- ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલમાં યુએસએમાં છે
- યુએસએના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગોલ્ફ રમતા જોવા મળ્યા ધોની
- આ તસવીર આખા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે
MS Dhoni And Donald Trump News: પૂર્વ ઇન્ડિયન કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હાલ યુએસએમાં છે. પરમદિવસે તે યુએસ ઓપનમાં કાર્લોસ અલકરેઝ અને એલેક્ઝેન્ડર ઝવેરેવની મેચ જોવા પહોંચ્યો હતો. હવે આજે તેનો અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટ્રમ્પ અને ધોની ગોલ્ફ ક્લબમાં મળ્યા હતા.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધોની માટે ગોલ્ફની રમતનું આયોજન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ ધોની ગોલ્ફ રમવાનો ઘણો આનંદ લેતો જોવા મળ્યો છે. આ પહેલા ધોનીનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જ્યારે તે યુએસ ઓપન 2023માં કાર્લોસ અલ્કારાઝ અને ઝ્વેરેવ વચ્ચેની ક્વાર્ટર ફાઈનલ મેચ જોવા આવ્યો હતો. આ મેચ જીતીને અલકારાઝે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
MS Dhoni playing golf with Donald Trump.
– The craze for Dhoni is huge. pic.twitter.com/fyxCo3lhAQ
— Johns. (@CricCrazyJohns) September 8, 2023
ઉલ્લેખનીય છે કે, ધોની પોતાના મિત્રો સાથે ટ્રમ્પ નેશનલ ગોલ્ફ ક્લબ બેડમિન્સ્ટર ખાતે ગોલ્ફ રમવા ગયો હતો. માહીના હિતેશ સંઘવી નામના મિત્ર દ્વારા આ સંદર્ભે ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે પોતાના કેપ્શનમાં લખ્યું કે, મહેન્દ્રસિંહ ધોની, ડોનાલ્ડ ટ્રેમ્પ અને રાજીવ એન. જોડે ગોલ્ફ. અમને હોસ્ટ કરવા બદલ મિસ્ટર પ્રેસિડન્ટનો આભાર.
હિતેશ સંઘવી કોણ છે?
નોંધનીય છે કે, હિતેશ સંઘવી એક દુબઇ બેઝડ ઓન્ત્રેપ્રિન્યોર છે. તે એમએસ ધોનીનો ક્લોઝ ફ્રેન્ડ હોવાનું કહેવામાં આવે છે. યુએસ ઓપનમાં પણ તે ધોની સાથે દેખાયો હતો.
View this post on Instagram
ઘૂંટણમાં ઓપરેશન બાદથી ધોની આરામ પર
આ પહેલા પણ ઘણી વખત ધોનીનો ગોલ્ફ રમતો વીડિયો સામે આવી ચૂક્યો છે. IPLની 16મી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સને વિજેતા બનાવ્યા બાદ ધોનીએ તેના ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું હતું. આ પછી, આગામી કેટલાક મહિનાઓ સુધી રિહેબમાં સમય વિતાવ્યા પછી, તે હવે સંપૂર્ણ રીતે ફિટ છે.
ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમે છેલ્લી ICC ટ્રોફી જીતી હતી
વિશ્વ ક્રિકેટમાં કેપ્ટન તરીકે ધોનીની ગણતરી મહાન ખેલાડીઓમાં થાય છે. તેનું સૌથી મોટું કારણ આઈસીસી ઈવેન્ટ્સમાં કેપ્ટન તરીકે તેનું શાનદાર પ્રદર્શન હતું. ભારતીય ટીમે તેની છેલ્લી ICC ટ્રોફી વર્ષ 2013માં ધોનીના નેતૃત્વમાં જીતી હતી. વર્ષ 2011માં જ્યારે ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે ધોનીના નેતૃત્વમાં વનડે વર્લ્ડ કપ રમ્યો ત્યારે તેણે ખિતાબ જીત્યો હતો.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube