December 11, 2024
KalTak 24 News
Gujaratસુરત

સુરત/ પી.પી સવાણી પરિવાર દ્વારા “પિયરયું” અંતર્ગત પિતા વિહોણી ૧૧૧ દીકરીઓના ૧૪-૧૫ ડિસેમ્બરે ભવ્ય લગ્ન,50 હજાર મહેમાનોને કરાશે વૃક્ષની અનોખી ભેટ

p-p-savani-family-holds-grand-wedding-of-111-daughters-with-fathers-under-piyaru-on-december-14-15-surat-news
  • પિતા વિહોણી “૧૧૧ દીકરીઓના” ૧૪-૧૫ ડિસેમ્બરે લગ્ન
  • પી. પી. સવાણી પરિવારનું “પિયરયું” છોડી ૧૧૧ દીકરી સાસરે વિદાય લેશે
  • સાસુ-સસરા કરશે વહુ અને જમાઈની આરતી
  • ૫૦,૦૦૦ મહેમાનને તુલસી છોડ સાથે “એક વૃક્ષ મા કે નામ” માં સહયોગ, પર્યાવરણ જાગૃતિ અને “અંગદાન જાગૃતિ” સ્લોગનના ટેગ સાથે ભેટની અનોખી પહેલ
  • દીકરી-જમાઈને કુલ્લુ-મનાલીમાં હનીમૂન અને વેવાણને અયોધ્યા-વારાણસીની યાત્રા કરાવશે
  • પી. પી. સવાણી ગ્રુપ – રેડીયન્ટ ઇંગ્લિશ એકેડમી, ડભોલી-કતારગામ શાખા શુભારંભ
  • ગોલ્ડન બૂક ઓફ રેકર્ડમાં સ્થાન

PP Savani family to hold mass wedding in Surat: દરવર્ષે ડિસેમ્બર મહિનામાં સુરતમાં અનોખો લગ્નપ્રસંગ યોજાઇ છે. આ લગ્ન પ્રસંગ એટલે પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી લગ્ન. એના યજમાન હોય સુરતનું સેવાભાવી એવું પી.પી.સવાણી પરિવાર. આજ સુધી 5274 દીકરીઓને સાસરે વળાવી ચૂકેલા પી.પી.સવાણીના આંગણેથી આગામી ૧૪ અને ૧૫ ડિસેમ્બર એમ બે દિવસમાં ૧૧૧ દીકરીઓને પિયરયું છોડીને સાસરે વળાવાશે.

વિવાહ પાંચ ફેરાના, સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો, પારેવડી, લાડકડી, પાનેતર, ચૂંદડી મહિયરની, દીકરી જગત જનની, માવતર અને હવે “પિયરયું” જેવા નામે યોજાતો લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે. પી.પી. સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારોદીકરીઓના પાલક પિતા બની ચૂકયા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ 5274 દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા આ સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને આ પ્રકારના અનેક લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે.

પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરનાર પી.પી.સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૧૧ દીકરીઓના લગ્ન આગામી તા.૧૪ અને ૧૫ ડિસેમ્બર શનિ – રવિવારના રોજ પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે સાંજે પાંચ વાગ્યે યોજાશે.

‘પિયરયું’ નામે યોજાઇ રહેલા લગ્ન સમારોહની વિગત માટે આજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પી. પી. સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે સમૂહ લગ્નના માધ્યમથી સામાજિક ક્રાંતિના હેતુસર વર-કન્યા સહિત તમામ લોકોને લગ્ન સ્થળે “૫૦ હજાર જેટલા તુલસીના રોપા” ભેટમાં અપાશે. પર્યાવરણ જાગૃતિ અંગે આ પ્રયત્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના “એક વૃક્ષ મા કે નામ” ના આહ્વાનને આગળ લઈ જનારો છે. સાથે આ રોપાને “અંગદાન જાગૃતિ” ના ટેગ સાથે આપવામાં આવશે. આ સમૂહ લગ્ન પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતો પધારશે અને નવદંપતીને આશીર્વાદ આપશે, તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રિય મંત્રી પ્રદેશ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત અનેક રાજકીય આગેવાનોની પણ ઉપસ્થિતિ રહેશે. રાજ્ય સરકારના મંત્રીઓ,સનદી અધિકારીઓ, સાધુ-સંતો, જાણીતા વક્તા, ગાયિકાઓ સહિત અનેક મહાનુભાવ હાજર રહેશે.

મહેશભાઈ સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે કરિયાવર તો આપીએ જ છીએ, સાથે જ લગ્ન પછી પણ દીકરીની તમામ જવાબદારી પણ નિભાવીએ છીએ. પી.પી. સવાણી પરિવાર સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ સામાજિક કાર્યો કરે છે એ સૌ જાણે છે. અમારી દીકરી-જમાઈનું “સેવા સંગઠન” પણ બન્યું છે. આ એટલા માટે છે કે અમારી દીકરીની માતાને જે બાળકોના ઉછેર માટે જે તકલીફ પડી છે એ અમારી દીકરીને ન પડે એ માટે આ “સેવા સંગઠન” બનાવ્યું છે. ઈશ્વર નહી કરે ને કોઈ દીકરી વિધવા થાય તો આ સંગઠન એને આર્થિક સહાય કરે છે.સાથે જ એના બાળકની શિક્ષણ અને આરોગ્યની તમામ જવાબદારી પણ નિભાવે છે. આવી દીકરીના બાળક ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીની જવાબદારી સેવા સંગઠન ઉપાડશે. દીકરીને કોઈપણ પ્રકારની આર્થિક જરૂરિયાત માટે પણ સેવા-સંગઠન પ્રતિબધ્ધ છે.

પિયરયું લગ્ન સમારોહમા ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓ છે. બે મૂક-બધિર અને બે દિવ્યાંગ કન્યા છે, બે મુસ્લિમ છે અને વિવિધ ૩૯ જ્ઞાતિની કન્યાઓ નવજીવનના ફેરા ફરશે. લગ્ન અગાઉ જ તમામ ૧૧૧ દીકરીઓને પિતાની હૂંફ પૂરી પાડનાર લાગણી રૂપી ભેટ સમા કરિયાવરનું વિતરણ કરી દેવાયું છે. જે ૧૧૧ કન્યા છે એ પૈકી ૯૦% કન્યા એવી છે કે એમના પિતા તો નથી જ સાથે જ એમના ભાઈ પણ નથી. દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિક છે એ પછી જે દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પ્રાથમિકતા આપવામાં આવે છે.

પી. પી. સવાણી ગ્રુપ – રેડીયન્ટ ઇંગ્લિશ એકેડમી, ડભોલી-કતારગામ શાખા શુભારંભ

પિયરિયું લગ્નસમારોહની સાથે એ જ દિવસે ૫૨૭૪ દિકરીઓની શુભેચ્છાઓ અને એમની માતાના આશીર્વાદ સાથે કતારગામ વિસ્તારની પ્રથમ પી.પી.સવાણી ગ્રુપની શાળાનો શુભારંભ પણ લગ્નના દિવસ ૧૪ ડીસેમ્બરની બપોરે થવાનો છે. પી.પી.સવાણી ગ્રુપના પરંપરાગત મૂલ્યનિષ્ઠ અને ગુણવત્તાસભર શિક્ષણનો લાભ હવે કતારગામ વિસ્તારના વિદ્યાર્થીઓને પણ મળતું થશે.

દીકરી-જમાઈનું પૂજન

દરવર્ષે દીકરીનું પૂજન થાય જ છે, આ વર્ષે પણ થશે પણ એમાં નવા પરિમાણ ઉમેરાયા છે. લગ્ન મંડપમાં દુલ્હન બનેલી દીકરીનું પૂજન એના સાસુ-સસરા કરશે, જ્યારે પરિવારમાં દીકરાને આવકારવા જમાઈનું પૂજન એની સાસુ કરશે. આ આરતી અનોખી અને સંભવત: પ્રથમ વખત થશે જ્યાં વહુ અને જમાઈની આરતી એની સાસુ કરતી હોય.

પરિવાર ભાવના ખીલે એ માટે દીકરીઓને હનીમૂન અને માતાને ધાર્મિક યાત્રા

પી.પી.સવાણી પરિવારના આંગણે લગ્ન કરનારી દરેક દીકરીને દરવર્ષે લગ્ન પછી કુલ્લુ-મનાલી હનીમૂન માટે મોકલે છે. દરેક દીકરી-જમાઈ સાથે સમૂહમાં હનીમૂન ઉપર જાય છે એની પાછળ ચોક્કસ વિચાર રહેલો છે. વિભિન્ન ધર્મ અને જ્ઞાતિના દીકરી-જમાઈ એક સાથે પ્રવાસ કરે, ૧૦-૧૫ દિવસ સાથે ગાળે તો એમને એકબીજાને સમજવાની તક મળે, મિત્રતા અને પરિવારની ભાવના કેળવાઈ. વિભિન્ન ધર્મ અને જ્ઞાતિ અંગે વિગત મળે અને એના પ્રત્યે સન્માન થાય એ શુભ ભાવનાથી લગ્ન કરનાર નવદંપતીને હનીમૂન ઉપર સાથે જ મોકલવામાં આવે છે.

એ જ ક્રમમાં લગ્નથી જોડાયેલા બંને પરિવારની માતા પણ એકબીજાને સમજે, એકબીજાનો આદર કરે, કુટુંબભાવના જાગે એ માટે લગ્ન પછી દીકરા-જમાઈની માતા માતા એટલે કે બંને વેવાણને સાથે આ વર્ષે આયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ અને સ્વામિનારાયણના છપૈયાની ધાર્મિક યાત્રાએ જશે. પી.પી. સવાણી પરિવાર આ સમગ્ર પ્રવાસનું આયોજન કરશે અને ખર્ચ પણ ઉપાડશે.

મદદકર્તા દરેકનું સન્માન

લગ્ન સમારોહ દરમિયાન મહેંદી, બ્યુટી પાર્લર, મંડપ, સંગીત, લાઇટ, પાર્કિંગ, ભોજન, સિક્યુરિટીથી લઈને મહેમાનની સુધીની અનેક વ્યવસ્થા બહુ આયોજન માંગતી હોય છે. એ જ રીતે લગ્ન પછી શિક્ષણ અને સ્વાસ્થ્યની સેવા દીકરીને મળતી રહે એ વ્યવસ્થા માટે અનેક લોકો પી. પી. સવાણી પરિવારને મદદરૂપ થાતાં હોય છે. આવા મદદરૂપ થતાં અનેક લોકોનું પ્રતિકાત્મક ઋણ સ્વીકાર કરીને પરિવાર એમનું સન્માન કરાશે.

ગોલ્ડન બૂક ઓફ રેકર્ડમાં સ્થાન

પિયરિયું લગ્નસમારોહને પ્રતિષ્ઠિત ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળવાની સંપૂર્ણ સંભાવના છે. એક જ પિતા એટલે કે મહેશભાઈ સવાણી ૫૨૭૪ દિકરીઓનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા તરીકે નોંધાશે. એક જ સમયે એક જ કાર્યક્રમમાં ૫૦,૦૦૦ તુલસીના છોડ સામાજિક સંદેશ સાથે વિતરીત કરવાનો એક નવો રેકોર્ડ બનશે. તો લગ્નસમારોહમાં ૩૭૦ ફૂટ લાંબુ તોરણ પણ સૌથી લાંબુ બનવાનું છે. આ ત્રણેય રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડની ટીમ ૧૪ તારીખે હાજર રહેશે અને સર્ટિફિકેટ એનાયત કરશે.

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

e-KYCમાં વધુ ઝડપ માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત;અત્યાર સુધીમાં ૨.૭૫ કરોડથી વધુ નાગરિકોનું e-KYC પૂર્ણ

KalTak24 News Team

સુરત નજીક અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર નોધાઈ 3.5ની તીવ્રતા

KalTak24 News Team

પારસી પરિવારના ઘરે ભગવાન સ્વામિનારાયણ ની પાઘ, સુરતમાં 200 વર્ષથી થાય છે જતન;ભાઈબીજ પર પાઘડીના દર્શનાર્થે ભક્તોની ભીડ

KalTak24 News Team
Advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News