સુપ્રીમ કોર્ટે નીટ પરીક્ષા પરિણામમાં અનિયમિતતા જોતા એનટીએને 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સ રદ કરીને ફરીથી નીટ એક્ઝામ આયોજીત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલાની સુનાવણી જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે કરી હતી.

શું હતો સમગ્ર વિવાદ

NEET પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ સૌથી મોટો વિવાદ એ હતો કે પરિણામ નિર્ધારિત સમય પહેલા જાહેર કરવામાં આવ્યું હતું અને બે વિદ્યાર્થીઓને માર્કિંગ સ્કીમ મુજબ વધુ માર્કસ મળ્યા હતા. સમાચાર અનુસાર, માર્કિંગ સ્કીમ અનુસાર, મહત્તમ સ્કોર 720 અથવા 716 હોઈ શકે છે, પરંતુ તેમ છતાં બે વિદ્યાર્થીઓએ 718 અથવા 719 માર્ક્સ મેળવ્યા, જેના પછી વિવાદ વધુ વકર્યો. આના પર SCએ NTA પાસેથી જવાબ માંગ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે અમુક ટેક્નિકલ સમસ્યાને કારણે જે ઉમેદવારોનો સમય વેડફાયો હતો તેમને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા છે.આ કારણે કુલ માર્કસ 718 અથવા 719 થઈ જાય છે.