Rajkot News: સમાજમાં ઘણીવાર એવું જોવા મળે છે કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને માનવતાવાદી કાર્યને લોકો પ્રાધાન્ય આપતા હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો. 16 વર્ષની કુમારી હીર પ્રફુલભાઈ ઘેટીયા બ્રેઇન ડેડ થતા હીરના માતા-પિતા અને પરિવારે ભારે હૈયે દીકરીના દેહને પંચમહાભૂતમાં વિલીન થતા પહેલા અમુલ્ય ચક્ષુદાન અને દેહદાન થકી કરી સમાજમાં એક દાખલો બેસાડ્યો છે.
હીરને બ્રેઈન હેમરેજ થયું હતું
કુમારી હીર પ્રફુલભાઈ ઘેટીયા ઉંમર વર્ષ વર્ષ 16 ને આજથી એક મહિના પહેલા બ્રેઈન હેમરેજ થયું હતું અને તે માટે મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ તેની તબિયત સારી થતા હોસ્પિટલમાંથી રજા આપી તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા, પરંતુ ઘરે ગયા પછી તેણે અચાનક શ્વાસ અને હૃદયની તકલીફ થતા તાત્કાલિક તેમને ફરી હોસ્પિટલે લઇ આવવા આવ્યા અને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હીરને 15 મેના રોજ મૃત જાહેર કરાઈ
ડોક્ટર દ્વારા મગજના એમઆરઆઈ રિપોર્ટ કરાવતા માલુમ પડ્યું કે તેમને મગજનો 80 થી 90 ટકા ભાગ કામ નહોતો કરતો. આથી આઈસીયુમાં દાખલ કરી અને સઘન સારવાર આપવામાં આવી હતી. પરંતુ ડોક્ટર અને સગા વાલાઓની અર્થાત મહેનત પછી પણ દર્દીની તબિયતમાં કોઈ સુધારો ન જણાતા દર્દીનું આજરોજ તારીખ 15 મે 2024 ના રોજ અવસાન થયુ હતું. નાની ઉંમરની દીકરી હોવા છતાં માતા-પિતા દ્વારા ખૂબ જ કઠિન એવો ચક્ષુદાન અને દેહદાનનો નિર્ણય લેવામાં લઇ સમાજ ને પ્રેરણા રૂપ દાખલો બેસાડ્યો હતો.
ધોરણ 10માં 99.7 PR સાથે બનવું હતું ડોક્ટર
કુમારી હીર અભ્યાસમાં ખુબ જ તેજસ્વી હતી અને આ વર્ષે ધોરણ 10માં અભ્યાસ કરતી હતી અને તાજેતરમાં જ તેનું પરીક્ષાનું પરિણામ ખુબ જ સરસ 99.7 પર્સન્ટાઇલ આવેલું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કુમારી હીરનું સ્વપ્ન ડોક્ટર બનવાનું હતું. જેથી જેને દાનમાં ચક્ષુ મળેલ છે તેની પાસેથી અપેક્ષા રાખીએ કે તેઓ ડોક્ટર બનવાનું કુમારી હીરનું મહત્વકાંક્ષી સ્વપ્ન સાકાર કરે અને દેહદાન થકી મેડીકલના વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનમાં સફળતાના શિખરો સર કરે.
બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો.વિશાલ ભટ્ટે જણાવ્યું હતું કે, ‘હીર તેજસ્વી વિદ્યાર્થિની હતી. સવારે 7.30 વાગ્યે તેનું અવસાન થયું ત્યારે પરિવારે સામેથી આવીને આવા કપરા સમયમાં દેહદાનનો નિર્ણય અમને જણાવ્યું હતું. તબીબી અભ્યાસ બાદ હીરના બે ચક્ષુનું દાન કરાયું છે જે બે લોકોને આંખની રોશની મળશે જ્યારે દેહદાન થકી હીર અનેક ડોક્ટરના જ્ઞાનમાં વધારો કરવાનું પ્રેરણારૂપ કાર્ય કરશે.’
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube