Meta Launch Threads App: લાંબી રાહ જોયા બાદ મેટા (Meta ) દ્વારા થ્રેડ્સ એપ (Threads app) લોન્ચ કરવામાં આવી છે.આખરે Meta અને ટ્વિટર વચ્ચે વૉર શરૂ થઈ ગયું હોય તેમ Metaના સીઈઓ માર્ક ઝુકરબર્ગ દ્વારા Threads એપ લોન્ચ કરવામાં આવી છે. Threads એક ટેક્સ્ટ આધારિત સોશિયલ મીડિયા એપ છે જેનો સીધો મુકાબલો ઈલોન મસ્કની ટ્વિટર (Twitter) સાથે છે. Threads ઈન્સ્ટાગ્રામની ટીમે તૈયાર કરી છે. તેમાં રિયલ ટાઈમ ફીડ મળશે. તેના ફીચર્સ અને ઈન્ટરફેસ મહદઅંશે ટ્વિટરથી મળી આવે છે.
Threads માં પણ બ્લૂ ટિક મળશે
આ એપ હવે ભારતમાં પણ ઉપલબ્ધ કરાવાઈ છે. Threadsને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. જો તમારે પહેલાંથી જ ઈન્સ્ટાગ્રામ પર બ્લૂ ટિક હોય તો એટલે કે તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ વેરિફાઈડ હશે તો Threads એકાઉન્ટ આપમેળે વેરિફાઇડ થઈ જશે. Threadsને તમે એપલના પ્લેસ્ટોર પરથી મફતમાં ડાઉનલોડ કરી શકશો. તેમાં તમે ઈન્સ્ટાગ્રામની આઈડીથી લોગિન કરી શકશો.
Threadsનો ઉપયોગ કેવી રીતે કરશો
મેટાનું Instagram એપ એક ફોટો શેરિંગ મલ્ટીમીડિયા પ્લેટફોર્મ છે. જોકે Threads ટ્વિટર જેવું એક ટેક્સ્ટ આધારિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. જો તમે Twitterનો ઉપયોગ કર્યો હશે તો તમને Threadsનો ઉપયોગ કરવામાં તકલીફ નહીં પડે. તે મહદઅંશે જૂના ટ્વિટર વર્ઝન જેવું જ છે.
કેટલી લિમિટ રહેશે?
Threads માં તમે 500 કેરેક્ટરમાં પોસ્ટ કરી શકશો જેમાં વેબ લિંક, ફોટો (1 વખતમાં 10 ફોટોસ) અને મિનિટ સુધીના વીડિયો સામેલ કરી શકો છો. Threads માં પણ તમે કોઈને બ્લોક અને ફોલો કરી શકશો. જો તમે ઈન્સ્ટાગ્રામ પર કોઈને બ્લોક કર્યો હશે તો Threads પર પણ તે બ્લોક જ રહેશે. Threadsમાં હાલ GIFS નું સપોર્ટ અને “close friend”નું સપોર્ટ નથી. આ ઉપરાંત તેમાં હાલ ડાયરેક્ટ મેસેજિંગનું ફીચર પણ નથી.
થ્રેડસના લોન્ચિંગ વિશે માહિતી આપતા, માર્ક ઝકરબર્ગે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફાયર ઇમોજી સાથે પોસ્ટ કર્યું અને લખ્યું કે Lets Do This થ્રેડસમાં આપનું સ્વાગત છે. થ્રેડ્સ અંગે નિષ્ણાતોનું માનવું છે કે થ્રેડસ આવનારા સમયમાં ખૂબ જ લોકપ્રિય થશે કારણ કે તે ઈન્સ્ટાગ્રામ સાથે જોડાયેલ છે, તેથી યુઝર્સની સંખ્યા અચાનક વધી શકે છે.
ટ્વિટરથી યુઝર્સ પરેશાન
નિષ્ણાતોના મતે, છેલ્લા કેટલાક મહિનામાં ટ્વિટરમાં જે કંઈ પણ બદલાવ આવ્યો છે, તેનાથી યુઝર્સ ખૂબ જ પરેશાન છે અને આવી સ્થિતિમાં તેમનો રસ મેટા થ્રેડસ તરફ જઈ શકે છે. મેટા થ્રેડસ પણ જાહેરાત માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે, આવી સ્થિતિમાં આગામી સમયમાં ટ્વિટર પાસેથી જાહેરાતોના અધિકારો પણ જઈ શકે છે.
આ રીતે કરો ડાઉનલોડ
સ્માર્ટફોનમાં મેટા થ્રેડ્સ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટોર પર જવું પડશે. જો તમે iPhone યુઝર છો તો તમારે એપ સ્ટોર પર જવું પડશે. એપ સ્ટોર પર ગયા પછી તમારે થ્રેડ્સ એપને સર્ચ કરીને ડાઉનલોડ કરવી પડશે. એપ ઈન્સ્ટોલ થયા પછી તેને ઓપન કરો અને ઈન્સ્ટાગ્રામની મદદથી લોગઈન કરી શકશો. લોગિન કર્યા પછી, તમે તેમાં ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ સાથે પ્રોફાઇલ સેટ કરી શકો છો.તમે તમારા Instagram ફોલોઅર્સને થ્રેડસમાં પણ અનુસરી શકો છો. સેટઅપ પૂર્ણ થયા પછી, તમે Twitter જેટલી સરળતાથી ટ્વીટ કરી શકશો. જો તમે ડેસ્કટોપ વપરાશકર્તા છો, તો તમે Threads.net પર જઇ તેના ડેસ્કટોપ ફોર્મેટને પણ ઍક્સેસ કરી શકો છો.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube