કુખ્યાત ગેંગસ્ટર #LawrenceBishnoi ના પોસ્ટર લહેરાવાયા
મહેમદાવાદની સોનાવાલા હાઈસ્કૂલની ઘટના
મહેમદાવાદમાં મત ગણતરી કેન્દ્ર બહાર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી
પોલીસ બંદોબસ્ત હોવા છતાં જીતના ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવ્યા#ElectionResults… pic.twitter.com/olXluAV7BD
— Benefit News (@BenefitNews24) February 18, 2025
ખેડામાં ચૂંટણીમાં જીતની વિવાદિત ઉજવણી જોવા મળી છે. મહેમદાવાદ નગરપાલિકામાં વિજય થતાં મહેમદાબાદ સોનાવાલા હાઈસ્કૂલમાં લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી હતી. ચૂંટણી પરિણામો બાદ લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરાઈ છે. જીતના ઉમેદવારને વધાવવા લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર ફરકાવવામાં આવ્યા છે.જેમાં લોરેન્સ બિસ્નોઈ પોસ્ટર વાળો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે મહેમદાવાદ પોલીસે આ બાબતે બે યુવકોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
લોરેન્સના પોસ્ટર ફરકાવતા લોકો પર પોલીસે કાર્યવાહી કરી
મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલમાં ચૂંટણી ટાણે મોટી ઘટના ઘટી હતી. જેમાં મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવતા માહોલ ગરમાયો હતો. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતના ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવવામાં આવતાના વીડિયો વાયરલ થયા હતા. ત્યાર આ ટાણે પોલીસની નજર લોરેન્સના પોસ્ટર ફરકાવતા લોકો પર પડતા પોલીસ કડક કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે સમર્થકને પોલીસ વાહન તરફ ધસેડી ગયા હતા. જેનો વીડિયો વાયરલ થયો છે.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube