October 9, 2024
KalTak 24 News
Gujarat

રાજકોટમાં નામચીન ડ્રગ પેડલર સુધા ધામેલીયા ફરી મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપાઇ,વાંચો સમગ્ર વિગતો

21 1654230645

ડ્રગ્સ (Drugs)ના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા જ રહે છે. તેમાં પણ ખાસ કરીને ડ્રગ્સની દુનિયામાં કુખ્યાત સુધા ધામેલીયા (Sudha Dhamelia)ની કેટલીય વાર ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ફરી એક વાર કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે(Rajkot Special Operations Group) ફરી એક લાખથી વધુના માદક દ્રવ્યનો જથ્થો ઝડપી પાડ્યો છે.

રાજકોટ SOG પોલીસે મહિલા ડ્રગ પેડલર સુધા અને તેના સાગરીત અનિરૂધ્ધસિંહ વાઘેલાને 10.75 ગ્રામ મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુધા અગાઉ અનેક વખત ગ્સ, દારૂ, જુગાર, રાયોટિંગ, મારામારી,તેમજ NDPS ના ગુનામાં પોલીસના હાથે પકડાઇ ચુકી છે.

10.75 ગ્રામ MD ડ્રગ ઝડપાયું
રાજકોટ શહેરમાં ડ્રગ તેમજ નશીલા પદાર્થનું વેચાણ અટકાવવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટની મુલાકાત દરમિયાન અધિકારીઓને સૂચના આપી હતી. જે બાદ પોલીસ અલગ અલગ દિશામાં કાર્યવાહી કરી હતી અને ગાંજા તેમજ મેફેડ્રોન ડ્રગ સાથે આરોપીની ધરપકડ કરી હતી. આજ રોજ પોલીસે ચોક્કસ બાતમીના આધારે રામધામ સોસાયટી મેઈન રોડ પર હર્ષિલ ટાઉનશીપ પાસેથી સુધા ધામેલીયા અને તેના સાગરીત અનિરૂધ્ધસિંહ વાઘેલાની મેફેડ્રોન ડ્રગ સાથે ધરપકડ કરી હતી. પોલીસે સુધા અને તેના સાગરીત પાસેથી પાસેથી 1 લાખ 7 હજાર 500 કિંમતના 10.75 ગ્રામ MD ડ્રગ સહીત બે મોબાઈલ ફોન મળી કુલ 1,22,650નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડ્રગ્‍સ મુંબઇથી લઇ આવ્‍યાનું રટણ
સુધાની પ્રાથમિક પુછતાછમાં સુધા અને અનિરૂધ્‍ધસિંહે પોતે આ ડ્રગ્‍સ મુંબઇથી લઇ આવ્‍યાનું રટણ કર્યુ છે. ઉલ્લેખનિય છે કે મનહરપ્‍લોટમાંથી બે દિવસ પહેલા ઝડપાયેલો વણિક શખ્‍સ યોગેશ બારભાયા પણ 6.69 લાખનું એમડી ડ્રગ્‍સ મુંબઇથી લાવ્‍યાનું કબુલ્‍યું હતું. તેના રિમાન્‍ડ પુરા થતાં તે જેલહવાલે થયો છે. ત્‍યાં હવે નામચીન ડ્રગ્‍સ પેડલરની છાપ ધરાવતી સુધા ધામેલીયા અને તેનો સાગરીત મેફેડ્રોન સાથે ઝડપાયા છે. આ બંનેએ પણ મુંબઇથી માદક પદાર્થ લઇ આવ્‍યાનું રટણ કર્યુ હોઇ વિશેષ તપાસ પીઆઇ બી. એમ. ઝણકાટ અને ટીમે હાથ ધરી છે.

વેચાણ નહિ કર તો મારી નાખીશ
ઉલ્લેખનીય છે કે આરોપી સુધા ધામેલીયા રાજકોટની નામચીન મહિલા ડ્રગ પેડલર છે. અગાઉ તે એક વખત પાસા હેઠળ પણ જેલવાસ ભોગવી ચુકી છે તદુપરાંત રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તેમજ NDPSના કેસમાં પણ પોલીસના હાથે ઝડપાઇ ચુકી છે. થોડા સમય અગાઉ સુધા એ રાજકોટના એક યુવાનને ડ્રગ વેચવા દબાણ કર્યું હતું અને ‘વેચાણ નહિ કર તો મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી જેથી યુવાને આત્મહત્યા કરી લેતા યુનિવર્સીટી પોલીસે યુવાનને મરવા મજબુર કરવા ગુનામાં પણ સુધા ધામેલીયા સામે આઇપીસી કલમ 306 વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અગાઉ સુધા વિરૂદ્ધ પોલીસમાં 6 ગુના નોંધાઇ ચૂક્યા છે
નોંધનીય છે કે થોડા સમય પહેલા પૂર્વ ક્રિકેટરની માતાએ સુધા ધામેલીયાનું નામ મુખ્ય ડ્રગ્સ પેડલર તરીકે આપ્યું હતું. આ સાથે સુધા ધામેલીયા વિરૂદ્ધ અગાઉ પ્રદ્યુમનનગર પોલીસમાં રાયોટિંગ, યુનિવર્સિટીમાં જુગારનો અને બી-ડિવીઝનમાં NDPSનો કેસ નોંધાયો હતો. જ્યારે ઇમરાન ઉર્ફે ગઢવી વિરૂદ્ધ એ-ડિવીઝન, રેલવે, ડીસીબીમાં દારૂના અને બી-ડિવીઝનમાં અપહરણ-હત્યાનો કેસ મળી કુલ છ ગુના નોંધાઇ ચૂક્યા છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

Related posts

કચ્છ / ભુજ-ભચાઉ હાઈવે પર અકસ્માત,તુફાન કાર ડિવાઇડર સાથે અથડાઇ, 3ના મોત,પાંચથી વધુ ઘાયલ

KalTak24 News Team

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર રાજકોટમાં એક સાથે 75 હજારથી વધુ લોકોએ હનુમંત જન્મોત્સવની કરી ઉજવણી..

Sanskar Sojitra

રાજ્યમાં ભારે વરસાદથી અતિ પ્રભાવિત ૧૪ જિલ્લાના ૧.૬૯ લાખથી વધુ નાગરીકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી રૂ. ૮.૦૪ કરોડની કેશડોલ્સ ચૂકવાઈ

KalTak24 News Team