September 21, 2024
KalTak 24 News
Entrainment

મહાભારતના ‘શકુનિ મામા’ ઉર્ફે ગૂફી પેન્ટલનું 78 વર્ષની વયે નિધન,છેલ્લા ઘણા દિવસથી હતા બીમાર

Mahabharat fame gufi paintal death
  • મશહૂર એકટર ગુફી પેંટલનું નિધન થઈ ગયું
  • મહાભારતમાં શકુની મામાનો કિરદાર નિભાવ્યો હતો 
  • ગુફી પેંટલ છેલ્લા ઘણા સમયથી બીમારીમાં સપડાયા હતા 

Gufi Paintal Death: શકુની મામા તરીકે જાણીતા મહાભારત(Mahabharat)ના ગૂફી પેન્ટલ(Gufi paintal)નું મુંબઈની હોસ્પિટલમાં 78 વર્ષની વયે નિધન થયું છે. પેન્ટલ છેલ્લા ઘણા દિવસોથી મુંબઈ અંધેરીની હોસ્પિટલમાં દાખલ હતા.મીડિયાને માહિતી આપતા, ગૂફી પેન્ટલના ભત્રીજા હિતેન પેન્ટલે જણાવ્યું હતું કે, ગૂફી પેન્ટલ વય-સંબંધિત ઘણી બીમારીઓથી પીડિત હતા, તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું.તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 કલાકે કરવામાં આવશે.

ગત સપ્તાહે ટીના ઘાઈએ ગુફી પેન્ટલની નાદુરસ્ત તબિયત વિશે માહિતી આપી હતી

ગત સપ્તાહે ટીવી એક્ટ્રેસ ટીના ઘાઈએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ગૂફી પેન્ટલની હાલત ગંભીર હોવાની પુષ્ટિ કરી હતી. ટીના ઘાઈએ તેના ઈન્સ્ટાગ્રામ પર ગુફી પેન્ટલની એક તસવીર શેર કરી અને તેની ખરાબ તબિયત વિશે જાણકારી આપી. આ સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, ‘ગુફી પેન્ટલ જી મુશ્કેલીમાં છે. પ્રાર્થના કરો ઓમ સાંઈ રામ પ્રાર્થના” ટીના ઘાઈની આ પોસ્ટ બાદ તમામ ચાહકો કોમેન્ટ બોક્સમાં પીઢ અભિનેતાની સ્વસ્થતા માટે પ્રાર્થના કરતા હતા. મીડિયા અહેવાલો અનુસાર, ટીના ઘાઈએ પણ કહ્યું કે ગૂફી પેન્ટલના પરિવારના સભ્યોએ કોઈની સાથે કોઈપણ વિગતો શેર કરવાની મનાઈ કરી હતી. ટીનાએ કહ્યું કે ગૂફીના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરો.

‘શકુનિ મામા’નો રોલ નિભાવ્યા બાદ મળી ઓળખ
ગુફી પેન્ટલના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેમણે 1980ના દાયકાના ઘણા ટીવી શો સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે તેમણે બીઆર ચોપરાની હિટ ટીવી સિરિયલ ‘મહાભારત’માં શકુનિ મામાની ભૂમિકા ભજવી છે.

80ના દાયકામાં આવતી આ સીરિયલ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય હતી. આ સીરિયલ બે વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલી હતી. આ સીરિયલ તે સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય થઈ હતી.

ગૂફીએ 1975માં ‘રફુ ચક્કર’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું ગૂફીએ 1975માં ‘રફુ ચક્કર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે 80ના દાયકામાં ઘણી ફિલ્મો અને ટીવી શોમાં જોવા મળ્યા હતા. જોકે, ગૂફીને વાસ્તવિક ઓળખ 1988માં બીઆર ચોપરાના સુપરહિટ શો ‘મહાભારત’થી મળી હતી. જેમાંતેમણે શકુની મામાનું પાત્ર ભજવ્યું હતું. ગૂફી છેલ્લે સ્ટાર ભારતના શો ‘જય કન્હૈયા લાલ કી’માં જોવા મળ્યા હતા.

ગૂફી પેન્ટલ સેના છોડીને અભિનેતા કેમ બન્યા?
ગુફી પેન્ટલને લોકો ટીવી શો ‘મહાભારત’ના શકુની મામા તરીકે ઓળખે છે. તેની મોટી ફેન ફોલોઈંગ હતી. પરંતુ ગૂફી પેન્ટલ એક્ટર બનતા પહેલા સેનામાં હતા. પરંતુ તેનો ભાઈ અમરજીત પેંટલ પહેલેથી જ બોલિવૂડનો હિસ્સો હતો. આવી સ્થિતિમાં પોતાના ભાઈને જોઈને ગૂફી પેન્ટલ પણ મુંબઈ આવી ગયા અને અભિનેતા તરીકે પોતાની ઓળખ બનાવી.

અભિનેતાને ICUમાં દાખલ હતા

ગૂફી પેન્ટલ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની હાલત નાજુક હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ તે 10 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનના સમાચાર મળતા જ તેના પરિવારને મળવા તેના નજીકના સંબંધીઓ પહોંચી રહ્યા છે.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

image

Related posts

BREAKING NEWS/ પૂનમ પાંડે જીવિત છે….: મોતની અફવાઓ પર પૂર્ણવિરામ, Video શેર કરીને કર્યો મોટો ખુલાસો;ગઈકાલે સામે આવ્યા હતા નિધનના સમાચાર

KalTak24 News Team

Mouni Roy/ બંગાળી લુકમાં જોવા મળી મૌની રોય, પતિ સાથે આપ્યા રોમેન્ટિક પોઝ,PHOTOS

KalTak24 News Team

Aditya Gadhvi/ આદિત્ય ગઢવી પર મુકેશ અંબાણીએ ગાયું બર્થડે ગીત,મુકેશ અંબાણી કહ્યુંકે,”આદિત્ય બધા માટે ગાય છે, લાવો આપણે એના માટે ગાઇએ”

KalTak24 News Team