- પૂનમ પાંડેનું 32 વર્ષની ઉંમરે નિધન
- સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી અભિનેત્રી
- મેનેજરે પૂનમ પાંડેના નિધનની કરી પુષ્ટી
Poonam Pandey Death:અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સરથી મોત થયું હોવાના દુખદ સમાચાર સામે આવ્યા છે.2 ફેબ્રુઆરીની સવાર બોલિવૂડ માટે ઘણી આંચકાજનક રહી છે. પૂનમ પાંડેનું માત્ર 32 વર્ષની ઉંમરે અવસાન થયું છે. પૂનમ પાંડેની ટીમે સો.મીડિયામાં ઑફિશિયલ સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે. આટલું જ નહીં પૂનમ પાંડેના મેનેજરે પણ આ વાતને કન્ફર્મ કરી છે.જોકે ચાહકોને લાગી રહ્યું છે કે પૂનમ પાંડેનું ઇન્સ્ટા અકાઉન્ટ હૅક થયું છે અથવા તો તે કોઈ પબ્લિસિટી સ્ટંટ કરી રહી છે.
ઑફિસયલ સ્ટેટમેન્ટમાં શું કહેવામાં આવ્યું છે?
‘આજની સવાર અમારા બધા માટે ઘણી જ મુશ્કેલ છે. ઘેરા આઘાત સાથે તમને જણાવતા દુઃખ થાય છે કે અમે અમારી ફેવરિટ પૂનમ પાંડેને સર્વાઇકલ કેન્સરમાં ગુમાવી છે. પૂનમના સંપર્કમાં જેટલા લોકો પણ આવ્યા તે તમામને તે પ્રેમથી મળી. દુઃખની આ ઘડીમાં અમે પ્રાઇવસી માટે રિક્વેસ્ટ કરીએ છીએ અને અમારી સાથે વિતાવેલી દરેક ક્ષણ, વાત માટે અમે તેમને પ્રેમથી યાદ કરીએ છીએ.’
View this post on Instagram
ચાહકોને હજી પણ વિશ્વાસ નથી
સો.મીડિયા ચાહકોને હજી પણ વિશ્વાસ નથી કે પૂનમ પાંડેનું અવસાન થયું છે. શરૂઆતમાં ચાહકોને લાગ્યું કે આ કોઈ પબ્લિસિટી સ્ટંટ છે તો કેટલાંકને લાગ્યું કે કોઈએ પૂનમ પાંડેનું અકાઉન્ટ પેજ હૅક કર્યું છે. એક ચાહકે સો.મીડિયામાં પોસ્ટ કરી હતી, આશા છે કે આ પોસ્ટ ફૅક કે પછી ફન પોસ્ટ નહીં હોય. અન્ય એકે કમેન્ટ કરી હતી, મને લાગે છે કે આ ફૅક પોસ્ટ છે.
View this post on Instagram
ફિલ્મ અને ટીવીમાં કામ કર્યું
પૂનમ પાંડેનો જન્મ 11 માર્ચ, 1991માં કાનપુરમાં થયો હતો. તે મોડલ તથા એક્ટ્રેસ હતી. તેણે 2013માં ફિલ્મ નશાથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તે છેલ્લે ધ જર્ની ઑફ કર્મામાં જોવા મળી હતી. ટીવીની વાત કરીએ તો તેણે ખતરોં કે ખિલાડી 13 તથા કંગના રનૌતના રિયાલિટી શો લૉકઅપમાં ભાગ લીધો હતો.
પૂનમ પાંડે લોકપ્રિય મોડલ હતી
તમને જણાવી દઈએ કે પૂનમ પાંડે લોકપ્રિય મોડલ હતી. તેણીએ 2011 ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલ પહેલા એક વિડિયો સંદેશમાં વચન આપ્યું હતું કે જો ભારત ફાઇનલ મેચ જીતી જાય તો તે છીનવી લેશે ત્યારે તેણીની લોકપ્રિયતા આસમાને પહોંચી હતી. તેણીના હિંમતવાન દાવા સાથે, તેણીએ સૌ પ્રથમ વખત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધ્યાન ખેંચ્યું હતું.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, પૂનમ છેલ્લે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત દ્વારા હોસ્ટ કરવામાં આવેલી ‘લોકઅપ’ની પ્રથમ સિઝનમાં જોવા મળી હતી. જો કે તે આ શો જીતી શકી ન હતી, પરંતુ તેણે તેના ચાહકોની સંખ્યા વધારી. કંગના રનૌતની લોકઅપની પ્રથમ સિઝન સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારુકીએ જીતી હતી.
અત્રે જણાવવાનું કે પૂનમ પાંડે ઈન્ડસ્ટ્રીની સૌથી વિવાદિત હસ્તીઓમાંથી એક હતી. પોતાના બોલ્ડ લૂકના પગલે તે ખુબ વિવાદમાં અને ચર્ચામાં રહેતી હતી. તે ઉપરાંત તેની વાતો અને એક્શન્સ ઉપર પણ ખુબ વિવાદ થતા રહેતા હતા.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube