બિઝનેસ
Trending

હવે તમામ પ્રકારની લોન મોંઘી થશે,RBIએ રેપો રેટમાં કર્યો આટલા ટકાનો વધારો

RBI Increased Repo Rate:રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ વર્ષે સતત પાંચમી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. RBIએ રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. RBI અનુસાર હવે રેપો રેટ 5.90 ટકાથી વધીને 6.25 ટકા થશે. આ નિર્ણયથી હવે હોમ લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. MPCની બેઠક બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસે(Shaktikanta Das) બુધવારે એટલે કે આજે પોલિસી રેટ વધારવાની જાહેરાત કરી હતી.

આ જાહેરાત બાદ પહેલેથી જ મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને પડતા પર પાટું જેવી સ્થિતિ થઈ છે કારણ કે RBI દ્વારા રેપોરેટ વધારાની જાહેરાત બાદ હવે હોમ લોન ઓટો લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થશે અને લોકોએ વધુ EMI ચૂકવવો પડશે.

શું કહ્યું RBI ગવર્નર શક્તિકાંત દાસે?

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે અમે વધુ એક પડકારજનક વર્ષના અંતમાં આવ્યા છીએ અને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં મોંઘવારી દરમાં વધારો થતો જોવા મળ્યો છે. વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે દેશમાં સપ્લાય ચેઇનની સ્થિતિ પડકારોનો સામનો કરી રહી છે. બેંક ધિરાણ વૃદ્ધિ હાલમાં બે આંકડાથી ઉપર આવી રહી છે જ્યારે ફુગાવાનો દર ઉપલા સ્તરે રહે છે.

મોંઘવારી પર RBIએ શું કહ્યું?

આરબીઆઈ ગવર્નરે કહ્યું કે આ વર્ષ માટે ફુગાવાનો નિર્ધારિત લક્ષ્ય ઘણો દૂર છે. જોકે ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2023 માટે ફુગાવાનો દર 6.7 ટકા રહેવાનો અંદાજ છે.

દેશના આર્થિક વિકાસ દર વિશે શું કહ્યું?

શક્તિકાંત દાસે કહ્યું કે દેશના આર્થિક વિકાસ દર (જીડીપી)નો અંદાજ 7 ટકાથી ઘટાડીને 6.8 ટકા કરવામાં આવી રહ્યો છે. વૈશ્વિક અર્થતંત્રમાં અત્યારે ઘણી અનિશ્ચિતતાઓ છે અને તેની અસર ભારતીય અર્થતંત્ર પર પડે તે સ્વાભાવિક છે, તેમ છતાં ભારતીય અર્થતંત્ર ઝડપી ગતિએ આગળ વધતું રહેશે.

નાણાકીય વર્ષ 2022-23 માં 6.8 ટકા જીડીપીનો અંદાજ

આ સાથે, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય વર્ષ 2022-23 માટે જીડીપી વૃદ્ધિ દર 6.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. અગાઉ સેન્ટ્રલ બેન્કે 7 ટકાનો અંદાજ મૂક્યો હતો. તેમણે કહ્યું કે વૈશ્વિક પડકારો છતાં ભારતનો વિકાસ દર સંતુલિત છે. તેમણે કહ્યું કે માંગ વધી છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, જે અર્થતંત્રને ટેકો આપી રહી છે.

અત્યાર સુધી રેપો રેટમાં આટલો વધારો થયો:
રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ વધારવાની પ્રક્રિયા મે 2022ના મહિનાથી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારપછીના મહિને જૂનમાં આરબીઆઈએ ફરીથી વ્યાજ દરોમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. આ ટ્રેન્ડ ચાલુ રહ્યો અને ઓગસ્ટ મહિનામાં 0.50 ટકાનો વધારો જોવા મળ્યો, જ્યારે સપ્ટેમ્બરમાં પણ સેન્ટ્રલ બેન્કે પોલિસી રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો. હવે આ પાંચમી વખત છે જ્યારે કેન્દ્રીય બેંકે લોકોના ખીસ્સા પર અસર કરી છે.

EMI પર રેપો રેટની અસર:
રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ બેંકોને ધિરાણ આપે છે, જ્યારે રિવર્સ રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ નાણાં રાખવા માટે બેંકોને વ્યાજ આપે છે. રેપો રેટમાં ઘટાડો થવાને કારણે લોનની EMI ઘટે છે, જ્યારે રેપો રેટમાં વધારો થવાથી તમામ પ્રકારની લોન મોંઘી થાય છે અને આ ક્રમમાં EMIમાં પણ વધારો થાય છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button