Surat: સુરત ઉત્રાણ વિસ્તારમાં દેહવેપારનો ભાંડો ફોડતા પોલીસે પનવેલ હોટલમાં મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ રેડમાં 7 થાઈલેન્ડની યુવતીને મુક્ત કરવામાં આવી છે, જ્યારે 9 ગ્રાહકોને ઝડપી પાડવામાં આવ્યા છે. ગ્રાહકોને વ્હોટ્સએપ પર યુવતીઓની તસવીર મોકલીને હોટલમાં બોલાવવામાં આવતા હતા.છેલ્લા ઘણા સમયથી હોટલમાં દેહવેપાર ચાલતો હતો.
પોલીસની રેડમાં 7 યુવતી અને 9 ગ્રાહક ઝડપાયા
ઉત્રાણ વિસ્તારમાં આવેલ પનવેલ હોટલમાં દેહવેપાર ચાલે છે, એવી બાતમી મળતા પોલીસ ટીમે હોટલ પર રેડ કરી હતી. રેડ દરમિયાન હોટલના રૂમમાં દેહવેપાર માટે યુવતીઓ સાથે આપત્તિજનક સ્થિતિમાં 9 ગ્રાહકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે હોટલમાંથી સાત યુવતીને મુક્ત કરાવી છે. યુવતીઓને હવે આશ્રય અને રક્ષણ માટે મૂકવામાં આવશે.
આ હોટલનો મુખ્ય સંચાલક જે. ડી. કેવડિયા, દલાલ શિવમ ગજેરા, ભાવના પાટીલ અને હોટલના માલિક વિજય ઉર્ફે કાના સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની ધરપકડ માટે તપાસ હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં હોટલના માલિક વિજય ઉર્ફે કાનાની સીધી સંડોવણી હોવાનું પોલીસનું માનવું છે. હોટલના માધ્યમથી દેહવેપારની વ્યવસ્થા અને ગ્રાહકો સાથે સંચાલન કરવાના આરોપો છે.
ક્રાઇમ બ્રાન્ચની વધુ તપાસ ચાલુ
ઉત્રાણ પોલીસે આ રેડ દરમિયાન મળેલી માહિતીના આધારે અન્ય શંકાસ્પદ વિસ્તારોમાં તપાસ ચાલુ રાખી છે. અન્ય હોટલોમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube