May 20, 2024
KalTak 24 News
Entrainment

TMKOC: હવે મોનિકા ભદૌરિયા પડી મેદાને, કહ્યું-” અસિત મોદીએ તો..

TMKOC
  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ દિવસોમાં ઘણો ચર્ચામાં
  • મોનિકા ભદોરિયાએ દિશા વાકાણીને લઇને કર્યો ખુલાસો
  • અભિનેત્રી દિશા વાકાણી ક્યારેય નહીં કરે શોમાં વાપસી

TMKOC Controversy : ટીવીનો પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા કેટલાક દિવસોથી તેની ટીઆરપીના બદલે અન્ય બાબતોને લઈને ચર્ચાઓ જોરોશોર ચાલી રહી છે. સિરીયલમાં રોશન ભાભીનું પાત્ર ભજવી રહેલી ઉર્ફે જેનિફર મિસ્ત્રી(Jennifer Mistry Bansiwal) એ શોના નિર્માતા અસિત મોદી(Asit Kumarr Modi) પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

ત્યારબાદ બાવરીની ભૂમિકા ભજવનાર મોનિકા ભદૌરિયા(Monika Bhadoriya)એ પણ નિર્માતા પર આરોપોનો વણઝાર સર્જી દીધી હતી. ઘણું બધું બોલ્યા બાદ હવે તેણે દિશા વાકાણી વિશે પણ પોતાનું મૌન તોડ્યું છે. અભિનેત્રીએ દયાબેનના શોમાં પાછા ન આવવા પાછળનું કારણ જણાવ્યું છે અને દાવો કર્યો છે કે તે ક્યારેય કમબેક નહીં કરે.

જો તમને યાદ હોય તો, દયાબેન ઉર્ફે દિશા વાકાણી(Disha Vakani)એ 2018 માં શોમાંથી બ્રેક લીધો હતો અને પ્રસૂતિ રજા પર ગઈ હતી. બાદમાં એવા અહેવાલો આવ્યા હતાં કે, તે ટૂંક સમયમાં શોમાં પરત ફરી શકે છે પરંતુ એવું બન્યું નહીં અને આજ કાલ કરતા 5 વર્ષ વીતી ગયા.

નિર્માતાઓએ નવી દયાબેન માટે ઓડિશન પણ લીધા હતા પરંતુ પાછળથી તે પણ પડતી મૂકવામાં આવી હતી. હાલમાં જ જેનિફર મિસ્ત્રીએ એક ઈન્ટરવ્યુમાં પોતાના બાકી પૈસા વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, તેના બેંક ખાતામાં માત્ર 80 હજાર રૂપિયા જ બચ્યા છે. જ્યારે તેણે તેની માતાના ઘરે 7 મહિલાઓની સંભાળ રાખવાની છે.

મોનિકા ભદોરિયાએ કર્યો હતો દાવો

હવે મોનિકા ભદોરિયાએ અસિત મોદી પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે. સાથે જ દાવો કર્યો કે દિશા વાકાણી આ શોમાં ક્યારેય પાછી નહીં ફરે. ન્યૂઝ 18ને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, ‘દિશા પાછી આવવા જ નથી માંગતી. આ શોમાં કોઈ જ પરત ફરવા માંગતું નથી. મને નથી લાગતું કે, આવું થશે. દિશા પાછી આવતી નથી. તે શોની લીડ હતી. તે ઘણા દિવસોથી ગુમ હતી. શું તમને નથી લાગતું કે, તેઓએ તેમને પાછા લાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો હશે? પણ તેમ છતાંયે તે પાછી આવવા નથી માંગતી.

દિશા વાકાણી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી

નિર્માતા પર આરોપ લગાવતા મોનિકા ભદોરિયાએ કહ્યું હતું કે, ‘અસિત કુમાર મોદી દરેક સાથે સમાન વર્તન કરે છે. તેણે દિશા સાથે પણ ખરાબ વર્તન કર્યું હશે. પરંતુ તેણીએ તેને ક્યારેય ગંભીરતાથી લીધું નથી. તે વસ્તુઓ જતી કરતી હતી. તે કહેતી હતી ‘છોડો કોઈ વાંધો નહીં’, ‘જવા દે’.

તેણે કહ્યું, “તેઓ તે શોમાંથી પૈસા કમાઈ રહ્યા છે..તેઓ તે શો વિશે કઈ રીતે કશું કહી શકે? જેઓ હવે આ શોનો ભાગ છે તેઓ ક્યારેય બોલશે નહીં. પરંતુ એક દિવસ, તે પણ શો છોડી દેશે.”

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related posts

Aditya Gadhvi/ આદિત્ય ગઢવી પર મુકેશ અંબાણીએ ગાયું બર્થડે ગીત,મુકેશ અંબાણી કહ્યુંકે,”આદિત્ય બધા માટે ગાય છે, લાવો આપણે એના માટે ગાઇએ”

KalTak24 News Team

દુઃખદ /’અનુપમા’ ફેમ એક્ટર ઋતુરાજ સિંહનું 59 વર્ષની વયે નિધન,કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન..

KalTak24 News Team

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરે કરી આત્મહત્યા

KalTak24 News Team