈ વી. ગજેરા પરિવાર તરફથી છે. જયારે આવતા વર્ષે ૬૭માં સમૂહલગ્નોત્સવ ૨૦૨૬ના ખર્ચ માટે યજમાન પરિવાર શિવમ જવેલ્સના ઘનશ્યામભાઈ શંકર છે. તેઓ પણ ખાસ ઉપસ્થિત રહેનાર છે.

૧૫૦૦ સ્વયંમ સેવકો વ્યવસ્થા સંભાળશે.

૬૬માં સમૂહલગ્નોત્સવમાં ૧૫૦૦૦ માનવમેદની અને મોટી સંખ્યામાં મહાનુભાવોની ઉપસ્થિત વચ્ચે ૬૦ યુગલો લગ્ન ગ્રંથીથી જોડાશે જેમાં ૧૪૦ સેવાભાવી સંસ્થાના ૧૫૦૦ સ્વયંમ સેવક મિત્રો સેવાભાવથી વ્યવસ્થા સંભાળશે. વાહન ટ્રાફિક પાર્કિંગ ભોજન અને મંડળ વ્યવસ્થા સહિત કામગીરી સંભાળશે. લોકોમાં જન જાગૃતિ કેળવવા માટે સમારોહમાં પાન-માવા- ગુટખા કે અન્ય વ્યસન કરી શકાશે નહી તેવી અપીલ કરવામાં આવી છે. તે ઉપરાંત આરોગ્ય, જાગૃતિ, બચત કરવી, જીવનની સમજણ તથા ટ્રેસ મુક્ત જીવન અને નાગરિક તરીકેના કર્તવ્ય વિશે કાર્યક્રમ દરમ્યાન જાગૃતિ લાવવા પ્રયાસ થશે. સાંજે ૪ કલાકે લોકોનું આગમન થશે. પાંચ કલાકે ગંગા સ્વરૂપ બહેનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે લગ્નવિધિ શરુ થશે. જાગૃતિ અને નવ યુગલોને આશીર્વચન આપવા સાંજે ૫ કલાકે સ્ટેજ કાર્યક્રમનો પ્રારંભ થશે. ભોજન બાદ રાત્રે ૯ કલાકે કન્યા વિદાય સાથે સમારોહ સંપન્ન થશે.

કન્યાદાન સાથે રક્તદાન

સમૂહલગ્નોત્સ્વમાં કન્યાદાનના મંત્ર ગીતો સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લોક સમર્પણ બ્લડ બેંક સુરત તરફથી શ્રી મારૂતિ ધૂન મંડળ અને વરાછા કલાસીસ એસોસિએશનના સહયારા પ્રવાસ અને વ્યવસ્થાથી રક્તદાન જાગૃતિ અર્થે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. બ્લડ બેંકના પ્રમુખ હરિભાઈ કથીરિયાએ રકતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ આર. ભાલાળા, ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા, ખજાનચી મનહરભાઈ સાચપરા, મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુક, સહમંત્રીશ્રી કાંતીભાઈ ભંડેરી તથા ધીરુભાઈ માલવિયા, ભવાનભાઈ નવાપરા, હરિભાઈ કથીરિયા, સહિત કાર્યકર્તા તથા યુવા ટીમ અને મહિલાવિંગ સમૂહલગ્નોત્સવની સફળતા માટે કાર્ય કરી રહી છે.

 

 

Advertisement

Advertisement

 

 

 

 

Related posts

Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી, 3.0 કિમી લાંબી દોડમાં 2500થી વધુ લોકો જોડાયા

KalTak24 News Team

આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારની 10મી યાદી જાહેર, જાણો કોને મળી ટિકિટ

Sanskar Sojitra

Lok Sabha Election 2024 /19મી એપ્રિલે મતદાન શરૂ થવાથી લઈ 1લી જૂન સાંજ સુધી ‘Exit poll’ અને ‘Opinion polls’ પર પ્રતિબંધ,ચૂંટણી પંચે બહાર પાડ્યું જાહેરનામું

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં