કલતક 24 ન્યૂઝ બ્યુરો/સુરત: રોટરેક્ટ ક્લબ ઓફ કર્ણભૂમિ મેટ્રો(Rotaract club of Karnabhumi Metro)ના મેમ્બરો દ્વારા વિસર્જનથી સર્જન હેઠળ ગણપતિ બાપા નું વિસર્જન સમયે તેની સાથે સાથે 10 દિવસ ચડાવેલા ફૂલહાર શ્રીફળ અને પુંજાપાને પણ સાથે કૃત્રિમ તળાવ પર એકત્રિત કરવામાં આવ્યા હતા. ગણપતિ બાપા ના વિસર્જન સાથે ફૂલહાર,શ્રીફળ,ઘઉં,ચોખા,ફળ વગેરે વસ્તુઓ એકત્ર કરી તેનો જુદી જુદી રીતે સદ ઉપયોગ થઈ શકે તે હેતુથી દરેક વસ્તુઓ વિસર્જન સમયે એકત્ર કરીને સ્થળ પર જ અલગ અલગ કરવામાં આવી હતી.
જેમાં 850 કિલો જેટલા એકત્ર થયેલા ફૂલહારને સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વર્ગની કમ્પોસ્ટ પ્લાન્ટ ખાતે ખાતર બનાવવા માટે મોકલવામાં આવ્યા હતા. 12 બોરી ઘઉં જેટલા એકત્ર થયેલા હતા. 1600 નંગ જેટલા એકત્ર થયેલા શ્રીફળને પણ પાંજરાપોળમાં કીડીયારું પૂરવા માટે આપવામાં આવશે અને વિસર્જન દરમિયાન 2 ડબ્બા જેટલા ગણપતિના વસ્ત્રો એકઠા કરવામાં આવ્યા હતા.તેમજ તેની સાથે કામરેજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા એ પણ આ પ્રોજેક્ટની વિશેષ નોંધ લીધી હતી.
ગત વર્ષ કરતાં આ વર્ષે ફુલહાર પૂજાપો ઓછો આવ્યા તેનું કારણ લોકોમાં આવેલી જાગૃતતા અને મોટે ભાગે સોસાયટીઓમાં ઘર આંગણે ગણપતિ બાપા નું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેથી આ વર્ષે કૃત્રિમ તળાવ પર પણ ઓછી સંખ્યામાં વિસર્જન થયું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા ગાંધીબાગ ખાતે 1 ટનનો અને વિયત કમ કોઝવે પાસે 80 કિલો ક્ષમતાનો વર્મી કમોસ્ટ પ્લાન્ટ ચલાવવામાં આવી રહ્યો છે આ સમગ્ર વ્યવસ્થા ને મેયર દક્ષેશભાઈ માવાણીએ સ્થળ પર આવીને બિરદાવી હતી.
કુત્રિમ તળાવ પર ફુલહાર પૂજાપો એકત્ર કરવાનું કામકાજ રોટરેક્ટ પ્રેસિડેન્ટ શૈલેષભાઈ કલસરિયા અને સેક્રેટરી ભાવેશ વેકરીયા ના માર્ગદર્શન હેઠળ રોટરેક્ટ પ્રોજેક્ટ ચેર ચિરાગ જીવાણી તથા રોટરેક્ટ પ્રોજેક્ટ કો.ચેર હાર્દિક વાવૈયા મળીને સરથાણા વિસ્તારમાં કૃત્રિમ તળાવ પર ટોટલ 50 થી વધુ જેટલા રોટરેક્ટ મેમ્બરો દ્વારા કરવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube