December 6, 2024
KalTak 24 News
Gujarat

ગુજરાતમાં સૌપ્રથમ બોલતા સાયબર ગણેશજીની સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કરવામાં આવી સ્થાપના, દર્શન કરવા આવતા લોકોને સાઈબર ક્રાઈમ અંગે જાણી શકશે માહિતી

  • દેશમાં પહેલીવાર સુરત પોલીસના બોલતા સાઇબર ગણેશની સ્થાપના
  • ગણેશજી સાઇબર ક્રાઇમથી બચવા QR કોડથી ટિપ્સ આપશે

Surat News: ગઈકાલથી અનંત ચતુર્થી સુધી સમગ્ર સુરત શહેરમાં ગણેશજી(Ganeshji)ની ધૂમધામથી શરૂ થયું તેમાં પણ ખાસ કરીને સુરતના વિવિધ મંડળો દ્વારા અલગ અલગ થીમ ઉપર ગણેશજીના મંડપોને સજાવવામાં આવ્યા છે ત્યારે સુરત શહેર પોલીસ(Surat City Police) પણ ગણેશ સ્થાપનામાં અન્ય મંડળોથી પાછળ નથી અને સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશન(Police Station)ની સાથે વિવિધ બ્રાન્ચોમાં પણ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન અને પૂજન કરવામાં આવશે. ગણેશજીની પ્રતિમા નું સ્થાપન સાયબર સેલ(Cyber Cell) દ્વારા પણ કરવામાં આવ્યું છે. આજના ટેકનોલોજીના સમયમાં લોકો સાયબર ફ્રોડનો શિકાર બનતા રહે છે.જેને અટકાવવા માટે આવર્ષે સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા નવતર અભિગમ હાથ ધરી બોલતા ગણેશજીનું સ્થાપન કરાયું છે જેમાં ગણપતિ બાપા તમામ દર્શનાર્થીઓને સાયબર ક્રાઈમ થી બચવા માટે ખાસ સંદેશ આપી રહ્યા છે.

સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ સેલે ગુજરાતનાં સૌથી પહેલા “બોલતા સાયબર ગણેશ”ની સ્થાપના કરી છે

દર વર્ષે સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે.ગણેશ ચતુર્થી એ સ્થાપન કર્યા બાદ 10 દિવસ સુધી બાપ્પા ની પૂજા અર્ચના કરાતી હોય છે.અંગ્રેજોના સમયથી બાપ્પાની સ્થાપના વિવિધ સંદેશ આપવા કરવામાં આવે છ. ત્યારે સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા એક નવતર અભિગમ સાથે બોલતા ગણપતિજીની સ્થાપના કરાય છે સાયબર ક્રાઇમ પોલીસ મથકની બાજુમાં જ ગણેશ પંડાલ બનાવી ત્યાં બોલતા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે.

સાયબર ક્રાઈમ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે માટેની માહિતી આપવામાં આવી

સુરત શહેર સાયબર ક્રાઇમ દ્વારા આ વખતે બોલતા ગણેશ નું સ્થાપન કરવામાં આવ્યું છે ગણેશજીની પ્રતિમા આ વખતે લોકોને સાયબર ક્રાઇમ અંગે અવેર કરશે સુરત શહેર સાયબર ક્રાઇમ દ્વારા એક પ્રદર્શન પણ લગાવવામાં આવી છે. જેમાં સાયબર ક્રાઈમ ને લગતી તમામ માહિતીઓ પણ આપવામાં આવી છે. સુરત શહેર સાઇબર ક્રાઇમ દ્વારા લોકોમાં સાયબર ક્રાઇમને લઈને સંપૂર્ણ અવારનેશ આવે તે માટે આ ગણેશ મંડપને વિવિધ સ્લોગનોથી સજાવવામાં આવ્યા છે. ગણેશજીના વાહન મૂષક પણ અહીંયા દોરવામાં આવ્યા છે અને તેની ઉપર વિવિધ પ્રકારના સાયબરને લગતા સ્લોગન લખવામાં આવ્યા છે. ગણેશજીના મંડપમાં બંને તરફ સાયબર ક્રાઈમ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે માટેની માહિતી પણ આપવામાં આવી છે.

સ્થાપનાના પ્રથમ દિવસે જ બોલતા ગણેશ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા આ ગણેશજીના મંડપમાં આજે સાંજે આરતી કરવામાં આવી હતી અને અહીં આવતા લોકોને તેમને સાયબર ક્રાઇમના અવરનેસ વિશે પણ જાગ્રત રહેવા માટેની સૂચનાઓ આપી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના બાજુમાં જ આ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે અને જેવા મંડપના એન્ટ્રન્સ ગેટથી આ પ્રવેશ કરો કે તુરંત જ આપને સાયબર ક્રાઇમ ને લગતી તમામ માહિતીઓ મળી જાય છે. મંડપના પ્રવેશ દ્વારથી તમામ માહિતી એટલે કે અત્યાર સુધીમાં જે પણ ક્રાઇમના ગુનાઓ નોંધાયા છે તે તમામ ગુનાઓની માહિતી આપવામાં આવી છે.

આ ગણેશોત્સવમાં એક ખાસ પ્રકારનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે આ ઉપરાંત અહીંયા મૂકવામાં આવેલા ગણેશજી તમામ લોકોને સાયબર ક્રાઇમ અંગેની માહિતી આપે છે અને લોકો સાયબર ક્રાઇમ થી કેવી રીતે બચી શકે છે તે અંગેની તમામ માહિતી ગણેશજી દ્વારા આપવામાં આવે છે એટલે કે સુરત શહેર પોલીસે આ વખતે ગણેશ ઉત્સવને લોકોની જાગૃતિ માટેનો અભિયાન સાથે જોડી લઈને એક અનોખો પ્રયાસ કર્યો છે.

સુરત શહેર સાયબર ક્રાઇમ દ્વારા આ સમગ્ર કાર્યક્રમમાં પ્રસાદ તરીકે આવનારા ભક્તોને ટીપ કાર્ડ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે જે પણ ભક્તો બાપાના દર્શન કરવા આવશે તે તમામ ભક્તોને અહીંયાથી એક કાર્ડ આપવામાં આવશે જેમાં સાઇબર ને લગતી એક ટીપ હશે. આ ટીપકાર્ડ ખરેખર લોકો માટે ઉપયોગી બનશે.સુરત ના આ બોલતા ગણપતી ના દર્શન કર્યા બાદ લોકો સાયબર ક્રાઈમ નો ભોગ બનતા અવશ્ય અટકી જશે.

મહત્વનું છે કે, ટેકનોલોજીના આ યુગમાં સાયબર ક્રાઈમના બનાવો પણ વધ્યા છે. ત્યારે લોકોમાં વધુને વધુ જાગૃતિ આવે અને લોકો સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે શ્રીજીના દર્શનની સાથે સાથે જનજાગૃતિનો પ્રયાસ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર, સુરત સાયબર ક્રાઈમના એસીપી વાય.એ.ગોહિલ સહિતના પોલીસ અધિકારીઓ અને મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

સુરત ક્રાઈમ પોલીસ દ્વારા સાયબર ક્રાઈમનો ભોગ લોકો ન બને તે માટે સતત જનજાગૃતિના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે સાયબર સંજીવની અભિયાન 2.0 પણ શરુ છે. જે અંતર્ગત સુરતના અલગ અલગ વિસ્તારોમાં સાયબર ફ્રોડ કેવી રીતે થાય છે. તેના બચવા લોકોએ શું કરવું જોઈએ વગેરેની માહિતી પણ લોકોને આપવામાં આવી રહી છે.

 

 

 

Related posts

બોટાદ/‌ વડતાલ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શને સાળંગપુરધામ પધાર્યા;જુઓ તસવીરો

Sanskar Sojitra

વડાપ્રધાન મોદીના આગામી 29-30 સપ્ટેમ્બર ના રોજ આવશે ગુજરાત પ્રવાસે

KalTak24 News Team

સુરતના સરથાણા શ્યામધામ મંદિર પાસે આંગડિયામાં એક કરોડથી વધુના ડાયમંડ પાર્સલની લૂંટ,વલસાડ LCBએ ગણતરીના કલાકોમાં કરી આરોપીઓની ધરપકડ

KalTak24 News Team
advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News