June 16, 2024
KalTak 24 News
Bharat

BREAKING NEWS: સંસદ ભવનની સુરક્ષામાં મોટી ચૂક,અચાનક જ ગેસ સ્પ્રે સાથે અજાણ્યો યુવક વેલમાં ઘૂસી જતાં ખળભળાટ, 2 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત

Parliament Lok Sabha Security Breach
  • સંસદ ભવનની સુરક્ષામાં મોટી ચૂક 
  • લોકસભામાં ચાલુ કાર્યવાહી ધસી આવ્યો શખ્સ 
  • આજે જ છે સંસદ ભવન પર હુમલાની વરસી 

Parliament Lok Sabha Security Breach: સંસદના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન અચાનક બે યુવકો કૂદી પડ્યા હતા. જેના કારણે ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સુરક્ષાકર્મીઓએ ત્રણેય યુવકોને પકડી લીધા હતા. ત્રણેય યુવકોએ વિઝીટ ગેલેરીમાંથી છલાંગ લગાવી હતી. ત્રણેય યુવકો સાંસદની સીટ પર પહોંચ્યા હતા. આ દરમિયાન યુવાનોએ સ્પ્રેનો પણ ઉપયોગ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, આજે સંસદ પર હુમલાની વરસી પણ છે. યુવાનોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જો કે આ પછી લોકસભા સ્થગિત કરવામાં આવી હતી.

WhatsApp Image 2023 12 13 at 1.41.57 PM

દેશના સૌથી સુરક્ષિત ગણાતા સંસદ ભવનની સુરક્ષામાં આજે બે  ચૂક થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. પ્રથમ કિસ્સામાં, સંસદની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા બે લોકોની અટકાયત કરવામાં આવી હતી અને બીજો કિસ્સામાં  લોકસભાની કાર્યવાહી દરમિયાનનો છે. અહીં કાર્યવાહી દરમિયાન એક શખ્સ ગેસ સ્પ્રે સાથે વેલમાં ઘુસી ગયો હતો અને તે ગેસ સ્પ્રેથી સ્પ્રે પણ કર્યું હતું.  આ સમય દરમિયાન સાંસદોમાં હડકંપ મચી ગઇ હતી. બુધવારે સવારે કેટલાક લોકોએ સંસદની બહાર હંગામો મચાવ્યો હતો. સંસદની સુરક્ષામાં લાગેલા દિલ્હી પોલીસના જવાનોએ બે પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા છે.

જુઓ શું કહ્યું અધીર રંજન ચૌધરી?

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, ‘બે યુવકો ગેલેરીમાંથી કૂદ્યા અને તેમના દ્વારા કંઈક ફેંકવામાં આવ્યું જેના કારણે ગેસ નીકળી રહ્યો હતો. તેને સાંસદોએ પકડી લીધો હતો. આ પછી સુરક્ષાકર્મીઓએ તેમને બહાર કાઢ્યા. ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ ચોક્કસપણે સુરક્ષા ભંગ છે કારણ કે આજે આપણે 2001 (સંસદ પર હુમલો) માં તેમના જીવનનું બલિદાન આપનારા લોકોની પુણ્યતિથિઓ ઉજવીએ છીએ.

WhatsApp Image 2023 12 13 at 1.41.56 PM 1

આજે લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે પ્રેક્ષક ગેલેરીમાંથી બે શખસ કૂદ્યા હતા અને દોડ્યા હતા. તેને જોતાં જ સાંસદો ડરી ગયા હતા અને લોકસભામાં અફરાતફરીનો માહોલ બની ગયો હતો. બંને પકડાઈ ગયા છે.

WhatsApp Image 2023 12 13 at 1.41.56 PM

યુવકોના હાથમાં હતું સ્મોક ક્રેકર
કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે અચાનક લગભગ 20 વર્ષના બે યુવકો વિઝિટર ગેલેરીમાંથી સદનમાં કૂદ્યા અને તેમના હાથમાં સ્મોક ક્રેકર હતા. આ સ્મોક ક્રેકરથી પીળો ધુમાડો નીકળતો હતો. તેમાંથી એક અધ્યક્ષની ખુરશી તરફ ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. કેટલાક નારા લગાવી રહ્યા હતા. ધૂમાડો ઝેરી હોઈ શકતો હતો. આ સુરક્ષાની ગંભીર ચૂક છે. ખાસ કરીને 13 ડિસેમ્બર કે જ્યારે 2001માં આ જ દિવસે સંસદ પર હુમલો થયો હતો. 

બે લોકોમાં એક પુરુષ અને એક મહિલાએ કેમ્પસની બહાર તાનાશાહી બંધ કરવાના નારા લગાવતા પ્રદર્શન કર્યું. પોલીસે બંનેને ગૃહમાંથી પકડી લીધા હતા અને ત્યાંથી લઈ ગયા હતા. તે બંને ટિયર ગેસ છોડીને સૂત્રોચ્ચાર કરતાં જોવા મળ્યા હતા. હાલ પોલીસ બંનેને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ ગઈ છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. સંસદની નજીક પ્રદર્શનથી સુરક્ષાકર્મીઓમાં ગભરાટ ફેલાયો હતો અને તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તો માટે ખુલ્યા બદ્રીનાથ ધામના દ્વાર,હેલિકોપ્ટરથી ફુલ વર્ષા કરાઈ,મોટી સંખ્યામાં ભક્તો કરશે દર્શન

KalTak24 News Team

રિટાયર્ડ લેફ. જનરલ અનિલ ચોહાણ બન્યાં દેશના નવા CDS(ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ),ચૌહાણ ઈસ્ટર્ન કમાન્ડના ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ રહી ચૂક્યા છે

KalTak24 News Team

Uttarakhand: ઉત્તરાખંડની મુલાકાતે વડાપ્રધાન મોદી,પિથોરાગઢના પાર્વતી કુંડમાં પૂજા અર્ચના,પીએમ મોદીએ દર્શન કરીને તસવીરો શેર કરી

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા