September 14, 2024
KalTak 24 News
Entrainment

VIDEO: અભિનેત્રી રવિના ટંડન સાથે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા પહોંચી દીકરી રાશા,જાણો કેમ કહ્યું કે ‘મે આ માટે પરમિશન લીધી છે’,જાણો એક ક્લિક પર

Raveena Tandon Somnath Jyotirling

Raveena Tandon Somnath Jyotirling Visit: બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી રવિના ટંડન(Raveena Tandon) પોતાની દીકરી રાશા(Rasha Thadani) સાથે ગુજરાતમાં આવેલ સોમનાથ જ્યોતિર્લિંગ( Somanth Temple)ના દર્શન કરવા માટે પહોંચી હતી. બંને મહાદેવની ભક્તિમાં જોવા મળી હતી. રવિના અને રાશા બંને સોશિયલ મીડિયા પર મહાદેવના દર્શન કરતી તસવીરો શેર કરી છે.અભિનેત્રીએ મંદિરની વ્યવસ્થાની પ્રસંશા કરી  મંદિરના વિકાસ માટે PM Modi નો આભાર માન્યો હતો.

snapinstaapp41949774073093324206104416945881022027 1705553978

રવિના ટંડન પુત્રી સાથે સોમનાથ મહાદેવના દર્શને પહોંચી

સુપ્રસિદ્ધ અભિનેત્રી રવિના ટંડન તેની પુત્રી સાથે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પહોંચી હતી અને તેમને સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરીને ધન્યતા વ્યક્ત કરી હતી. સોમનાથનો જલાભિષેક કરી તેઓએ હરહર મહાદેવના નાદ સાથે સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું હતું. આ તકે સોમનાથ ટ્રસ્ટ તરફથી પૂજારી દ્વારા રવિના ટંડનને સોમનાથ મહાદેવનો પ્રસાદ આપી શુભાશિષ પાઠવવમાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rasha (@rashathadani)

રવિના અને રાશાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલ તસવીરોમાં જોઈ શકાય છે કે, બંને ભક્તિમાં ડૂબેલી જોવા મળી રહી છે. મા-દીકરીએ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કર્યા. તેમના માથા પર શિવ તિલક લાગેલું છે. બંનેના દર્શનના વીડિયો ઘણા વાયરલ થઈ રહ્યા છે.

અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, ‘Somnath! ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् | उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् || Har Har Mahadev !’ આ સાથે જ તેણે લખ્યું છે કે આ તસવીરો સોમનાથ મંદિર ટ્રસ્ટ પાસેથી પરમિશન લીધા બાદ શેર કરાઈ છે. રવીનાની આ પોસ્ટ પર લોકો સતત હર હર મહાદેવનો જયકાર લગાવતા જોવા મળી રહ્યા છે. અગાઉ, અભિનેત્રીએ ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ અને દક્ષિણ ભારતમાં સ્થિત રામેશ્વરમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા.

snapinstaapp41984691392445590533869677097410833610 1705554059

રવિના ટંડને શું કહ્યું ?

અભિનેત્રી રવિના ટંડને સોમનાથ મંદિર વ્યવસ્થાપન અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી યાત્રી સુવિધા અને સમાજ ઉત્કર્ષની કામગીરી તેમજ પ્રકૃતિ રક્ષણ માટે કરવામાં આવતા સોમનાથ ટ્રસ્ટના કાર્યો વિશે જાણીને સોમનાથ ટ્રસ્ટની ઉત્તમ યાત્રી સુવિધાઓને અભિનંદન આપ્યા હતા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ તીર્થ ક્ષેત્રમાં થયેલ વિકાસ અંગે પ્રધાનમંત્રીનો આભાર પ્રગટ કર્યો હતો.

snapinstaapp41952181011562053957896068551933427083 1705554038

જણાવી દઈએ કે, રવિના ટંડને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, આગામી સમયમાં તે ફિલ્મ વેલકમ ટૂ ધ જંગલ અને વેબ સિરીઝ કર્મા કોલિંગમાં જોવા મળશે.

 

 

Group 69

 

 

Related posts

દુઃખદ અવસાન : ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ના ચાઈલ્ડ એક્ટર રાહુલ કોલીનું નિધન,ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

KalTak24 News Team

બીજા દિવસે પણ રણબીર-આલિયાની બ્રહ્માસ્ત્ર ફિલ્મની ધૂમ, કેટલા કરોડનો બિઝનેસ કર્યો

KalTak24 News Team

બિગ બોસ OTT 3માં રેપર નેજીને હરાવીને સના મકબૂલે જીતી બિગ બોસ ટ્રોફી;ટ્રોફી સાથે 25 લાખ રુપિયા જીત્યા

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી