Amreli News: અમરેલીના ઐતિહાસિક નાગનાથ મહાદેવના 206માં પાટોત્સવની ભવ્યાતિભવ્ય રીતે ઊજવણી કરવામાં આવી હતી. સાંજે શહેરના રાજમાર્ગો પરથી ધામધૂમ સાથે વરણાગી નીકળી હતી.સાથે મહાઆરતી અને મહાપુજા જેવા વિવિધ કાર્યક્રમ યોજાયા હતા.જેમાં સેંકડોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને ઠેર ઠેર સ્વાગત કરાયું હતું.
અમરેલીમાં જમીનમાંથી ગાયના અભિષેક દ્વારા સ્વયંભુ રીતે પ્રગટ થયેલા અને વિઠ્ઠલરાવ દિવાનના પુત્રને આંખોની રોશની આપનાર પ્રગટ નાગનાથ મહાદેવના 206માં પાટોત્સવની ભારે ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. સમિતિ દ્વારા પાટોત્સવ નિમિત્તે નાગનાથ મંદિરને ફૂલો, રંગબેરંગી ફૂગ્ગાઓ, ધજા, પતાકાઓ તથા રોશનીથી શણગારવામાં આવ્યું હતું. સવારથી જ દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. સાંજના સમયે નાગનાથ મંદિર ખાતેથી ભવ્ય વરણાગી નીકળી હતી ને શહેરના રાજમાર્ગો પર ફરી હતી. ધામધૂમથી નગરના રાજા નાગનાથ મહાદેવે નગરચર્યા કરી હતી. આ વરણાગીનું ઠેર-ઠેર વેપારીઓ, જુદા-જુદા સમાજ તેમજ સંસ્થાઓ દ્વારા ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને શહેરના રાજકીય મહાનુભાવો પણ આ વરણાગીમાં જોડાયા હતા. ઠેર-ઠેર શરબત સહિતના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
વરણાગી બાદ સાંજે નાગનાથ મંદિર ખાતે મહા આરતી કરવામાં આવી હતી. જેમાં શહેરના જાણીતા લોકો તથા રાજકીય મહાનુભાવોએ પણ આરતીનો લાભ લીધો હતો. તે પછી પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube