સ્પોર્ટ્સ
Trending

જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ, ડાયમંડ લીગની ફાઈનલ જીતી

જેવલિન ફેંકનાર નીરજ ચોપરા(Neeraj Chopra)એ ઈતિહાસ રચી દીધો છે. 24 વર્ષીય નીરજ ચોપરા(Neeraj Chopra) ડાયમંડ લીગ(DiamondLeague)ની ફાઈનલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયા છે. ઝ્યુરિચમાં યોજાયેલી ફાઇનલ(Final)માં નીરજ ચોપરા(Neeraj Chopra)એ 88.44 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ખિતાબ જીત્યો હતો. નીરજે ચેક રિપબ્લિકના જેકબ વેડલેચ અને જર્મનીના જુલિયન વેબરને હરાવ્યા હતા.

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર(Javelin Throw) નીરજ ચોપરા(Neeraj Chopra)એ સતત સારું પ્રદર્શન કર્યું છે. નીરજ ચોપરાએ ડાયમંડ લીગ(DiamondLeague)ની ફાઇનલમાં 88.44 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે જીત મેળવી હતી. નીરજ આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ છે. નીરજ અગાઉ 2017 અને 2018માં પણ ફાઇનલમાં ક્વોલિફાય થયા હતા, જ્યાં તેઓ અનુક્રમે સાતમા અને ચોથા સ્થાને રહ્યા હતો. પરંતુ આ વખતે નીરજે ડાયમંડ ટ્રોફી જીતીને વધુ એક સફળતા હાંસલ કરી હતી.

88.44 મીટર દૂર ભાલો ફેંકી ટ્રોફી જીત્યા
જ્યૂરીખમાં યોજાયેલી ડાયમંડ લીગ(DiamondLeague) ફાઈનલમાં નીરજની શરૂઆત ખરાબ રહી અને તેમનો પહેલો થ્રો ફાઉલ રહ્યો. આ બાદ બીજા પ્રયામાં તેમણે 88.44 મીટર દૂર ભાલો ફેંકીને પ્રતિદ્વંદ્વી ખેલાડીઓ પર લીડ મેળવી. ત્રીજા પ્રયાસમાં નીરજે 88.00 મીટર, ચોથામાં 86.11 મીટર, પાંચમામાં 87.00 મીટર અને છઠ્ઠા પ્રયાસમાં 83.60 મીટર દૂર ભાલો ફેંક્યો.

આખરે પૂરી થઈ ડાયમંડ ટ્રોફી જીતવાની ઈચ્છા
ડાયમંડ લીગ (DiamondLeague)ફાઈનલમાં ચેક ગણરાજ્યના જેકબ વાડલેચ 86.94 મીટરે બેસ્ટ થ્રો કરીને બીજા અને જર્મનીના જૂલિયન વેબર 83.73 મીટરનો થ્રો કરીને ત્રીજા નંબર પર રહ્યા. નીરજે 2021ના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ, 2018માં એશિયલ ગેમ્સમાં ગોલ્ડ, 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોર્ડ, 2022માં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય પદક જીત્યો હતો. તેમની ડાયમંડ ટ્રોફી જીતવાની ઈચ્છા હતા, જે આખરે પૂરી થઈ ગઈ છે.

જુલાઈમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈજા થઈ હતી
નીરજ આ વર્ષે જુલાઈમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 88.13 મીટરનો થ્રો કરીને કાંસ્ય પદક જીત્યા હતા. આ ટૂર્નામેન્ટમાં નીરજને ગ્રોઈન ઈજા થઈ હતી. આ બાદ તેમને ચાર-પાંચ અઠવાડિયાના આરામની સલાહ અપાઈ હતી. એવામાં તેમણે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ નહોતો લીધો. જોકે ઈજાથી મુક્ત થયા બાદ ફરી નીરજે ધમાકેદાર કમબેક કર્યું છે.

નીરજની શાનદાર સિઝન પૂરી થઈ

આ જીત સાથે નીરજે શાનદાર સિઝનનો અંત કર્યો. હવે તે આવતા વર્ષે સ્પર્ધામાં ઉતરશે. નીરજે આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને આવું કરનાર તે પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો હતો. ત્યારબાદ તેણે સતત બે વખત પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો. નીરજે પહેલા પાવો નુર્મી ગેમ્સમાં 89.30m સાથે રેકોર્ડ બનાવ્યો હતો અને પછી ફરીથી સ્ટોકહોમ ડાયમંડ લીગમાં 89.94m સાથે રેકોર્ડ બનાવ્યો હતો.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button