RBI Repo Rate June 2024: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ત્રણ દિવસીય MPC બેઠકમાં રેપો રેટ 6.5% યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વાતની જાણકારી આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આપી છે. આરબીઆઈ દ્વારા સતત આઠમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધારવામાં આવ્યો હતો.
#WATCH | RBI Governor Shaktikanta Das says “…The Monetary Policy Committee decided by a 4:2 majority to keep the policy repo rate unchanged at 6.5%. Consequently, the standing deposit facility (SDF) rate remains at 6.25%, and the marginal standing facility (MSF) rate and the… pic.twitter.com/MEOT3e3q1L
— ANI (@ANI) June 7, 2024
લોકસભા ચૂંટણીના પરિણામ બાદ RBI ની એમપીસી બેઠક યોજાઈ હતી, જેમાં રેપો રેટને લઈ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી મુજબ, આરબીઆઈએ આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે રેપો રેટ 6.50 ટકા પર યથાવત રહેશે. અગાઉ, આ નાણાકીય વર્ષ 2024-25ની પ્રથમ MPC બેઠકમાં, પોલિસી દરો સ્થિર રાખવામાં આવ્યા હતા. RBI ના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે મુંબઈમાં શરૂ થયેલી બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી. રેપો રેટ સ્થિર રહેવાથી લોન ધારકોની લોનના EMIમાં કોઈ ફેરફાર થશે નહીં.
RBI Governor Shaktikanta Das says “The policy repo rate remains unchanged at 6.5%” pic.twitter.com/jWtqCxS3dC
— ANI (@ANI) June 7, 2024
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube