Online Parcel Blast: સાબરકાંઠામાં ઓનલાઈન પાર્સલમાં થયેલા ધડાકાને પગલે 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય 2 જણા ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ(Online Parcel Blast) ખસેડાયા હતા. આ અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે આ વિસ્તારમાં ફફડાટ સાથે આતંક ફેલાઈ ગયો હતો.
સાબરકાંઠા જિલ્લા ના વડાલીમાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વડાલીમાં ઓનલાઇન મંગલાવેલા પાર્સલમાં બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી જવા પામી છે. ઓનલાઇન પાર્સલમાં ઇલેક્ટ્રિક વસ્તુ મંગાવવામાં આવી હતી. આ પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં 2 લોકોના મોત થયા છે,જયારે લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં પરિવારમાંથી પિતા અને દીકરીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 2 દીકરીઓ ઇજાગ્રસ્ત થઇ છે.સાબરકાંઠાના વડાલીના વેડા ગામનો બનાવ છે. જ્યાં ઓનલાઇન પાર્સલમાં ઇલેક્ટ્રિક વસ્તુ મંગાવવામાં આવી હતી. પાર્સલની ડિલિવરી થયા બાદ પાર્સલ ખોલવામાં આવ્યું હતું.
બ્લાસ્ટનો અવાજ સાંભળીને અફરાતફરી મચી ગઇ હતી
પાર્સલ ખોલવાની સાથે જ પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો.બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે ત્યાં હાજર લોકોમાંથી એકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. બ્લાસ્ટનો અવાજ સાંભળીને અફરાતફરી મચી ગઇ હતી અને આસપાસના લોકો દોડીને આવી પહોંચ્યા હતા. સાથે જ પોલીસ અને એમ્બ્યુલન્સને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.
આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. જેના પગલે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ ડોક્ટર્સ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. જોકે, બ્લાસ્ટ એટલે ખતરનાક હતો કે એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આખરે પાર્સલમાં એવી તો કઇ ઇલેક્ટ્રિક વસ્તુ મંગાવવામાં આવી હતી અને કેવી રીતે પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતકનાં નામ
- જીતુભાઇ વણઝારા (ઉંમર વર્ષ 30)
- ભૂમિકાબેન જીતુભાઇ વણઝારા (ઉંમર વર્ષ 14)
હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ
- શિલ્પાબેન વિપુલભાઈ વણઝારા (ઉંમર વર્ષ 14)
- છાયાબેન જીતુભાઇ વણઝારા (ઉંમર વર્ષ 11)
સ્થાનિક લોકોએ જણાવ્યા મુજબ, પાર્સલ ખોલનાર યુવકનું કાંડુ ઉડી ગયું હતું. એટલું જ નહીં યુવકની છાતીમાં પણ ગોળીઓ વાગી હતી. આ ઘટનામાં યુવક અને કિશોરીનું ઘટના સ્થળે જ કરૂણ અને કરુણ મોત નિપજ્યું હતું. તો અજાણ્યા ઇસમ દ્વારા પાર્સલ આપ્યું હોવાનું પરિજનોનું રટણ કરી રહ્યા છે.