વિશ્વ
Trending

PM મોદી પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા,પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાને PM મોદીના ચરણ સ્પર્શ કર્યા

International News: જાપાનમાં G-7 શિખર સંમેલનમાં સામેલ થયા બાદ વડાપ્રધાન મોદી(PM Modi) પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પાપુઆ ન્યૂ ગિની(Papua New Guinea) એરપોર્ટ પર યજમાન દેશના વડાપ્રધાન જેમ્સ મારાપેએ PM મોદીના પગે લાગીને તેમનું સ્વાગત કર્યું. ભારત તરફથી નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન છે જે પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાતે પહોંચ્યા છે.

વડાપ્રધાન મોદીનું આ સ્વાગત એટલા માટે પણ ખાસ છે કેમકે તે દેશનો નિયમ છે કે ત્યાં સૂર્યાસ્ત બાદ આવનારા કોઈ પણ નેતાનું ઔપચારિક સ્વાગત નથી કરાતું, પરંતુ વડાપ્રધાન મોદી પહોંચ્યા બાદ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. વડાપ્રધાન મોદી તેઓ પહેલી વ્યક્તિ છે જેમના માટે આ દેશે પોતાની જૂની પરંપરા તોડી છે.

યજમાન દેશે કેમ પરંપરા તોડી?
પેસિફિક મહાસાગરમાં આવેલા આ દ્વીપ દેશ રાતના સમયમાં વિદેશી મહેમાનોનું રાજકીય સન્માન સાથે સ્વાગત નથી કરાતું પરંતુ ભારતનું મહત્વ અને વૈશ્વિક મંચ પર વડાપ્રધાન મોદીની વધતી સાખને જોતા અહીંની સરકારે પોતાની વર્ષો જૂની પરંપરા તોડી PM મોદીનું ભવ્ય સ્વાગત કર્યું.

ભારતીય સમુદાયના લોકોને મળ્યા વડાપ્રધાન મોદી
પાપુઆ ન્યૂ ગિનીમાં વસતા ભારતીય લોકોએ પણ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું. વડાપ્રધાન અહીં પહોંચ્યા બાદ કેટલાંક લોકો સાથે મુલાકાત કરી. અનેક ભારતીયોએ વડાપ્રધાનને ભેટ પણ આપી. અનેક લોકો વડાપ્રધાન મોદીની સાથે ફોટો પડાવવા માટે પણ ઉત્સાહિત જોવા મળ્યા.
FIPIC સમિટમાં થશે સામેલ
વડાપ્રધાન મોદી અહીં ફોરમ ફોર ઈન્ડિયા-પેસિફિક કોર્પોરેશન (FIPIC) સમિટમાં સામેલ થવા માટે પહોંચ્યા છે. આ મીટિંગમાં 14 દેશોના નેતા ભાગ લેશે. પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયા જશે. જ્યાં તેઓ અનેક કાર્યક્રમમાં ભાગ લેશે. ઓસ્ટ્રેલિયામાં હવેથી હેરિસ પાર્ક ક્ષેત્રને લિટલ ઈન્ડિયાના નામથી ઓળખવામાં આવશે. જેની જાહેરાત વડાપ્રધાને સામુદાયિક કાર્યક્રમમાં દરમિયાન કરાશે.

પીએમ જાપાનથી પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા

ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી મોદી પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા હતા.  કોઈપણ ભારતીય વડાપ્રધાનની પાપુઆ ન્યૂ ગીનીની આ પ્રથમ મુલાકાત છે. વડાપ્રધાન જાપાનથી અહીં પહોંચ્યા હતા જ્યાં તેમણે G-7 સમિટમાં હાજરી આપી હતી અને વિશ્વના અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. FIPICની રચના 2014માં વડાપ્રધાન મોદીની ફિજીની મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી.

જાપાનમાં પ્રતિમાનું અનાવરણ
જણાવી દઈએ કે પીએમ મોદી પોતાની વિદેશ યાત્રાનો ઉપયોગ ભારતીય સંસ્કૃતિના વાહન તરીકે કરી રહ્યા છે. આ પહેલા પીએમ મોદીએ જાપાનના હિરોશિમામાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તેઓ એક ભાષાશાસ્ત્રી અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા કલાકારને મળ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા.

પીએમ મોદી છે વિદેશ પ્રવાસે
પીએમ મોદી હાલમાં તેમના 6 દિવસના વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં છે. પ્રથમ તબક્કામાં તેઓ G7 બેઠક માટે જાપાન પહોંચ્યા, જ્યારે બીજા તબક્કામાં તેઓ FIPIC સમિટ માટે પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા. આ પછી ત્રીજા તબક્કામાં વડાપ્રધાન 22 મેના રોજ ઓસ્ટ્રેલિયા પહોંચશે. અહીં પહોંચ્યા બાદ 23 મેના રોજ વડાપ્રધાન સિડનીમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. આ પછી, 24 મેના રોજ, તેઓ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. તે જ દિવસે તેઓ ઓસ્ટ્રેલિયામાં મોટા બિઝનેસ અને ખાનગી કંપનીઓના સીઈઓને મળશે. આ પછી પીએમ મોદી 25 મેના રોજ સવારે દિલ્હી પરત ફરશે.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button