October 9, 2024
KalTak 24 News
Gujarat

પિતાની મજબૂરી પોલીસ બની આધાર: સુરતમાં માતા વિહોણી 6 વર્ષની દીકરીના પિતાએ આપઘાત કરી લેતા મહિલા પીએસઆઈએ માસૂમને આપ્યો પ્રેમ

Surat Sarthana Police PSI

Surat News: સુરતમાં એક હદય કંપવાનારી ઘટના સામે આવી છે. જેમાં એક પિતા(Father)એ પોતાની 6 વર્ષીય બાળકીને સુવડાવી ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.બાળકી પિતાની લાશ પાસે રડી રહી હતી દરમિયાન સ્થાનિકોએ બનાવની જાણ પોલીસને કરી હતી. જેથી સરથાણા પોલીસ(Sarthana Police)નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બાળકીને હાલ પોલીસકર્મીઓ સાચવી રહ્યા છે. બાળકીની માતાનું પણ અગાઉ અવસાન થઇ ગયું હતું. હાલ સુરત પોલીસ(Surat Police) બાળકીને માતા-પિતાની હુંફ આપી રહ્યા છે.

સુરતના પુણા સારોલી જંકશન પાસે નહેરની પાસે એક વ્યક્તિ ગળાફાંસો ખાધેલી હાલતમાં હતો અને તેની પાસે એક બાળકી ઉભા ઉભા રડી રહી હતી. મોર્નિંગ વોક પર નીકળેલા સ્થાનિકો આ દ્રશ્યો જોઇને ચોંકી ઉઠ્યા હતા. સ્થાનિકોએ બનાવની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા જે હક્કિત સામે આવી તે જાણીને પોલીસનું પણ હદય ધ્રુજી ઉઠ્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મૃતકનું નામ ધર્મેન્દ્ર વ્રજલાલ રાઠોડ (ઉ.વ.50) હતું અને તે મૂળ ભાવનગરના વતની છે. તેઓ ગત શનિવારે જ સુરત આવ્યા હતા અને વતનથી પરત ફર્યા બાદ નહેર પાસે રોકાયા બાદ બાળકીને સુવડાવી હતી અને બાદમાં યુવકે આંબાના ઝાડ સાથે લટકીને ફાંસો ખાઈ લીધો હતો. મૃતક યુવક રત્નકલાકાર તરીકે કામ કરતો હતો.

sarathana police 2

પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું હતું કે બાળકીની ઉમર 6 વર્ષની છે. તેનું નામ નેન્સી છે. મૃતક તેના પિતા હતા આ ઉપરાંત બાળકીની માતાનું પણ અગાઉ નિધન થઇ ચુક્યું છે. બાળકી માતા-પિતા સિવાય પરિવારના અન્ય કોઈ સભ્યો વિશે જાણતી નથી. માતાના મોત બાદ પિતાએ પણ આપઘાત કરી લેતા બાળકી નિરાધાર બની હતી. જોકે, પિતાએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. બનાવ અંગે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ બની યશોદા
માસુમ બાળકીને સરથાણા પોલીસ મથકના કર્મીઓ પરિવારની જેમ સાચવી રહ્યા છે.6 વર્ષની માસૂમ દીકરીએ માતા ગુમાવ્યા બાદ પિતાએ આપઘાત કરી લેતા અનાથ બની ગઈ હતી. જેથી સરથાણા પોલીસ પાસે હાલ માસૂમ દીકરી છે. આખો દિવસ પોલીસ સ્ટેશનનો સ્ટાફ યશોદા બન્યો હોય તે રીતે બાળકીનું લાલન પાલન કર્યું હતું. બાદમાં રાત્રિના સમયે પીએસઆઈ બી.ડી. મારું બાળકીને પોતાના ઘરે લઈ ગયા હતાં. જ્યાં તેણીને નવડાવી ધોવડાવી, જમાડીને બીજે દિવસે વળી પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ આવ્યાં હતાં. હાલ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ બાળકીને કંઈ ઓછું ન આવે તેનું ધ્યાન રાખી રહ્યો છે.

બાળકીના પિતાની સ્યુસાઈડ નોટ મળી

વધુમાં જાણવા મળ્યું કે પોલીસે દીકરીની પૂછપરછ કરતા તેણે તેની માતાનું અગાઉ અવસાન થઈ ગયું હોવાનું તેમજ શનિવારે જ વતનથી સુરત આવ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જ પિતા હીરાના કારખાનામાં કામ કરવા માટે જવાના હોવાનું જણાવ્યું હતું. જોકે, પિતાએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી.ધર્મેન્દ્રભાઈ પાસે એક ડાયરી મળી આવી હતી. જેમાં તેમણે ‘હું મારી રીતે જાઉ છુ, કોઈનો વાંક નથી. કોઈને હેરાન કરતા નહી,’ તેવી સ્યુસાઈડ નોટ લખી હતી. બનાવ અંગે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related posts

ખેડાના માતરના ઉંઢેરા ગામમાં ગરબા રમી રહેલા લોકો પર ટોળાએ પથ્થરમારો કર્યો, બે પોલીસકર્મી ઘાયલ

KalTak24 News Team

સુરતની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું;સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૪’માં સુરતે દેશભરમાં હાંસલ કર્યો પ્રથમ ક્રમ

Sanskar Sojitra

જૂનાગઢ: ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિત 10 લોકોની ભેંસાણ પોલીસે કેમ કરી ધરપકડ, જાણો ફરી શું થયો વિવાદ?

KalTak24 News Team