પોલિટિક્સ
Trending

પેપર લીક મામલે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભગવાન શ્રી રામને લખ્યો પત્ર, જાણો પત્ર માં શું લખ્યું છે ?

અમરેલી(Amreli): રાજ્યમાં પેપર ફૂટવાનો સિલસિલો સરકારથી અટકી રહ્યો નથી. પંચાયત જુનિયર ક્લાર્કની સરકારી નોકરી માટેની રવિવારે પરીક્ષા યોજાવાની હતી. જેમનુ પેપર લીક થઈ ગયું હતું. આ મામલે રાજ્યમાં ઠેરઠેર પરીક્ષાર્થીઓ દ્વારા ચક્કાજામ, ટાયર સળગાવવા, સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દરમિયાનમાં ગુજરાત એટીએસ દ્વારા વડોદરાથી 15 શખ્સોને એક્ઝામના પેપર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

આ મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે(Pratap Dudhat) આ મામલે ભગવાન શ્રી રામ(Shree Ram)ને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યું કે, ગુજરાત માં ઘણા વર્ષો થી આપના નામ પર ચુંટાતી સરકાર સાશન માં છે. હવે બચાવી શકો તો ભગવાન શ્રીરામ તમેજ એકજ અમારા યુવાનોને બચાવી શકો છો.

આ પણ વાંચો:વરાછા ના ધારાસભ્ય કુમાર કાનાણીનો મનપા કમિશ્નરને પત્ર,”મારા વિસ્તારમાં જો ગંદકી-દુર્ગંધ દૂર નહીં થાય અને જન આંદોલન થશે તો..”

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાત સતત ચર્ચામાં રહ્યા છે. ખેડૂતોના પ્રશ્ને અનેક વખત અધિકારીઓને ખખડાવતા જોવા મળ્યા છે. ત્યારે હવે પ્રતાપ દૂધાત દ્વારા પેપર લીક મામલે શ્રી રામના શરણે પહોંચ્યા છે. તેમણે ભગવાન શ્રી રામને પત્ર લખી અને કહ્યું કે, હવે બચાવી શકો તો ભગવાન શ્રીરામ તમેજ એકજ અમારા યુવાનોને બચાવી શકો છો, ત્યારે આપના મારફત સરકારનું ધ્યાન દોરવામાં આવે તેવી મારી વિનંતિ છે.

જાણો શું લખ્યું છે પત્રમાં ? 
રાજ્યમાં સતત પેપર લીક થઈ રહ્યા છે. ત્યારે આ મામલે પ્રતાપ દૂધાતે બહગવાં શ્રી રામને પત્ર લખ્યો છે.તેમા જણાવ્યું કે, આજે પ્રભુ આપને પત્ર પાઠવવાની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ છે કે ગુજરાત માં ઘણા વર્ષો થી આપના નામ પર ચુંટાતી સરકાર સાશન માં છે.ત્યારે ગુજરાત માં લાખો બે રોજગાર યુવાનો છે. ત્યારે બેરોજગાર યુવાનો જ્યારે જયારે પરિક્ષા માં પેપર આપવા જાય છે.એક એક પેપર નવ નવ વખત લીક થાય છે, વર્ષ 2014 માં ચીફ ઓફિસર નું પેપર, વર્ષ ૨૦૧૫ માં તલાટી મંત્રી નું પેપર, વર્ષ 2018 માં (૧) મુખ્ય સેવિકા નું પેપર, (૨)TAT નું પેપર, (૩) નાયબ ચિટનીસ નું પેપર (૪) લોક રક્ષક નું પેપર, વર્ષ 2019 માં બિન સચિવાલય વર્ષ ૨૦૨૧ માં (૧) હેડ ક્લાર્કનું પેપર, (૨) DGVCL વિધુત સહાયક પેપર, વર્ષ ૨૦૨૨ માં (૧) વન રક્ષક નું પેપર, (૨) સબ ઓડિટર નું પેપર વર્ષ 2023 માં જુનિયર ક્લાર્ક ના પેપર લીક થાય છે ત્યારે લોકશાહી માં સતાધારી લોકો તમારા નામ પર મદમસ્ત બની લોકોને ન્યાય આપવામાં નિષ્ફળ નીવડેલ છે.હવે બચાવી શકો તો ભગવાન શ્રીરામ તમેજ એકજ અમારા યુવાનોને બચાવી શકો છો, ત્યારે આપના મારફત સરકારનું ધ્યાન દોરવામાં આવે તેવી મારી વિનંતિ છે.

 

આ પણ વાંચો: Axar Patel Marriage : મેહાની સ્ટાઈલ પર અક્ષર પટેલ બન્યો ક્લીન બોલ્ડ, લગ્નમાં ક્રિકેટરે કર્યો જોરદાર ડાન્સ

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button