Shri Kashtabhanjan Dada Photos: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.29-12-2024ને રવિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને રંગબેરંગી સેવંતીના ફુલોનો શણગાર કરાયો છે.આજે સવારે શણગાર પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાને સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો.
સેવંતીના ફૂલોનો શણગાર
આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે સેવંતીના ફુલોનો શણગાર કરાયો છે. વડોદરાથી આ ફુલ મંગાવ્યા છે. સિલ્કના વાઘા ફુલની ડિઝાઈન અને જરદોશી વર્ક કરાયું છે.
યજ્ઞનું પણ કરાયું વિશેષ આયોજન
પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.૧૬ -૧૨-૨૦૨૪ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરવામાં આવ્યું છે.યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૭ થી ૧૨ અને સાંજે : 3 થી ૬ કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે. હજારો ભક્તોએ આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube