February 6, 2025
KalTak 24 News
Gujaratઅમરેલી

અમરેલી/ દિકરીને ન્યાય અપાવા પાટીદાર અગ્રણી લાલજી પટેલ આવ્યા મેદાને,મુખ્યમંત્રીને પત્ર લખી કરી આ માંગ…..

Amreli News: અમરેલી ભાજપના આંતરીક વિવાદમાં પાટીદાર સમાજની અપરણીત દીકરીને રાત્રે 12:00 વાગ્યે ઘરે થી ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તા પર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમાં વિવાદ થયો છે.આ લેટર કાંડ મુદ્દે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી (Amreli) જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે નરેશ પટેલને પત્ર લખી માંગ દિકરીને ન્યાય આપવા માંગ કરી હતી. ત્યારે પાટીદાર સમાજ અગ્રણી લાલજી પટેલે (Lalji patel) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી સરઘસ કાઢનાર જવાબદાર અધિકારી સામે કડક તપાસ કરી પગલા ભરવાની માંગ કરી હતી.

લાલજી પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી કરી આ માંગ

લાલજી પટેલે (Lalji patel) લેટર કાંડ મુદ્દે ભુપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો કે અમરેલી (Amreli) જિલ્લામાં સ્થાનિક લેવલે રાજકીય બાબતે અંદરો અંદર ડખાના કારણે સમાજની એક દીકરી ઓપરેટર તરીકે ફરજ બજાવતી હતી, જેઓ પોતાના માલિકના કહેવા પ્રમાણે ટાઈપ કરતી હતી. આ દિકરીનું કોઈને બદનામ કરવાનું ઈરાદો ન હતો. પરંતુ માલિકના કહેવા પ્રમાણે ટાઈપ કરી આપ્યું હતું.આ કુવારી દીકરીને ખોટી રીતે ગુન્હેગાર બનાવી રાત્રે 12:00 કલાકે આ દીકરીને ઘરેથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો.બંધારણીય જોગવાઈ અને કોર્ટના નિયમો મુજબ એક મહિલા ગુન્હેગાર હોય તો પણ તેમનું સરઘસ અને ફોટા પણ વાયરલ ન કરવા અને રાત્રિના સમયે તેની ધરપકડના કરવી તે બંધારણીય જોગવાઈ છે. તથી મુખ્યમંત્રી આ તપાસ કરી દીકરીનું સરઘસ કઢાવનાર અધિકારી સામે કડક તપાસ કરી પગલા ભરવા વિનંતી.

આ લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતીનું જાહેરમાં સરઘસ કાઢી તેને બદનામ કરવામાં આવી તેના કારણે સમગ્ર અમરેલી (Amreli) પંથકમાં રાજકારણ ગરમાયું છે. હાલ તો આ પત્ર વાયરલ થયા બાદ ન માત્ર અમરેલી પરંતુ સમગ્ર ગુજરાતમાં આ મુદ્દે ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત સહિત અનેક નેતા અને સમાજ અગ્રણીઓએ વાંધો ઉઢાવ્યો છે. હવે આગામી સમયમાં જવાબદાર અધિકાર સામે કાર્યવાહી થશે કે કેમ ? તે જોવાનું રહેશે..

 

Advertisement

Advertisement

 

 

 

 

Related posts

Biporjoy Cyclone : બિપોરજોય વાવાઝોડુ ખતરનાક બન્યુ,જુઓ લાઈવ તમારા મોબાઈલ પર

KalTak24 News Team

પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી,ગુજરાતને મળી સ્વદેશી સેમી હાઈસ્પીડ ટ્રેન

KalTak24 News Team

સુરત/ પોલીસ પરિવારના સભ્યો સાથે સુરત પોલીસ કમિશ્નર ગરબે ઘૂમ્યા;ડીસીપી એસીપી, પી.આઈ સહિતના અધિકારીઓ ગરબે ઘૂમ્યા

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં