Indian Ship Hijacked News: સોમાલિયાના દરિયાકાંઠે એક જહાજને હાઇજેક કરવામાં આવ્યું છે. હાઇજેક કરાયેલા જહાજના ક્રૂ મેમ્બર્સમાં 15 ભારતીય નાગરિકો સામેલ છે. ભારતીય નૌકાદળ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સમાચાર અનુસાર, હાઇજેક કરાયેલા જહાજનું નામ એમવી લીલા નોરફોક છે અને તેના પર લાઇબેરિયાનો ધ્વજ લહેરાય રહ્યો છે. નૌકાદળે અપહરણ કરાયેલા જહાજ પર નજર રાખવા માટે તેના એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. હાઇજેક કરાયેલા જહાજના ક્રૂ સાથે પણ વાતચીત કરવામાં આવી છે.
Indian Navy is closely monitoring a hijacked ship ‘MV LILA NORFOLK’ ship about which information was received last evening. There are 15 Indian crew on board the Liberian-flagged vessel which was hijacked near Somalia’s coast. Indian Navy aircraft have been keeping a watch on the… pic.twitter.com/ca3o9zREE9
— ANI (@ANI) January 5, 2024
નેવીએ આઈએનએસ ચેન્નાઈ મોકલ્યું
ન્યૂઝ એજન્સી ANI એ સૈન્ય અધિકારીના હવાલે આ અંગે જાણકારી આપતા કહ્યું કે આ ઘટના ગુરુવારે સાંજે બની હતી, જ્યારે લાઇબેરિયન ધ્વજ ધરાવતું જહાજ અરબી સમુદ્રમાંથી પસાર થઈ રહ્યું હતું. જહાજે UKMTO પોર્ટલ પર સંદેશો મોકલ્યો હતો કે લગભગ 5-6 હથિયારધારી અજાણ્યા માણસો જહાજ પર ચઢી ગયા છે અને જહાજને હાઇજેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. માહિતી મળતાની સાથે જ ભારતીય નૌસેનાએ તેનું યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નાઈ રવાના કર્યું. INS ચેન્નાઈ અરબી સમુદ્રમાં માત્ર દરિયાઈ સુરક્ષા માટે તૈનાત છે.
તેમજ શુક્રવારે સવારે નેવીના એરક્રાફ્ટે પણ હાઇજેક કરાયેલા જહાજ ઉપરથી ઉડાન ભરી હતી. નેવીએ જહાજનો સંપર્ક કર્યો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા વિશે પૂછપરછ કરી. નૌકાદળ આ ક્ષેત્રમાં હાજર અન્ય ભાગીદાર દેશો અને એજન્સીઓ સાથે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
લાલ સમુદ્ર અને અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગો પર હુમલા વધ્યા
નોંધનીય છે કે સોમાલિયા આફ્રિકાના હોર્ન પર આવેલું છે, જેની એક તરફ હિંદ મહાસાગર છે અને બીજી બાજુ એડનની ખાડી છે. આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગો પણ સોમાલિયા નજીકથી પસાર થાય છે. આ જ કારણ છે કે સોમાલિયા નજીક ચાંચિયાઓનો ખતરો છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ જહાજ ચાંચિયાઓએ કે અન્ય કોઈ સંગઠને કબજે કર્યું છે. નોંધનીય છે કે ઈઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆતથી જ લાલ સમુદ્ર અને અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગો પર હુમલા શરૂ થઈ ગયા છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube