October 9, 2024
KalTak 24 News
Gujarat

100મા જન્મદિવસે માતાને મળવા આવશે PM નરેન્દ્ર મોદી,ત્યારબાદ પાવાગઢના દર્શને

modi tour2
  • PM મોદી ફરીવાર 17-18 જૂનના રોજ ગુજરાત પ્રવાસે
  • 18 જૂનના રોજ પીએમ મોદીનાં માતા હીરાબાને થશે 100 વર્ષ
  • PM મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 18 જૂને 100 વર્ષનાં થશે. આ દરમિયાન જ PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 17 અને 18 જૂને ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન મોદી 18 જૂને માતા હીરાબાને સવારે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને મળી શકે છે. હીરાબાના 100મા જન્મદિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુંદરકાંડના પાઠથી લઈને શિવઆરાધના કરવામાં આવશે. તેઓ 18 જૂને ગુજરાતના પાવાગઢ ખાતે મા કાલી મંદિરનો જીર્ણોદ્ધાર અને ધ્વજારોહણ પણ કરશે. તેઓ વડોદરામાં પણ સભાને સંબોધન કરવાના છે.

PM મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તારીખ 17-18 જૂન એમ બે દિવસ PM મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે 18 જૂનના રોજ પીએમ મોદીનાં માતા હીરાબા 100 વર્ષના થશે. ત્યારે માતા હીરાબાના જન્મદિન નિમિત્તે PM મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા જશે. હીરાબાના 100માં જન્મદિવસ નિમિત્તે વડનગરમાં પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન રખાયું છે.

hiraba modi 1655283188

17 જૂનના રોજ PM મોદી રાત્રે અમદાવાદ પહોંચશે

જણાવી દઇએ કે, તારીખ 17 જૂનના રોજ PM મોદી રાત્રે અમદાવાદ પહોંચશે. રાત્રે 8 વાગ્યે ગાંધીનગર રાજભવન પહોંચશે. બાદમાં 18 જૂનના રોજ સવારે પીએમ મોદી પાવાગઢ જશે. સવારના 9 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી પાવાગઢ મંદિરે દર્શન કરશે. 11:30 થી 11:45 સુધી વિરાસત વનની મુલાકાત લેશે. બપોરના 12:15 વાગ્યે PM મોદી વડોદરા પહોંચશે. જ્યાં તેઓ ગુજરાત ગૌરવ અભિયાનને સંબોધન કરશે. બાદમાં બપોરે 2:30 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.

ઉલ્લેખનીય છે કે, આગામી તા. 17 અને 18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ સમગ્ર કાર્યક્રમની માહિતી આપી હતી.

૧૬,૩૬૯ કરોડના વિવિધ ૧૮ પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમના હસ્તે ગુજરાતને મળનાર ભેટ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દ્વારા રેલવે વિભાગ હસ્તકના ગુજરાતના રૂ.૧૬,૩૬૯ કરોડના વિવિધ ૧૮ પ્રકલ્પોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવશે. જેમાં પાલનપુર-માદર ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરનું લોકાર્પણ તેમજ અમદાવાદ – બોટાદ પેસેન્જર ટ્રેનનું ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ ઉપરાંત સુરત, ઉધના, સોમનાથ અને સાબરમતી સ્ટેશનના રીડેવલપમેન્ટના કામોના ખાતમુહૂર્ત તથા ગેજ કંવર્જેશન સહિતના વિવિધ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યના ગરીબ અને મધ્યમ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા ૮૯૦૭ આવાસોના લાભો લાભાર્થીઓને આપવામાં આવશે.

વડોદરામાં “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમ યોજાશે

વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યુ કે આગામી તા.૧૭ અને ૧૮ જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જે દરમિયાન પ્રધાનમંત્રી તા.૧૭ મી જુને રાત્રી રોકાણ રાજભવન ખાતે કરશે. તા.૧૮મી જૂન, શનિવારના રોજ સવારે ૯.૧૫ કલાકે પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરીને ત્યાર બાદ ૧૧.૩૦ કલાકે વિરાસત વન(પાવાગઢ નજીક)ની મુલાકાત લેશે.આ અવસરે પ્રધાનમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બપોરે ૧૨:૩૦ કલાકે “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’-૨૦ વર્ષનો વિશ્વાસ-૨૦ વર્ષનો વિકાસનું આયોજન

વધુમાં ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજાજન સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧ જુલાઇ થી ૧૫ જુલાઇ ૨૦૨૨ દરમિયાન સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા કક્ષાએ ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’-૨૦ વર્ષનો વિશ્વાસ-૨૦ વર્ષનો વિકાસનું આયોજન કરવામાં આવ્યુ છે તેમ જણાવી પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યઓ તેમના મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામો હાથ ધરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. બે કરોડના ગ્રાંટ ફાળવવાનો નિર્ણય કરાયો છે તે માટે માર્ગ મકાન વિભાગ દ્વારા રૂ. ૮૬ કરોડની રકમ પણ ફાળવી દેવામાં આવી છે.

PM કરશે આ કાર્યોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત

  • પાલનપુર – મદાર ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું લોકાર્પણ
  • ગેજ પરિવર્તન બાદ અમદાવાદ-બોટાદ રેલવે પેસેન્જર ટ્રેનનું ફ્લેગ ઓફ કરાવશે.
  • લુનિધાર- ઢસા, પાલનપુર-રાધનપુર પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે
  • ગાંધીધામમાં લોકોમોટિવ મરામત ડેપો, સુરત, ઉધના, સોમનાથ, સાબરમતી રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના કામોના ખાતમુહૂર્ત કરશે.
  • વિજાપુર-આંબલિયાસણ, નડિયાદ-પેટલાદ, કડી-કટોસણ, આદરજ મોટી-વિજાપુર,જંબુસર – સમની, પેટલાદ – ભાદરણ અને હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇનના ગેજ પરિવર્તનનાં કામોનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

Related posts

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ મહિના પહેલાં શનિવારે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય ફ્રુટના વાધા તથા સિંહાસને 1 હજાર કિલો મિક્ષ ફળોનો શણગાર કરાયો;હજારો ભક્તોએ કર્યા દર્શન

KalTak24 News Team

કોમેડી ક્વીન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ પોતાના દીકરા લક્ષસિંહ (ગોલા)ની અંબાજીમાં બાબરી ઉતરાવી,માતાજીનાં દર્શન કરી ધજા ચઢાવી,જુઓ VIDEO

KalTak24 News Team

રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને લઈ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલએ સ્થિતિની કરી સમીક્ષા

KalTak24 News Team