KalTak 24 News
ગુજરાત

સુરત/ MLA કુમાર કાનાણીએ લખ્યો વધુ એક સળગતો પત્ર,પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણ વોરાના સમર્થનમાં આવ્યા કુમાર કાનાણી, લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર કરવા મુખ્યમંત્રીને લખ્યો પત્ર,જાણો એક ક્લિક પર

MLA Kumar Kanani

MLA Kumar Kanani:સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી પોતાના પત્રોને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ફરી કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં આ વખતે તેમણે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા દ્વારા જે માગ કરવામાં આવી છે. તેનું સમર્થન કર્યું છે. જેમાં તેમણે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા બાબત માગ કરવામાં આવી છે.જેમાં આ વખતે તેમણે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા દ્વારા જે માગ કરવામાં આવી છે. તેનું સમર્થન કર્યું છે. જેમાં તેમણે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા બાબત માગ કરવામાં આવી છે.

રમણલાલ વોરા દ્વારા માગ કરવામાં આવી છે કે, લગ્ન નોંધણીમાં પિતાની સહિ ફરજિયાત કરવામાં આવે. જેથી આ મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે. ત્યારે રમણલાલ વોરાના સમર્થનમાં કુમાર કાનાણી આવ્યા છે. તેમણે રમણલાલ વોરાની માગને સમર્થન આપતાં કહ્યું કે, આ ખૂબ જરૂરી છે કે, લગ્નમાં પિતાનું પણ સમર્થન જરૂરી છે.કુમાર કાનાણીએ કહ્યું કે, લગ્ન નોંધણીમાં દીકરીઓને ભોળવીને સહિ કરાવી લેવામાં આવતી હોય છે. જેથી તેના પિતાની સહમતિ ફરજિયાત કરવામાં આવે તો લવ જેહાદ સહિતના કિસ્સાઓમાં ઘટાડો થઈ શકે છે. જેથી કરીને પિતાની સહમતિ ફરજિયાત કરવામાં આવે તો આ મુદ્દે ખૂબ ઘટાડો થઈ શકશે. જેથી કાયદામાં ફેરફાર જરૂરી છે.

May be an image of text

લગ્ન નોંધણી કાયદા બાબતે પત્ર લખાયો
સુરતના વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી સમયાંતરે પત્રો લખીને ચર્ચામાં આવતા હોય છે. સમાજને સ્પર્શતા મુદ્દે ફરી એક વખત કુમાર કાનાણી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા દ્વારા લગ્ન નોંધણી બાબતે જે કાયદો છે. તેમાં ફેરફાર કરવા માટેની માગ કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે, લગ્ન નોંધણીમાં માતા-પિતાની સંમતિ હોવી જરૂરી છે. જેનો કાયદામાં સમાવેશ કરવો જોઈએ. આ બાબતે સુરતના વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે, પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા દ્વારા મુખ્યમંત્રીને જે માંગણી કરવામાં આવી છે તે ખૂબ જ યોગ્ય છે. લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહમતિ હોવી ખૂબ જ જરૂરી છે. વિશેષ કરીને દીકરીઓ ગમે તેના વાતમાં આવી જઈને, અથવા કોઈ વ્યક્તિ દ્વારા તે તેને ગેરમાર્ગે દોરવીને કે ભોળવીને લગ્ન કરાવી લે છે. ઘણી બધી દીકરીઓ લવ જેહાદનો પણ ભોગ બની રહી છે. સમયની માગ છે કે, આ પ્રકારના કિસ્સાઓને રોકવા જોઈએ. સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈને લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહમતિ ફરજિયાત કરવી જોઈએ.

લગ્ન નોંધણીએ લોકોના જીવન સાથે જોડાયેલી ઘટના છે
આ પત્રમાં તેમણે વધુમાં લખ્યું કે, ઘણા સમયથી ખોટા લગ્ન નોંધણી અંગે ઘટનાઓ પ્રકાશિત થઈ રહી છે. લગ્ન નોંધણીએ લોકોના જીવન સાથે જોડાયેલી ઘટના છે. એમાં જ્યારે ગેરરીતી કે અન્યાય થતો હોય ત્યારે દિકરી અને પરિવારો સાથે થતી છેતરપીંડી અટકાવવા અને આવા પરિવારોને બચાવવા ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ – 2006 કાયદામાં કેટલાલ સંબંધિત સુધારાઓ લાવી આવા પરિવારોને ન્યાય અપાવવા માટે આપશ્રીને વિનંતી છે.

 

Group 69

 

 

Related posts

સુરત/ પી.પી સવાણી પરિવાર દ્વારા આયોજિત ‘માવતર’ લગ્નોત્સવમાં 75 પિતાવિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં,રાજકીય મહાનુભાવો અને સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન

Sanskar Sojitra

દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે વિપુલ ચૌધરીની અટકાયત , જાણો શું છે સમગ્ર મામલો

KalTak24 News Team

ભાજપ દ્વારા વિધાનસભા ઉમેદવારની પ્રથમ યાદી કરી જાહેર,વાંચો સંપૂર્ણ યાદી

Sanskar Sojitra
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા