November 21, 2024
KalTak 24 News
Gujarat

Surat Rain: સુરતમાં મેઘરાજાની ઘમાકેદાર બેટિંગ,અનરાધાર વરસાદ બન્યો આફતરૂપ,જાણો શું છે સ્થિતિ

surat rain

Surat Rain News: દક્ષિણ ગુજરાતમાં ગઇકાલથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં ગત મોડી રાતથી મેઘરાજાએ ઘમાકેદાર બેટિંગ કર્યું છે. ધોધમાર વરસાદ વરસતા સુરતના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કામરેજ ચાર રસ્તા પાસે નેશલ હાઇવેના સર્વિસ રોડ પર ઘૂટણસમા પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદ પગલે જે વિસ્તારોમાં પાણી ભરાયા છે, તેની મેયર દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ
સુરતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગતરોજ મોડી રાતથી જ શહેરમાં ધોધમાર વરસાદ શરુ થયો હતો. મોડી રાતથી જ શરુ થયેલો વરસાદ સવાર સુધી યથાવત રહ્યો છે. સુરતમાં સવારથી જ કાળા ડીબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરિણામે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે.

Heavy rain in South Gujarat including Surat Surat Rain: અનરાધાર વરસાદ બન્યો આફતરૂપ,આ વિસ્તારો પાણી પાણી,તો  દુકાનો બની જળમગ્ન, જાણો શું છે સ્થિતિ

સુરતના ઉધના, પાંડેસરા, ચોકબજાર ગાંધીબાગ, ડીંડોલીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રોડ પર પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ભારે વરસાદના કારણે શહેરમાં ઠંડક પ્રસરી હતી જેને લઈને ગરમી અને બફારાથી શહેરીજનોને રાહત મળી છે.

કામરેજ ચાર રસ્તા પાસે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ઘૂટણસમાં પાણી ભરાયા
કામરેજ ચાર રસ્તા પાસે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ વચ્ચે આજે શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.સુરતના મોટાભાગના વિસ્તારમાં પાણી ભારાતા મનપાની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખુલ્લી ગઇ છે. કરોડોના ખર્ચે નાંખેલી ગટર લાઈનની કામગીરી પર પણ સવાલ  ઉઠી રહ્યાં છે.

 

સુરતમાં મોડી રાતથી વરસાદ

સુરતમાં મોડી રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં કતારગામ, વરાછા, લીંબાયત અને અઠવા સહિતના વિસ્તારોમાં  વરસાદ પડ્યો છે. તો સુરતના બારડોલીમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ નોંધાયો છે. આજે પણ સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગત મોડી રાતથી જ સુરત શહેરમાં અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારે વરસાદના કારણે સુરત શેહરની અંદર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તો બીજી તરફ કામરેજ ચાર રસ્તા પાસે આવેલા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર પણ પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે. અહી ઘૂટણસમા પાણી ભરાઈ ગયા હતા જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં નોંધાયો વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં સુરતના બારડોલીમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં સુરતના મહુવામાં પોણા પાંચ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં પોણા પાંચ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં નવસારી તાલુકામાં સવા પાંચ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં સાડા ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં વલસાડ તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં નવસારીના ગણદેવીમાં સવા ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં નવસારીના જલાલપોરમાં ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં તાપીના વ્યારામાં ચાર ઈંચ વરસાદ
  • વલસાડના પારડીમાં પોણા ચાર ઈંચ વરસાદ
  • ખેરગામ, ચીખલીમાં પોણા ચાર ઈંચ વરસાદ
  • ધરમપુર,સુરત શહેરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • ડોલવણમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
  • મુન્દ્રા, કામરેજ, વલ્લભીપુરમાં અઢી અઢી ઈંચ વરસાદ
  • વાપી, કપરાડા, નેત્રંગમાં બે બે ઈંચ વરસાદ
  • ઉમરપાડા, સોનગઢ, ભાવનગરના મહુવામાં બે બે ઈંચ વરસાદ
  • માંડવી, ઉમરગામ,લાઠીમાં પોણા બે ઈંચ વરસાદ
  • ખંભાળીયા, સુબીર, સંખેડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • મુળી, સાવરકંડુલા, જેતપુરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • ચોર્યાસી, ચુડા, વાસદામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • ભાવનગર, ડાંગ, વઘઈમાં સવા સવા ઈંચ વરસાદ
  • સોજીત્રા, ધોરાજી, કડાણામાં એક એક ઈંચ વરસાદ
  • લખતર, ઉચ્ચછ, સંખેશ્વરમાં એક એક ઈંચ વરસાદ
  • ધંધુકા, ધોલેરા, અબડાસામાં એક એક ઈંચ વરસાદ
  •  ઉમરપાડા, સોનગઢ, ભાવનગરના મહુવામાં બે બે ઈંચ વરસાદ
  • માંડવી, ઉમરગામ,લાઠીમાં પોણા બે ઈંચ વરસાદ
  • ખંભાળીયા, સુબીર, સંખેડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • મુળી, સાવરકંડુલા, જેતપુરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • ચોર્યાસી, ચુડા, વાસદામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • ભાવનગર, ડાંગ, વઘઈમાં સવા સવા ઈંચ વરસાદ
  • સોજીત્રા, ધોરાજી, કડાણામાં એક એક ઈંચ વરસાદ
  • લખતર, ઉચ્ચછ, સંખેશ્વરમાં એક એક ઈંચ વરસાદ
  • ધંધુકા, ધોલેરા, અબડાસામાં એક એક ઈંચ વરસાદ

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related posts

ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓએ CM ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી, જાણો શું ભેટ આપી

KalTak24 News Team

પેરિસ પેરાલિમ્પિક્સના મેડલ વિજેતાઓ માટે ઈનામની જાહેરાત,જાણો કોને કેટલી ઈનામી રકમ મળશે

KalTak24 News Team

Tapi River: સુર્યપુત્રી તાપી નદી થઈ બે કાંઠે, ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા નદીનું રૌદ્ર સ્વરૂપ, આકાશી નજારો..

KalTak24 News Team