શું મલાઈકા અરોરા જલ્દી જ મિસિસ કપૂર બનવાની છે !, અર્જુન કપૂર ના મેરેજ પ્રપોઝ પર એક્ટ્રેસે પાડી ‘હા’ ??

મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor) બોલિવુડના પોપ્યુલર કપલ પૈકીના એક છે. થોડા વર્ષો પહેલા જ અર્જુન અને મલાઈકાએ પોતાની રિલેશનશીપ ઓફિશિયલ કરી હતી. મલાઈકા અને અર્જુન એકબીજા પ્રત્યે જાહેરમાં પ્રેમ દર્શાવવામાં સંકોચ રાખતા નથી. મલાઈકા અને અર્જુન લગભગ ચાર વર્ષથી રિલેશનશીપમાં છે ત્યારે ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક તસવીરે ફેન્સના ઉત્સાહમાં વધારો કર્યો છે.
મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે 2019માં પોતાની રિલેશનશીપ ઓફિશિયલ કરી હતી. ત્યારથી તેઓ સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની કેટલીય તસવીરો શેર કરતાં રહે છે. તેઓ એકબીજા માટે જાહેરમાં પ્રેમ વ્યક્ત કરતાં ખચકાતા નથી. અર્જુન અને મલાઈકાના ફેન્સ લાંબા સમયથી તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે તેમની ઈચ્છા પૂરી થશે તેવું લાગી રહ્યું છે.
મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે. જેમાં તે શરમાતી જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, “મેં હા પાડી.” આ સાથે જ તેણે રેડ હાર્ટના ઈમોજી મૂક્યા છે. જોકે, તેણે ફોટો શેર કરવાની સાથે બોયફ્રેન્ડ અર્જુન કપૂરને ટેગ નથી કર્યો. જોકે, મલાઈકાની આ તસવીર જોતાં જ ફેન્સ અને સેલેબ્સ કોમેન્ટ કરી રહ્યા છે. એક્ટર કરણ ટેકરે લખ્યું, ‘વાહ વાહ વાહ”. એક્ટ્રેસ માહી વિજે પણ ‘વુહુહુહુહુ’ લખીને રિએક્ટ કર્યું છે. કેટલાક ફેન્સ શુભેચ્છા પાઠવી રહ્યા છે તો કેટલાક વિચારી રહ્યા છે કે ક્યાંક આ કોઈ પ્રમોશનનો ખેલ તો નથી ને?
લગ્ન અંગે અર્જુને શું કહ્યું હતું?
મલાઈકા અને અર્જુનને કેટલીયવાર લગ્ન અંગેના સવાલો પૂછવામાં આવ્યા છે. હાલમાં જ ‘કોફી વિથ કરણ 7’માં શોના હોસ્ટ કરણ જોહરે અર્જુનને તેના લગ્ન વિશે પૂછ્યું હતું. ત્યારે તેણે કહ્યું હતું કે, હાલ તે પોતાના કરિયર પર ધ્યાન કેંદ્રિત કરવા માગે છે. “હું ક્યાં જઈ રહ્યો છું તે જોવા માગું છું. હું કંઈ છુપાવી નથી રહ્યો અને કશું ચોરતો પણ નથી. હું જીવનમાં માત્ર આર્થિક રીતે જ નહીં બધી જ રીતે સ્થિર થવા માગુ છું. જો હું ખુશ હોઈશ તો જ મારા પાર્ટનરને ખુશ રાખી શકીશ અને મારી મોટાભાગની ખુશી મારા કામ સાથે જોડાયેલી છે.”
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp