February 5, 2025
KalTak 24 News
Gujaratરાજકોટ

જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝાએ કાગવડ ખાતે માં ખોડલના કર્યા દર્શન, કહ્યું- દ્વારકા અને સોમનાથ દર્શન કરે એ રીતે ખોડલધામમાં દર્શન કર્યા વગર યાત્રા અધુરી

rameshbhai-ojha-visited-khodaldham-at-kagawad-said-just-like-visiting-dwarka-and-somnath-a-journey-is-incomplete-without-visiting-khodaldham

Gondal News: જાણીતા ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝા(Ramesh bhai Oza) 23 ડિસેમ્બરના રોજ રાજકોટના જેતપુર તાલુકાના કાગવડ ગામ(Kagvad Gam) પાસે આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર(Khodaldham Temple)ની મુલાકાતે પધાર્યા હતા.આ તકે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ(Naresh bhai Patel) અને ટ્રસ્ટીઓએ ઉપસ્થિત રહીને રમેશભાઈ ઓઝાનું ભાવથી સ્વાગત કર્યું હતું. રમેશભાઈ ઓઝાએ શ્રી ખોડલધામ મંદિરે પધારીને મા ખોડલના(Ma Khodal) દિવ્ય દર્શન(Darshan) કર્યા હતા.

આ તકે નરેશ પટેલ અને ટ્રસ્ટીઓએ રમેશભાઈને ખોડલધામનો ખેસ અને પુષ્પમાળા પહેરાવી માઁ ખોડલની પ્રતિમા અર્પણ કરી હતી. સાથે જ પૂજ્ય રમેશભાઈ ઓઝાને શ્રી ખોડલધામ મંદિર પરિસરની મુલાકાત કરાવી હતી. સાથે જ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા કરવામાં આવી રહેલા સેવાકાર્યોની અને ટ્રસ્ટ દ્વારા સ્થાપિત કરાયેલી વિશ્વ રેકોર્ડ્સની માહિતી આપવામાં આવી હતી.

રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, કાગવડમાં આપના દ્વારા માઁ ભગવતીને પ્રતિષ્ઠિત કર્યા છે તે જોઈને મન ખૂબ જ પ્રસન્ન થાય છે. ખોડલધામ આજે સૌરાષ્ટ્રનું મહત્વનું તિર્થધામ બની ગયું છે. લોકો દ્વારકા અને સોમનાથ દર્શન કરે એ રીતે ખોડલધામમાં દર્શન કર્યા વગર યાત્રા અધુરી છે. શ્રી ખોડલધામ મંદિરમાં તમામ માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે તે પણ સારી બાબત ગણાવી હતી. આ તકે નરેશ પટેલે રમેશભાઈનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રમેશભાઈ ઓઝા સમય લઈને શ્રી ખોડલધામ મંદિરે પધાર્યા છે ત્યારે શ્રી ખોડલધામનું આંગણું પવિત્ર બન્યું છે.

 

 

 

Advertisement

Advertisement

 

 

 

 

Related posts

સુરત/ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદી સંસ્થાન દ્વારા ભારત સહિત 7 દેશોમાં 115 જગ્યાએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન યોજાયો કેમ્પ,જુઓ VIDEO

KalTak24 News Team

સુરત/ રવિવારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા સમૂહલગ્નોત્સવનું થશે આયોજન,૮૪ યુગલો પ્રભુતા પાડશે પગલાં…

Sanskar Sojitra

ભાજપ,કોંગ્રેસ અને આપનાં દિગ્‍ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ અને રોડ-શો કરશે-જાણો કાર્યક્રમ

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં