February 9, 2025
KalTak 24 News
Gujaratસુરત

સુરતની ઉત્રાણ હોટલમાં ચાલતા દેહવેપાર પર પોલીસની રેડ, થાઈલેન્ડની 7 યુવતીઓ ઝડપાઇ; આપત્તિજનક સ્થિતિમાં 9 ગ્રાહક ઝડપાયા

Surat: સુરત ઉત્રાણ વિસ્તારમાં દેહવેપારનો ભાંડો ફોડતા પોલીસે પનવેલ હોટલમાં મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ રેડમાં 7 થાઈલેન્ડની યુવતીને મુક્ત કરવામાં આવી છે, જ્યારે 9 ગ્રાહકોને ઝડપી પાડવામાં આવ્યા છે. ગ્રાહકોને વ્હોટ્સએપ પર યુવતીઓની તસવીર મોકલીને હોટલમાં બોલાવવામાં આવતા હતા.છેલ્લા ઘણા સમયથી હોટલમાં દેહવેપાર ચાલતો હતો.

પોલીસની રેડમાં 7 યુવતી અને 9 ગ્રાહક ઝડપાયા

ઉત્રાણ વિસ્તારમાં આવેલ પનવેલ હોટલમાં દેહવેપાર ચાલે છે, એવી બાતમી મળતા પોલીસ ટીમે હોટલ પર રેડ કરી હતી. રેડ દરમિયાન હોટલના રૂમમાં દેહવેપાર માટે યુવતીઓ સાથે આપત્તિજનક સ્થિતિમાં 9 ગ્રાહકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે હોટલમાંથી સાત યુવતીને મુક્ત કરાવી છે. યુવતીઓને હવે આશ્રય અને રક્ષણ માટે મૂકવામાં આવશે.

આ હોટલનો મુખ્ય સંચાલક જે. ડી. કેવડિયા, દલાલ શિવમ ગજેરા, ભાવના પાટીલ અને હોટલના માલિક વિજય ઉર્ફે કાના સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની ધરપકડ માટે તપાસ હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં હોટલના માલિક વિજય ઉર્ફે કાનાની સીધી સંડોવણી હોવાનું પોલીસનું માનવું છે. હોટલના માધ્યમથી દેહવેપારની વ્યવસ્થા અને ગ્રાહકો સાથે સંચાલન કરવાના આરોપો છે.

ક્રાઇમ બ્રાન્ચની વધુ તપાસ ચાલુ

ઉત્રાણ પોલીસે આ રેડ દરમિયાન મળેલી માહિતીના આધારે અન્ય શંકાસ્પદ વિસ્તારોમાં તપાસ ચાલુ રાખી છે. અન્ય હોટલોમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

ગીર સોમનાથમાં સૌથી મોટું ડિમોલિશન,ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર ચાલ્યા, મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત

KalTak24 News Team

સુરત/ વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા માતૃભાષા મહોત્સવનું આયોજન,VIDEO

Sanskar Sojitra

દિવાળી વેકેશનમાં પ્રવાસીઓની પસંદ બન્યું ગુજરાત,રાજ્યમાં 15 દિવસમાં 16 પ્રસિદ્ધ સ્થળોની 61 લાખ મુલાકાત લીધી;દ્વારકામાં 13 લાખથી વધુ ભાવિકોએ કર્યાં દર્શન

Sanskar Sojitra
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં