રાષ્ટ્રીય

અંબાણી પરિવારને મારવાની ફરી મળી ધમકી, રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં આવ્યો ફોન

નવી દિલ્હી: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ(Mumbai)ના સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ(sir hn reliance foundation hospital mumbai)ને બોમ્બની ધમકી મળી છે. બપોરે 12.57 કલાકે હોસ્પિટલની લેન્ડલાઈન પર એક કોલ આવ્યો, જેના પર કોઈ અજાણ્યા વ્યક્તિએ હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપી. આટલું જ નહીં, મુકેશ અંબાણી(Mukesh Ambani) પરિવારના કેટલાક લોકોના નામ લઈને ડરાવી ધમકાવનાર વ્યક્તિએ તેમને પણ ધમકી આપવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ કોલ અજાણ્યા નંબર પરથી આવ્યો હતો. ફોન કરનારે અંબાણી પરિવારના કેટલાક સભ્યોના નામ લઈને આ ધમકી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે, ફોન કરનારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે જણાવ્યું છે કે, આ ઘટનામાં ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

આ પહેલા પણ એક વ્યક્તિની થઈ ધરપકડ
આ બનાવ અંગે ડી.બી. માર્ગ પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો છે. અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ આ મામલે વધુ તપાસ અને કાર્યવાહી કરી રહી છે. અગાઉ પણ મુંબઈના દહિસરમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તેણે મુંબઈના H.N. રિલાયન્સ હોસ્પિટલના હેલ્પલાઈન નંબર પર ધમકીભર્યા ફોન કર્યા હતા અને અંબાણી પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી હતી.

100 વર્ષ જૂની છે હોસ્પિટલ
મુંબઈના સર એચ.એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ લગભગ 100 વર્ષ જૂની હોસ્પિટલ છે. રિલાયન્સ ફાઉન્ડેશન તેનું સંચાલન સંભાળે છે. થોડા વર્ષો પહેલા તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. તે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી તેના ચેરપર્સન છે.

મુકેશ અંબાણીની સુરક્ષામાં વધારો
એક સપ્તાહ પહેલા જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર મુકેશ અંબાણીને હવે Z પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. અત્યાર સુધી તેમને Z શ્રેણીની સુરક્ષા આપવામાં આવતી હતી. ઈન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી પર ખતરો હોવાથી ગૃહ મંત્રાલયે તેમની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button