ગુજરાત
Trending

સાળંગપુરમાં હનુમાનજીને પૂનમ નિમિત્તે ફૂલનો વિશેષ શણગાર કરાયો,જુઓ શણગારના ફોટાઓ

બોટાદ(Botad): વડતાલધામ સંચાલિત યાત્રાધામ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર(Shree Kashtabhanjan Dev Hanumanji Temple,Salangpur) ખાતે આજે પૂનમ નિમિતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ધનુર્માસ અંતર્ગત શ્રીકષ્ટભંજનદેવ દાદાને હજારીગલ અને ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર કરાયો છે.

આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી ડી. કે. સ્વામી દ્વારા તેમજ 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તેમજ મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞ તથા સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ સાંજે 5.30 કલાકે પૂનમ નિમિત્તે દાદાનું ષોડશોપચાર પૂજન કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા પૂજન, અર્ચન-આરતી કરી આવ્યું છે. જેનો લાખો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા લીધો હતો.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button