વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેમના પ્રવાસના પ્રથમ દિવસે તેમણે સવારે સુરતમાં અને બપોરે ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ વડાપ્રધાન અમદાવાદ પહોંચ્યા હતા અને ગુજરાતના યજમાનપદે યોજાનાર 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યાર બાદ વડાપ્રધાન GMDC ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે માતાજીની આરતી ઉતારી હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ માતાજીન્બી આરતી ઉતારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સૌ પ્રથમ વખત GMDC ગ્રાઉન્ડ ઉપર ગરબા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાનની હાજરીને લીધે ગ્રાઉન્ડ ઉપર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આજરોજ વડાપ્રધાનના આગમનને લઈને GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના વિકાસની ઝલક દર્શાવતી ખાસ થીમ ઉભી કરાઈ છે. જેમાં નડાબેટ સીમા દર્શન પ્રોજેકટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રસીકરણ વિષયો સહિતના ડેકોરેશન અને સુશોભન કરવામાં આવ્યા છે.
પીએમ મોદીએ સ્ટેજ પરથી ગરબા નિહાળ્યા
ભાગવતના ઋષિ કુમારોએ મંત્રોચ્ચાર સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. GMDC ગ્રાઉન્ડમાં પીએમ મોદી માતાજીની આરતી ઉતારી હતી. સાથે જ ખેલૈયાઓ પણ હાથમાં દીવા લઈને ઉભા રહ્યા હતા અને પીએમ મોદી સાથે ખેલૈયાઓએ પણ માતાજીની આરતી ઉતારી હતી. માતાજીની આરતી પુરી થયા બાદ ગરબા શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારે પીએમ મોદીએ સ્ટેજ પરથી ગરબા નિહાળ્યા હતા. પીએમ મોદી થોડો સમય GMDC ગ્રાઉન્ડમાં થોડો સમય રોકાયા બાદ ત્યાંથી રવાના થયા હતા.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp