ગુજરાત
Trending

Shatamrut Mahotsav: શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ થી આમંત્રણ રથનું કરાયું પ્રસ્થાન,આમંત્રણ રથ વાજતે-ગાજતે અલગ શહેરો અને ગામોમાં ફરી આપશે આમંત્રણ

Kashtabhanjan Dev Hanumanji Shatamrut Mahotsav: સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ(Salangpur)માં હનુમાનજી મંદિરના 175 વર્ષ પૂર્ણ થતાં આગામી 16થી 22 નવેમ્બર 2023ના સુધી ભવ્ય શતામૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશે.આ ઉત્સવ પહેલાં દાદાના આશીર્વાદ લોકોને ઘરે બેઠા મળી રહે તે માટે સાળંગપુર હનુમાનજી મંદિર(Shree Kashtabhanjan Dev Hanumanji Temple,Salangpur)થી શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી ના રથનું આજે વાજતે ગાજતે સારંગપુરથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આ પ્રસંગે પૂજારી ડિ. કે. સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામીએ વિધિવત પૂજાવિધિ કરીને “કષ્ટભંજન દેવ કી જય” ના નારા સાથે રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.મહત્ત્વનું છે કે, દાદાનો ભવ્ય શતામૃત મહોત્સવ(Shatamrut Mahotsav)નું આમંત્રણ આપતા હોય એવી ભાવના સાથે આ રથ સમગ્ર ગુજરાતના અલગ-અલગ શહેર અને ગામે-ગામમાં ફરશે.

Salangpur Shatamrut Mahotsav

દાદાની ઘરે કરાવી શકાશો પધરામણી
દાદાના આ દિવ્ય રથના રૂટમાં દરેક ભક્તો દાદાના દર્શન અને પધરામણી કરી શકે એ માટેની મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ભક્તો આ નંબર પર 99253 60244 અને 9924150052 કોલ કરીને દાદાની પધરામણી માટે પોતાનું નામ નોંધાવી શકશે.

600 વિધાના જમીનમાં ઉજવાશે ભવ્ય શતામૃત મહોત્સવ
ઐતિહાસિક શતામૃત મહોત્સવ અંગે વાત કરતાં કોઠારી વિવેકસાગર સ્વામીએ કલતક 24 ન્યૂઝ ને જણાવ્યું કે,મંદિર પરિસરની નજીક કુલ 600 વિધાના વિશાળ જમીન પર શતામૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.આ મહોત્સવ દરમિયાન સંતો દ્વારા સવાર-સાંજ કથા અને વ્યાખ્યાનનો કરવામાં આવશે.આ ઉપરાંત બ્રાહ્મણો દ્વારા વૈદિકકાળની સ્મૃતિ કરાવતો દિવ્ય 75 કુંડી મારુતિ યજ્ઞ કરવામાં પણ કરવામાં આવશે.

Shatamrut Mahotsav

કિંગ ઓફ સાળંગપુર પર દરરોજ રાત્રે થશે ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો
કોઠારી વિવેકસાગર સ્વામીએ વધુમાં કહ્યું કે, હિન્દુ ધર્મના સનાતન સંતોનું તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનું વિશાળ સંમેલન કરવામાં આવશે.તો સાહિત્ય, રાજકીય,સામાજિક વ્યક્તિઓ પણ દાદાના દર્શને પધારશે સાથે કિંગ ઓફ સાળંગપુર ખાતે મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે અદ્ભુત લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ કરવામાં આવશે.આ ઉપરાંત હનુમાનજી મહારાજના જીવન ચરિત્ર પર આધારિત ભવ્ય અને સુંદર પ્રદર્શન સમગ્ર મહોત્સવ દરમિયાન જોવા મળશે.

સાળંગપુરધામમાં બિરાજીત હનુમાનજીની એનિમેટેડ ફિલ્મ બતાવાશે’
વિવેકસાગર સ્વામીએ શતામૃત મહોત્સવ અંગે વધુ જણાવતાં કહ્યું કે,શતામૃત મહોત્સવમાં બાળકોને પ્રેરણા મળે તેવી સાંસ્કૃતિક અને મનોરંજનપૂર્ણ બાલનગરી બનાવવામાં આવશે સાથે સાળંગપુરધામમાં હનુમાનજી મહારાજનો મહિમા અને પ્રતિષ્ઠાને દર્શાવતું 30 મિનિટનું એનિમેશન મુવી બતાવવામાં આવશે અને સ્ત્રી શક્તિને સન્માનિત કરતું મહિલા સંમેલન પણ કરવામાં આવશે.

Salangpur Shatamrut Mahotsav

વધુમાં કોઠારી વિવેકસાગર સ્વામીએ કહ્યું કે, શતામૃત મહોત્સવમાં ભવ્ય લોક મેળો, આયુર્વેદિક એલોપેથિક મેડિકલ કેમ્પ, ફ્રી રોગ નિદાન કેમ્પ, વિધવા સહાય, બીજ મંત્ર હનુમાન ચાલીસા અને હનુમાન મંત્રનો અખંડ પાઠ, મહા અન્નકૂટ, ફૂડ પાર્ક, 175 સંતો ભૂદેવો દ્વારા સંહિતા પાઠ સહિત સભર હશે.

કોઠારી વિવેકસાગર સ્વામીએ વધુમાં જણાવ્યું કે,આ શતામૃત મહોત્સવમાં 175 દીકરીઓ માટે ઇ- સ્કૂટર, અખંડ ધૂન અને સુંદરકાંડ પાઠ, રાત્રે સંગીત-સંધ્યા, ડાયરો,કવિ સંમેલન,રાસ ગરબા જેવા વિવિધ કાર્યક્રમ અને બાળકોના પેઇન્ટિંગ, રંગોળી જેવા કોમ્પિટિશન અને વિશાળ કેકનો વર્લ્ડ રેકોર્ડ જેવા કાર્યક્રમો પણ યોજાશે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button