Amreli News : અમરેલીના ધારાસભ્ય અને નાયબ દંડક કૌશિક વેકરીયા વિરુદ્ધનો લેટર સોશિયલ મીડિયામાં ફરતો થતાં રાજકારણ ગરમાયું હતુ. આ મામલે તપાસ કરી રહેલી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. જેમણે કૌશિક વેકરીયાને બદનામ કરવા માટે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખના નામનો નકલી લેટર પેટ બનાવીને તેમાં ધારાસભ્ય વિરુદ્ધ ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરીયાના નામે લેટર બોમ્બ ફૂટ્યો હતો. જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા ભાજપને બદલે કોંગ્રેસીઓને વધુ મહત્ત્વ આપતા હોવાનો સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો હતો. અમરેલી તાલુકા પંચાયતનો પણ તમામ વહીવટ કૌશિક વેકરીયા જ કરે છે, પ્રમુખને તો માત્ર તેમના કાર્યાલયે જઈને જ્યાં કહે ત્યાં સહી કરવાની હોય છે. અમરેલી નગર પાલિકા અને જિલ્લા પંચાયતનો વહીવટ પણ કૌશિક વેકરિયા જ કરી રહ્યા છે.તેમની પાસે પાવર હોવાથી કોઈ કશું બોલતું નથી.
આ પત્ર ફરતો થતાં તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાએ સ્પષ્ટતા કરવી પડી હતી કે, મારા લેટર પેડનો દુરુપયોગ કરીને તેમજ ખોટા સહી-સિક્કા કરીને સ્થાનિક ધારાસભ્યની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે તેવા તદ્દન ખોટા આરોપો મૂકવામાં આવ્યા છે. આખરે આ મામલો પોલીસ પાસે પહોંચતા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ભાજપના પૂર્વ પ્રમુખ-કાર્યકરો સહિત 4 ધરપકડ
આ કેસમાં અમરેલી પોલીસ દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. જેમાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે લેટરપેડ બનાવી વાઈરલ કરનારા યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા, વિઠલપુર-ખભાળીયાના પાયલબહેન ગોટી, જશવંતગઢ ગામનો સરપંચ અશોક માંગરોળીયા, જશવંતગઢના જીતુ ખાત્રા તરીકે થઈ છે. હાલ તો પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube