March 25, 2025
KalTak 24 News
Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વાર ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તારીખ 18 એપ્રિલે સાંજે PM મોદી અમદાવાદ પહોંચશે. ત્યાર બાદ રાજ્યમાં બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમમાં જોડાશે અને સભાઓ પણ સંબોધશે. દિયોદરમાં વડાપ્રધાન બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યાં મહિલા પશુપાલકોને સંબોધશે તો જામનગરમાં WHOના મદદથી બની રહેલા આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. ત્યાર બાદ ગાંધીનગરમાં આયુષ મંત્રાલયની 2 દિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. તો બીજી તરફ દાહોદમાં આદિવાસી સંમેલનમાં પણ સંબોધન કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને જનતાને આકર્ષવા માટે ભાજપે મહાઅભિયાન શરુ કર્યુ છે.

PM મોદી 18 એપ્રિલથી 20 એપ્રિલ ગુજરાતમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા ફરી વાર ગુજરાત આવી રહ્યાં છે. ત્યારે તેમનો શિડ્યુલ જણાવીએ તો વડાપ્રધાન મોદી તારીખ 18મી એપ્રિલે સાંજે અમદાવાદ આવી પહોંચશે. ત્યાર બાદ તેઓ સાંજે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મહત્વના કમાન્ડ સેન્ટરની પણ મુલાકાત લેશે. તારીખ 18 એપ્રિલે પીએમ મોદી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.

જાણો શું છે 19 એપ્રિલનો કાર્યક્રમ?

19 એપ્રિલે પીએમ મોદી સવારે બનાસકાંઠા જશે જ્યાં દિયોદરમાં પીએમ મોદી બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ મહિલા પશુપાલકોના સંમેલનમાં પણ પીએમ મોદી સંબોધન કરશે. બનાસકાંઠા બાદ પીએમ મોદી જામનગર જશે. જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન પણ પીએમ મોદી કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને આયુષ મંત્રી પણ હાજર રહેશે.

PM મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે

18 એપ્રિલ
-સાંજે 5:30 કલાકે અમદાવાદ પહોંચશે
– સાંજે 6 કલાકે ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની લેશે મુલાકાત
– રાત્રે રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ

19 એપ્રિલે
– બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનોમું ખાતમુહૂર્ત કરશે
– દિયોદર ખાતે યોજાયેલી જનસભામાં હાજર રહેશે
– દિયોદર બાદ PM જામનગરના કાર્યક્રમમાં આપશે હાજરી
– PM બપોરે 1:20 કલાકે જામનગર પહોંચશે
– વિશ્વ આયુર્વેદિક યુનિવર્સિટી કાર્યક્રમમાં ભાગ લેશે
– ગ્લોબલ મેડિસિન સેન્ટરનું કરશે ખાતમુહૂર્ત
– 5:00 વાગ્યે જામનગરથી અમદાવાદ આવશે
– રાત્રે પુનઃ રાજભવનમાં કરશે રાત્રી રોકાણ

20 એપ્રિલે
-મહાત્મા મંદિર કાર્યક્રમમાં આપશે હાજરી
-દાહોદ અને પંચમહાલમાં વિવિધ પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત કરશે
-2 વાગ્યે PM મોદી દાહોદ જવા થશે રવાના
-સાંજે 6.16 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે

20 એપ્રિલનો કાર્યક્રમ ગાંધીનગરમાં

ત્રીજા દિવસે એટલે કે 20 એપ્રિલે PM મોદી મહાત્મા મંદિરમાં હાજરી આપશે. અહીંયા તેઓ આયુષ મંત્રાલયની બે દિવસીય કોન્ફરન્સનું આયોજન પણ કરશે. આ કાર્યક્રમ બાદ પીએમ મોદી દાહોદ જવાના છે. દાહોદમાં પીએમ મોદી આદિવાસી સંમેલનમાં સંબોધન કરશે. પીએમ મોદી દાહોદથી અમદાવાદ પરત ફરી રાત્રે દિલ્હી પરત ફરશે.

15 એપ્રિલે મનસુખ માંડવિયા, સિંધિયા આવશે ગુજરાત

તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા 15એપ્રિલે કચ્છ આવશે. તેઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરશે. તેમજ ઔષધિ પર આધારિત દવાઓનું રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરશે. મહત્વનું છે કે આ રિસર્ચ સેન્ટર  કેન્દ્ર સરકાર અને  WHOના સહયોગથી સંચાલિત હશે.  વિશ્વનું એક માત્ર ઔષધિ આધારિત દવા પરનું રિસર્ચ સેન્ટર હશે. આ  કાર્યક્રમમાં WHOના DG અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજરી આપશે. તેમજ આયુષમંત્રી અને મંત્રાલયની સમગ્ર ટીમ પણ હાજર રહેશે. આ ઉપરાંત 16 એપ્રિલે કેન્દ્રીય મંત્રી નાગરિક અને ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ગુજરાત પ્રવાસે છે

Related posts

જામનગર/ આઇસ્ક્રીમ બાદ હવે Pizza માંથી વંદો નીકળ્યો,U.S પિઝા સ્ટોરની ચોંકાવનારી ઘટના,વીડિયો વાઇરલ થતાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી

KalTak24 News Team

અમદાવાદમાં સનાતન ધર્મના સાધુ-સંતોની મોટી જાહેરાત,સ્વામિનારાયણ સંપ્રદાયનો કર્યો બહિષ્કાર

KalTak24 News Team

યુદ્ધજહાજ ‘સુરત’: પ્રથમવાર કોઈ યુદ્ધજહાજને ગુજરાતના શહેરનું અપાયું નામ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુદ્ધજહાજના ક્રેસ્ટનું કર્યું અનાવરણ,જુઓ તસવીરો

KalTak24 News Team