સ્પોર્ટ્સ
Trending

ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ફાઇનલમાં જગ્યા બનાવી, ઈતિહાસ રચવાની નજીક

ઓલિમ્પિક ગોલ્ડન બોય ભાલા ફેકમાં નીરજ ચોપરાએ યુજેન, યુએસએમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપને હચમચાવી દીધી છે. તે ઓઆ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રથમ વખત ક્વોલિફાય થયા છે. ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજે તેમના પ્રથમ પ્રયાસમાં 88.39 મીટરની બરછી ફેંકીને પુરૂષોની સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. 24 વર્ષના નીરજ ચોપરાની સાથે આ ચેમ્પિયનશિપમાં દુનિયાભરના 34 ભાલા ફેંકનારાઓ પણ સામેલ થયા હતા.

નીરજે કારકિર્દીનો ત્રીજો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો હતો

આ બધા વચ્ચે ફાઈનલ માટે જંગ જામ્યો હતો. બધાને બે જૂથમાં મૂકવામાં આવ્યા હતા, જેમાંથી ગ્રૂપ Aમાં રહેલા નીરજ તેની કારકિર્દીના ત્રીજા શ્રેષ્ઠ થ્રો સાથે ફાઇનલમાં ક્વોલિફાય થયા હતા. નીરજ ઉપરાંત ભારતીય એથ્લેટ રોહિત યાદવ પણ ગ્રુપ બીમાં ભાગ લેશે.શનિવારે ગોલ્ડ મેડલ માટે જંગ ખેલાશે

શનિવારે ગોલ્ડ મેડલ માટે જંગ ખેલાશે

આ મેન્સ ઈવેન્ટના 34 ભાલા ફેંકનારાઓમાંથી, નીરજ ચોપરા સહિત ટોપ-12 સ્ટાર ખેલાડીઓ ક્વોલિફાય થયા હતા. હવે શનિવારે (23 જુલાઈ) ચેમ્પિયનશિપમાં ગોલ્ડ માટે આ 12 ખેલાડીઓ વચ્ચે જંગ ખેલાશે. નીરજની સાથે ચેક રિપબ્લિકના જેકબ વાડલેજ પણ પ્રથમ પ્રયાસમાં 85.23 મીટર દૂર બરછી ફેંકીને ફાઇનલમાં ક્વોલિફાય થયા હતા.

 

ટોક્યો ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા પણ ફાઇનલમાં

નીરજ ચોપરાના જૂથમાં રહેલા ટોક્યો ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા જેકબ વાડલેકે પણ પોતાના થ્રોથી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે 85.23 મીટરનું અંતર ફેંક્યું. તે જ સમયે, લંડન ઓલિમ્પિક ચેમ્પિયન કેશોર્ન વોલકોટ સંઘર્ષ કરતો દેખાયો. તેનો સર્વશ્રેષ્ઠ થ્રો 76.63 હતો અને તે તેના જૂથમાં સાતમા સ્થાને રહ્યો હતો. જો નીરજ ચોપરા આ ચેમ્પિયનશીપમાં સુવર્ણ જીતે છે, તો તે 2008-09માં નોર્વેના એન્ડ્રેસ થોર્કિલ્ડસન પછી વિશ્વ ખિતાબ સાથે ઓલિમ્પિકમાં સફળતા મેળવનાર પ્રથમ ભાલા ફેંકનાર બની જશે. વર્લ્ડ ચેમ્પિયનશિપ બાદ નીરજ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભાગ લેવાના છે.

નીરજનું શાનદાર પ્રદર્શન

નીરજ ચોપરાએ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જે અત્યાર સુધી યથાવત છે. આ સ્ટાર ખેલાડીએ બે વખત પોતાના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠમાં સુધારો કર્યો છે. તેમણે 14 જૂને ફિનલેન્ડમાં પાવો નુર્મી ગેમ્સમાં 89.30m અને 30 જૂનના રોજ પ્રતિષ્ઠિત સ્ટોકહોમ ડાયમંડ લીગ ઈવેન્ટમાં 89.94m થ્રો કર્યો, તે માત્ર છ સેન્ટિમીટરથી 90mના અંતરથી ચૂકી ગયા હતા. નીરજ ચોપરા તાજેતરમાં જ ડાયમંડ લીગમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ પછી બીજા ક્રમે રહ્યા હતા. પીટર્સે 90.31 મીટરના પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button