Padma Awards 2025: પ્રજાસત્તાક દિવસ(ગણતંત્ર દિન) પૂર્વે કેન્દ્ર સરકારે શનિવારે(25 જાન્યુઆરી) પદ્મ પુરસ્કારો 2025ના વિજેતાઓના નામની જાહેરાત કરી. આ યાદીમાં અનેક નામી-અનામી પદ્મ પુરસ્કાર વિજેતાઓ છે, જેમાં કુવૈતના યોગ ટ્રેનર અને સફરજન સમ્રાટ હરિમાનનું નામ પણ સામેલ છે.
Padma Awards 2025 | Unsung and unique Padma Awardees. Full list to be released shortly.
Dr Neerja Bhatla, a Gynaecologist from Delhi with specialized focus on cervical cancer detection, prevention and management being awarded Padma Shri.
Bhim Singh Bhavesh, social worker from… pic.twitter.com/tIkPS8Pzln
— ANI (@ANI) January 25, 2025
જાણો કોને-કોને મળ્યો એવોર્ડ?
- જોયનાચરણ બથારી: દીમા હસાઓ નૃત્ય
- નરેન ગુરંગ: નેપાળી ગીત ગુરુ
- વિલાસ ડાંગરે: હોમિયોપેથ
- સાઈખાય એજે અલ સબાહ: યોગ
- નિર્મલા દેવી: સુજનીના વૈશ્વિક દેવી
- રાધા બહિન ભટ્ટ: ગાંધી ઑફ ધ હિલ્સ
- સુરેશ સોની: સાબરકાંઠાનો સહયોજક
- પાંડી રામ માનવી: મુરીયા કે માન, બસ્તર કી શાન
- જોનાસ મસેટી: બ્રાઝિલના વેદાંત ગુરુ
- જગદીશ જોશીલા: નિમાડીના નોવાલિસ્ટ
- હરવિંદર સિંહ: કૈથલનો એકલવ્ય
- ભેરુ સિંહ ચૌહાણ: નિર્ગુણ ભક્તિના ભેરુ
- વૈકપ્પા અંબાજી સુગાતકર: ઘુમંતુ ગુરુ
- પી દચ્ચાનામૂર્તિ: થવિલ થલાઈવા
- નિરજા ભાટલા: સર્વાઇકલ કેન્સર ક્રૂસેડર
- મારુતિ ભુજંગરાવ ચિતમ્પલ્લી: મહારાષ્ટ્રના અરણ્ય ઋષિ
- ભીમવ્વા દોદાબલપ્પા સિલ્કેયાતારા: ગ્રેન્ડ મધર ઑફ ગોંબિયાતા
- સેલિ હોલ્કર: હોલ્કર વિવર ઑફ હોપ
- 19 બતૂલ બેગમ: ભજનોના બેગમ
- વેલૂ આસાન
- ગોકુળ ચંદ્રદાસ: મા દુર્ગોર ઢાકી દાસ
- વિજયલક્ષ્મી દેશામાને: હીલિંગ વિધ હોપ
- ચૈતરામ દેવચંદ પવાર: વન કે વનબંધુ
- લિબિયા લોબો સરદેસાઈ
- પરમાર લવજીભાઈ નાગજીભાઈ
ગુજરાતના મહાનુભાવોને મળ્યો પદ્મશ્રી
- ગુજરાતના સુરેશ સોનીને પદ્મશ્રી
- સામાજિક કાર્ય બદલ મળ્યો પદ્મશ્રી
- કલા ક્ષેત્રે લવજીભાઇ પરમારને પદ્મશ્રી
President Droupadi Murmu has approved Gallantry awards to 93 Armed Forces and Central Armed Police Forces personnel, including 11 posthumous, on the eve of 76th Republic Day. These include two Kirti Chakras, including one posthumous; 14 Shaurya Chakras, including three… pic.twitter.com/oYalfPEAga
— ANI (@ANI) January 25, 2025
દર વર્ષે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વખતે પણ સેલિબ્રિટીઓને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંથી એક પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આજે, વિજેતાઓના નામની જાહેરાત પછી, માર્ચ અથવા એપ્રિલ મહિનામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સન્માન સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિજેતાઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે. પદ્મ પુરસ્કારો ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે, જેમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીનો સમાવેશ થાય છે.
આ એવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેમણે કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, વેપાર, ઉદ્યોગ, દવા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત અને નાગરિક સેવાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં મહાન કાર્ય કર્યું છે. બ્રાઝિલના હિંદુ આધ્યાત્મિક નેતા જોનાસ મેસેટ્ટી અને પ્રખ્યાત દંપતી હ્યુગ અને કોલીન ગેન્ટઝરને ભારતના વારસા વિશે લખવા બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
વિજેતાઓ માટે માર્ગદર્શિકા
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પદ્મ પુરસ્કારોને ટાઇટલ માનવામાં આવતું નથી, તેથી વિજેતાઓ તેમના નામની આગળ કે પાછળ તેનો ઉપયોગ કરી શકતા નથી. આ પુરસ્કારો સાથે, વિજેતાઓને કોઈ રોકડ પુરસ્કાર, ભથ્થું અથવા રેલ-હવાઈ મુસાફરીમાં રાહત જેવી કોઈ સુવિધા આપવામાં આવતી નથી. પદ્મ પુરસ્કાર વિજેતાઓને રાષ્ટ્રપતિની સહી અને સીલ ધરાવતું પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવે છે. એવોર્ડ વિજેતાઓને તેમના મેડલની પ્રતિકૃતિ પણ મળે છે, જે તેઓ કોઈપણ ફંકશનમાં પહેરી શકે છે.
(ઈનપુટ:ANI)
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube